Thursday, 13 March 2025

અગર જો તને ઝણઝણાટી થાય..

 


તમ તમારે જોયા કરો ઝાંક્યા કરો 

એડિટ હિસ્ટરીમાં મને કશો વાંધો નથી....

મારો વાંધો એજ છે કે , 

જ્યાં સુધી કે શબ્દોમાં જીવ નહીં આવે ,

શબ્દો અનંતના હોય તોય શું !

પણ જ્યાં સુધી મને જીવંત નહીં લાગે 

ત્યાં સુધી હું આમ કરતો જ રહીશ ...!

કેમકે,

અનંત નીજમાં મસ્ત હતો. 

અક્લેજ સાવ અસ્તવ્યસ્ત હતો.!

અકલે.,

એ સાવ અસ્તવ્યસ્ત લખતો...!

અકલે જ્યારે જે સમયે જે કાગળ મળે..!

તે અહી છાપી મારૂ.

તો ક્યારેય ક્યારેક..!

ભૂલ ભૂલમાં ભૂલથી હુય બાફી મારૂ..!

અકલે જ્યારે જે સમયે જે,

પણ લખેલો કાગળ મળે..!

એજ લખાણ ફરી અલગ

અંદાજે લખેલું પાછળ મળે..!

અને પળે પળે શબ્દો બદલે અકલે

મને તો કૈ ખબરજ ના પડે ...

અકલે મારે એ મરેલના શબ્દોમાં....

જીવ રેડવા આવુ કરવુ પડે..!

આમ કરતા કરતા ક્યારેક તો સવાર પડે..!

બસ આ જ મારી અલૌકિક મૌજ છે.. !

નશો છે મસ્તી છે... :)

હર એક સાહિત્યકાર પોતાની કૃતિ દ્વારા

કોઈને કોઈ સંદેશ આપતા હોય છે.

અનંત યા અજ્ઞાનીની રચનામાંઓમા પણ હંમેશા ...

એકાદ ગૂઢ સંદેશ છુપાયેલો હોયજ..!

તેઓની રચનાની એક એક પંક્તિમાં કૈક 

અલગ અલૌકીક વાસ્તવિકતા છુપાયેલો રહેતી....

જે સીધી જીવન ને કે પછી,

હ્રદય ને સ્પર્શતી હોય...

એજ તો એની ખૂબી હતી .... 

એની રચના પ્રેમ ભૂખી હતી...

આ રચનામાં પણ એવી બધી,

ઘણી વાસ્તવિક વાત છે.

જેમ કે....

“આકર્ષણ ના સિધ્ધાંત મુજબ....

દુર્ગંધ તરફ ખેંચાય દુર્ગંધ.....

સુગંધ તરફ હોય છે હમેશા ખેંચાતી સુગંધ.”

અર્થાત :- જે માણસ જેવો ગુણ ધરાવે છે, ‘સારો યા ખરાબ’

જેમાં જેવા ગુણ હોય છે,

તેવા જ લોકોને તે આકર્ષે છે..!

અથવા તો,

એના જેવાજ લોકો,

એની તરફ આકર્ષાય છે...

જેવા તે ખૂદ હોય...

અથવા તો એવા લોકોથીજ એ ખુદ આકર્ષાય છે. 

અર્થાત્ ખૂદ પણ વા લોકોથી આકર્ષાય છે.!

જેવા તે હોય...

"અપવાદ બાદ કરતાં..."

આદિ અનાદી અનંત કાળથી....

આકર્ષણનો આ ચુંબકીય સીધ્ધાંત....

પ્રક્રુતી ગત હોય, 

મારે કોઈ બબાલ ના જોય.. કૈ દૌ છું.! 

દૂરથી આવતી સુગંધ પરથી,

એ સુગંધ ગુલાબની છે કે મોગરાની ...?

એ જોયા વિના જાણી જવું,

'ને સાથે જ એ ફૂલનુ દ્રશ્ય પણ

નજર સમક્ષ ખડું થવું ...!

અને ક્યારેક સુગંધથી લથબથ 

પ્રેમી કે પ્રેમિકાનું આલિંગનનું આજીવન

મન, હ્રદય પર છવાઈ જવું,

'ને પછી એ આલિંગન સમયે એને

લગાડેલા અતરની સુગંધ ...

ક્યાંક દૂર દૂરથી સાવ નજીક

આવીને નાકને જ્યાં સ્પર્શે....

ત્યાંજ એક ક્ષણમાજ..!

એ પ્રેમી કે પ્રેમિકાને કોઈ સમયે,

એક બીજા સાથે ભોગવેલું એ માદક મધુર સુગંધીત ચુંબન યા આલિંગન....

નજર સામે દ્રશ્યમાન થઈ જતું હોય છે..!

અને પછી ભીતર ભીતર......

ઝણણ ઝણણ ઝણઝણઝણ....

ઝણણ ઝણણ ઝણઝણઝણ.....

થતું હોય છે..! 

આ હકીકત જેને,

ઝણણ ઝણણ ઝણઝણઝણ

ઝણઝણાટી થતી હોય ....

તેને ખૂબજ ઊંડાણથી સમજાય છે....!

વર્ષો પહેલાં ભાઈબંધ અનંતને તેની ચહીતીએ હોઠ પર લાલી 'ને બદન પર અતર લગાવીને ચુમેલો આલીંગેલો...

અકલે કે બાથમાં લીધેલો એમ.!

કહેવા કરતા ગલે લગાવેલો એમ..!

કહેવું આલીંગન જેવુજ શોભશે..! 😉

તે સુગંધી અતરની શીશીપછીથી પેલીએ

ભેટ રૂપે ભોટને આપેલી...

અકલે કે અનંતને આપેલી... 

એ અતર શીશી અનંતે વર્ષો સુધી સાચવેલી..

ખાલી થૈ ગ્યા પછી પણ..!

જે આજે પણ કબાટના

એક કબાટના ખૂણામાં અનંતના અઢળક કાગળીયા સાથે વસે છે..! 

'ને અનંતના કાગળિયા સાથે શ્વસે છે..!

ભાઈબંધ ને ભોટ અકલે કહેવુ પડે કે,

એ માત્ર લેવામાં સમજતો દેવાની તેને

ભાનજ ન્હોતી પડતી..!

ભેટમા ચૂડી, ચાંદલો કે રૂમાલ કૈ પણ અનંતે એની કોઈજ ચહીતીને ક્યારેય આપ્યાનું મને યાદ નથી.

જો કે આપ્યુજ નથી ..!

બસ આલીંગન યા ચુંબન સીવાય ....

અનંતે ક્યારેય એની કોઈ ચહીતી કૈંજ આપ્યું નથી.! 

"અકલેજ અનંતને મે ભોટ કહ્યો "

ખૈર.......

દૂરથી સુગંધ આવતા, દેખાય છે દ્રશ્ય એ ફૂલનું.

ફૂલ સામે હોય, તોયે કદિ' નથી દેખાતી સુગંધ.

@@@@@@@@@@@@@@@


***"પરસેવાની માદક સુગંધ”***

પ્રેમમાં, પ્રેમની, પ્રેમથી હોય છે લેવાની સુગંધ.

પ્રેમથી ,પ્રેમમાં, પ્રેમની હોય છે દેવાની સુગંધ.

કેવળ નાક ખુલ્લુ રાખવાથી  સુગંધની અનુભુતી થાય એવુ નથી હોતું. 

અનુભવાય છે, ક્યારેક મન અને હ્રદયને પણ ખુલ્લુ રાખવાથી સુગંધ.

તારા શ્વાસમાં એક વાર જો ભળી જશે,તો પછી,

તું પણ અનુભવશે સતત તારી આસપાસ મારા હોવાની સુગંધ.

દૂરથી સુગંધ આવતા, દેખાય છે દ્રશ્ય એ ફૂલનું.

મગર ફૂલ સામે હોય, તોયે કદિ' દેખાતી નથી સુગંધ.

આકર્ષણ ના સિધ્ધાંત મુજબ જેમ દુર્ગંધ તરફ દુર્ગંધ ખેંચાય.

એમજ સુગંધ તરફ હોય છે હંમેશા ખેંચાતી સુગંધ.

ગમે ત્યાંથી શોધીને આકર્ષી લેશે તને મારી તરફ.

મારા પરસેવે લથબથ શરીર માંથી રેલાતા પરસેવાની સુગંધ.

જેમ ફૂલો નિચોવીને અતર બનાવાય છે એમજ 

ઉત્પન થાય છે શરીરને પણ નિચોવવાથી સુગંધ.

એવું કોણે કહ્યું ? કે મહેક અતરનીજ હોય છે માદક !!? 

અતરથીયે માદક હોય છે "અનંત" મહેનતકશ શરીરમાંથી ટપકતા પરસેવાની સુગંધ.

“અનંત”

*બ્લાસ્ટ* 

ચુંબન ને આલીંગન સીવાય પોતે કોઈને કશું આપ્યું નથી,

એનો વસવસો પણ અનંતને જોકે પછી ખુબ થયેલો....

જો કે આવો વસવસો અનંત વર્ષો બાદ કોઈ ચહીતી અચાનક સામે મળી જાય અને તેની સામે વ્યક્ત કરે તો કદાચ એ એમ પણ કહે કે અનંત તે જે આપ્યું અને જે રીતે આપ્યું આખે આખી તારી બાહોંમા હોવા છતાં કદી પણ નાભી નીચે નજર કર્યા વીના નીર્દોશ અને નીખાલસતાથી જે આપ્યું એ એ રીતે કોઈ ક્યારેય આપીજ ન શકે, તે જે આપ્યું છે એ કોઈ ચીજ વસ્તુઓથી મળે એથી વધુ અને અલૌકિક આનંદ આપનારૂ હતું અનંત... 

જો કે તો પણ અનંતે અફસોસ સાથે 

એક અંતીમ પત્રમાં છેલ્લે લખ્યું છે કે,

*બ્લાસ્ટ*

તે મને આપ્યુ અઢળક.....

મગર મે તને કદિ' આપ્યુ નૈ કાંય..... 

મને રૂમાલ બુમાલ, લાલી બાલી અતર બતરમા ખબર નથી પડતી... 

લે..!

આ મારા પરસેવાથી લથબથ ગંજીને

તૂ સાચવી રાખ.!

મારી હયાતી બાદ.!

અગર ક્યારેય

હું તને આવુ યાદ....!

તો, 

આ ગંજી સૂધીં લેજે..! 

પ્રેમથી ચૂમી લેજે..! 

મારી હયાતી બાદ.....

અગર જો હું કદિ'

તને આવુ યાદ... 

"અનંત"

*બ્લાસ્ટ*

અંદર બહારથી કોરાકટ્ટ લોકો હવૈ દૂરથી જ રંગીન ભીની ભીની હેપ્પી હોળીની શુભકામના આપે છે.! 

અને પછી પાછી ફરીયાદ કરે છે ભુતકાળ યાદ કરે છે અને કહે છે હવે તો, 

ખૈર.... 

અકલે પછી માર્ર વર્ષો પહેલા ભાઈબંધ અનંતે લખેલી રચના સાથે કહેવુ પડ્યું એમને કે, 

*લ્લો બોલ્લો તો તમે પણ એજ કર્યુ આખરે..😜

*તો, આવો તમે તો આવો રૂબરૂ*

*ભરી પીચકારી પધારો રૂબરૂ.*

*ચપટીક કલર લગાવો રૂબરૂ.*

*પહેલા જેમ રમતા "અનંત" રંગે*

 *એમ ફરી જાત રંગાવો રૂબરૂ..🥰*

*"અનંત"*

https://www.facebook.com/share/15KKyvHNhL/

No comments:

Post a Comment