ઘોઘો વાત કરે છે .
ઘોઘી સામે છે,
ઘોઘો જુવે છે કે ,
ઘોઘી પણ જુવે છે સાંભળે છે પણ,
જવાબ નથી આપતી .
તેથી ઘોઘો કહેલી વાત પાછી ખાઈ ગયો
પછી અચાનક ઘોઘી પૂછે છે શું કહ્યું ?
ઘોઘો કહે છે કૈ નૈ , કહ્યું ત્યારે સાંભળી લેવાય ને.!?
ઘોઘી ગુસ્સે થઈ કહે છે અધીરા ઉતાવળિયા અક્કલ વગરના ....
હું બેધ્યાન નથી તારી વાત સાંભળી જવાબ દઉં એટલી વાર તો લાગે કે નૈ .?
ઘોઘાએ કહ્યું . હાં લાગે ..!
એમ્મા આકલુ બધુ ખિજાય છે શું .!?
ઘોઘી કહે તો શું કરું ..?
ઘોઘાએ કહ્યું ગુસ્સો ...
અને પછી ઘોઘાને પોતાના ભાઈબંધના ભાઈબંધ અનંતે,
વર્ષો પહેલા કહેલી રચના યાદ આવી ગઈ.
જે વર્ષો પહેલા અનંતે પોતાની હરકતને કારણે તેના પર ગુસ્સે થયેલ
ચહિતીને મનાવવા લખી હતી...
એમાંની બે લાઇન ઘોઘાએ ગુસ્સે થયેલ ઘોઘી મનાવવા સંભળાવી
ચડી જાય કેફ જોઈને તારો હસતો શરાબી ચહેરો.
તું ગુસ્સે થાય ત્યારે જોવો ગમે છે તારો ગુલાબી ચહેરો.
***********ચહેરો**************
&&&&&&&&&&&&&&&&&&&&&&&&
ચડી જાય કેફ જોઈને તારો હસતો શરાબી ચહેરો.
તું ગુસ્સે થાય ત્યારે જોવો ગમે છે તારો ગુલાબી ચહેરો.
પ્રેમ તારો વાસંતી વાયરો., ને ચહેરો.! રાત્રે લાગે જાણે ચંદ્રમા પુનમનો અને દિવસે લાગે આફતાબી ચહેરો.
દિવસ આખોય સુધરી જાય મારો જો સવારે સવારે
તું પાઇ દે આ આંખોને બસ એક રકાબી ચહેરો.
હે ઈશ્વર આ કેવી કરુણતા , કદરૂપાઓના જીવનની .
બધુ સારું હોય મગર હોય સૌથી મોટી ખરાબી ‘ચહેરો’.
હ્રદયના ભાવ છુપાવી ક્યાં શકાય છે.? અગર હું રહું મૌન
તો પણ ભીતરના ભેદ સઘળા ખોલે હાજર જવાબી ચહેરો.
“અનંત” રૂપાળા હોવાનો તું કદી ભૂલથી પણ ઘમંડ ના કરજે
કેમકે "અનંત" ઈશ્વરે આપ્યો છે મને પણ સુંદર નવાબી ચહેરો..
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે એની કોઈ સુંદર રૂપાળી ચહીતીને વખાણના અંતે ચેતવણી રૂપે એક પરમ ચરમ અખંડ સત્ય કહેતા કહ્યું લખ્યું હતું કે,
***********ચહેરો**************
&&&&&&&&&&&&&&&&&&&&&&&&
ચડે કેફ તું જો ‘હસે’ તો લાગે શરાબી ચહેરો.
ગમે છે જોવો તારો ગુસ્સેદાર ગુલાબી ચહેરો. પ્રેમ તારો વાસંતી વાયરો..'ને ચહેરો.! રાત્રે જાણે,
ચંદ્રમા પુનમનો' ને દિવસે લાગે આફતાબી ચહેરો.
દિવસ આખોય સુધરી જાય, જો સવાર સવારમાં
તું પાઇ દે આ આંખોને બસ એક રકાબી ચહેરો.
ઈશ્વર માફ કરે, કહું છું એ જે કહેવુ ન ગમે. કરૂણતા છે,
કદરૂપાઓના જીવનની હોય છે સૌથી મોટી ખરાબી ચહેરો.
ભાવ હ્રદયના છુપાવ્યા ક્યાં છુપાવી શકાય છે.?
રહું અગર હું ચુપ્પ તો હ્રદયમાં પીડા છે યા પ્રેમ
કહી દે છે આ હાજર જવાબી ચહેરો.
છે છોરી તું સુંદર રૂપાળી કબુલ પણ રૂપનુ ઘમંડ ના કરજે.
"અનંત" ઈશ્વરે મને પણ આપ્યો છે સુંદર નવાબી ચહેરો..!
No comments:
Post a Comment