Tuesday, 6 May 2025

મારે ખાતર તું

આ તસવીરમાં 
તું છે તું નથી 
લાવ્યો તેથી તને ખેંચી 
આ ખંડેર મહીં 
ચીબલી અર્થાત્ ચીબલૂઉઅ.... 
અર્થાત્ ચુલબુલી... 


ખાતર વગર... 

કેમ ખેડવુ ખેતર...

તો પણ મે ખેડ્યુ ખેતર... 

તારે ખાતર...

મારે ખાતર...

કાં'ક ઊગ્યુ પણ પુગ્યુ નૈ...

*બ્લાસ્ટ *

"અનંત" દુર્ગંધ નો પણ માનો અહેસાન... 

દુર્ગંધ વગર સુંગંધનો થાય ના અહેસાસ...


ભા....ગ (6)

ઘોઘી : ઘોઘા આજ તો રવિવાર હે ને ?

ઘોઘો : ખબર નૈ .... 

ઘોઘી : કેમ ખબર નૈ ? 

ઘોઘો : તે સવાલ કાં કર્યો ?

ઘોઘી : ચાલ આજે કોઈ નિર્જન જગ્યાયે ફરવા જઈયે.

ઘોઘો : આવા ઉનાળાના બળબળતા તાપમાં .. ?

અને એ પણ નિર્જન જગ્યાએ..? ક્યા ઇરાદે ?

ઘોઘી : તપાસ કરવા ?

ઘોઘો : મનોમન બબડ્યો. પોસ્ટ મોર્ટમ ના કરે તો સારું. 

ઘોઘો : ચાલો ત્યારે ..... 

નિર્જન જ્ગ્યાએ પહોંચીને.... 

ઘોઘી : કેવું લાગે છે અહી ? 

ઘોઘો : હતા ત્યાને ત્યાં હોય એવું. 

ઘોઘી : મો કેમ બગાડે છે ?    

ઘોઘો : એક ને એક જગ્યાએ મને ના ફાવે. 

ઘોઘી : ખરેખર ? તો વસ્તી શોધીશું ? 

ઘોઘો : આસપાસ જો ક્યાય ઉકેળો છે. 

ઘોઘી : કેમ એમ પૂછ્યું ?

ઘોઘો : ઘોઘી...! તો ગામ નજીક હોય શકે.   

ઘોઘી : પણ ઉકેળો તો.? ઘોઘો અધવચ્ચે જ બોલ્યો એ કામનો.....!

ઘોઘી : એ કેવી રીતે....?  

ઘોઘો : એ જ ખાતર. 

ઘોઘી :મને તો વાસ આવે છે. 

ઘોઘી : સુવાસ પ્રથમ તબક્કામાથી પસાર થઈ રહી છે.

ઘોઘી : તો દુર્ગંધ ?  

ઘોઘો : સુગંધનું બીજા તબક્કામાથી પસાર થવું. 

 ઘોઘી :તે તો મારી રજા બગાડી .... 

ઘોઘો : તે પણ મારી મજા બગાડી .....

ઘોઘો : હજુ ઘણી વાત અધૂરી રહી .... 

ઘોઘો : કાલે હોં .. !રવિવારની રજા પૂરી થઈ .......  

(ક્રમશ)


(6)

થોડું પાછળ 

https://www.facebook.com/photo.php?fbid=691209717655399&set=a.119481608161549.20378.100002991311961&type=1

ભીની આંખે તકિયું ભીંજવતી ઘોઘી વિચારે છે.

ઘોઘાની વાત પણ આમ તો જોકે ખોટી નથી. 

હું એની ફિકર કરનારી કોણ ?

મોડી રાત સુધી આમ વિચારતી વિચારતી ઘોઘી અંતે, પરોઢ પોઢી ગઈ. 

મોડુ સુવાના કારણે ઘોઘી મોડે સૂતી રહી...  

અકલે કે રાત્રે ઘોઘાની લ્હાયમાં મોડેથી સૂતેલા ઘોઘી, સવારે મોડે સુધી સુતી રહી એમ....! 

રોજ પ્રભાતે વહેલી ઉઠતી ઘોઘી કેમ હજુ ઉઠી નહીં.? 

આમ વિચારતી ઘોઘીની માં એ હાકલ મારી.

ઘોઘી...એ...ઘોઘી ...ઉઠ બેટા બૌ મોડુ થઈ ગયું છે,  

ઘોઘો ચાયની રાહ જોતો હશે. ભૂખ્યો પણ થયો હશે, ઊઠ બેટા જા ઘોઘા માટે ચાય નાસ્તો લઈ જા માઃ નો અવાજ સાંભળી ઘોઘી આળસ મરડતા બોલી, બોલી હાં માં હું જાગી ગઈ છું તું ચાય મૂક ... 

ખરેખર અજબ સંબંધ ગજબ બંધન કેવુ છે પણ.... 

ન કોઈ નામ ન ઠામ ઠેકાણું છતાં, આ કેવુ વળગણ... 

ખબર નૈ ઘોઘાને કેમ કોઈ આટલુ બરદાસ્ત કરે....

કોઈ પ્રેમથી યાદ કરે કોઈ પ્રેમ કરી બરબાદ કરે..... 

ખૈર.... 

ઊછીના શબ્દો ઊડીને યાદ આઈ ગ્યા અચાનક અકલે....

રાતની વાત અને ઘટના બાદ પણ સવાર પડતાજ ઘોઘાને, 

ઘોઘાની ફીકર થાય અને ઘોઘો પણ સવાર પડતાજ..! 

રાત્રે પોતે શુ શુ બાફ્યુ હતુ એ બધુ ભૂલી જાય.... 

લે વળી વર્ષો પહેલાં વાળી ભાઈબંધે કહેલી વાત.! 

વચ્ચે ટપકી પડી ને પછી મારે એ લખવી પડી આજ..! 

થાય..! "અનંત" પ્રેમ મા એવુ પણ થાય... 

ક્યારેક એક ક્ષણ સદીયો સુધી લંબાય જાય.... 

તો ક્યારેક સદીઓ પણ ક્ષણમાં સંકેલાય જાય .

થાય..! "અનંત" પ્રેમ મા એવુ પણ થાય... 

ઘોઘાનુ પણ કાંક એવુજ....! 

હાં માં હું જાગી ગઈ છું તું ચાય મૂક ... 

એમ કહી, આળસ મરડી ઘોઘી બેઠી થઈ, 

ઘોઘીયાએ ઘડિયાળ સામે જોયું તો, 

પોણા દસ વાગી ગયા હતા. 

ઘોઘી ફટફટ ઊભી થઈ. મો ધોયા વિના જ રસોડામાં ગઈ 

અને, ઘોઘા માટે કાંચના ગ્લાસમાં ચાય ભરી. 

ચાય લઈને ફટાફટ ઘોઘી ઘોઘાના ઘેર જવા નીકળતી હતી ત્યા વળી વિચાર આવ્યો, કાલે રાતના ઘોઘો જમ્યો પણ નથી,

લાવ થોડા થેપલા પણ લેતી જાઉં. 

આમ વિચારી ઘોઘી પાછી રસોડામાં ગઈ.

 ને  ઘોઘા માટે થેપલા લીધા.

ચાય ને થેપલા લઈ ઘોઘી ઘોઘાના ઘેર ગઈ ...

દૂરથી જ જોયું તો ઘોઘાના ઘરનો દરવાજો હજુ બંધ હતો. 

ઘોઘી ને જોરદારનો ગુસ્સો આવ્યો... 

એક નંબરનો ઊઘણસી કુંભકર્ણ .... હજુય સૂતો છે. ! 

બે શરમ ! નૈ તો મારા પહેલા સૂઈ ગયો હતો. 

અક્કલ વગરનો મારુ મગજ ફેરવી નાખ્યું  ઊઘમાં ને ઊંઘમાં જે મનમાં આવ્યું તે બબડીને,    

બે પરવાહ, લા પરવાહ ને ખબર નથી કે, 

એના વાંકે મારી આખી રાત બગડી છે ... 

આમ મનમા બબડતી બબડતી ઘોઘી, 

ઘોઘાના ઘર સુધી પહોંચીને

પગેથી બંધ દરવાજો ખખડાવા લાગી... 

શું કરે, એક હાથમાં ચાય નો ગ્લાસ ને, 

બીજા હાથમાં થેપલાની પ્લેટ હતી... 

ઘોઘા...એ ઘોઘા.... ઊઠ..! હજુ સૂતો છે કે ...

આળસુના પીર હવે તો ઉઠ અને દરવાજો ઉઘાડ...

બારણે ઊભા ઊભા આમ બરાડી, 

ફરી ઘોઘીએ પગેથી દરવાજો ખખડાવ્યો.. 

જો કે ભીતર ઘોઘો તો ક્યારનો જાગી ચૂક્યો હતો પણ, બિચારો પીંજરામાં પુરાઈ ગયો હતો. 

ઘોઘા એ સવારે ઊઠીને જોયું તો દરવાજો બંધ હતો, 

ઘોઘાને એમ કે ,

જતાં જતાં ઘોઘીએ દરવાજો ખાલી આડો વાસ્યો હશે. 

પણ નજીક જઈ ખોલવા પ્રયાસ કર્યો તો ખૂલ્યો નહીં. 

તેથી સમજી ગયો કે,જતાં જતાં ઊંઘમાં ઘોઘી ભૂલમાં દરવાજાને બહારથી

આગળિયો મારી ગઈ છે.

બાકી ઘોઘાના ઘરનો દરવાજો ક્યારેય સાવ બંધ ના હોય !   

હવે શું કરવું આ ઘોઘી તો મને પીંજરામાં પૂરી ને ચાલી ગઈ.

એક તો જોરદાર ભૂખ લાગી છે .. 

અને આ ઘોઘી... પેટ પર હાથ ફેરાવતા ઘોઘો ગુસ્સે થઈ બબડ્યો 

હવે તો ઘોઘી  દરવાજો ખોલે, ત્યારેજ ઊડી શકાય.  

ત્યાં સુધી મારે તો તરફડિયાં જ મારવાના પાંજરામાં. 

આમ મનમાં ને મનમાં મુંજાતો  ઘોઘો,

ઘોઘી ના આવવાની રાહ જોતો સોફા પર ધબ્બ દૈ બેસી ગયો. 

અને દરવાજો ખખડ્યો, પછી ઘોઘીનો આવાજ સંભળાયો ... 

ઘોઘા એય બેરા દરવાજો ઉઘાડ .... 

ઘોઘો વિચારમાં પડી ગયો આ અક્કલ વગરની, 

પોતેજ બહારથી દરવાજો બંધ કરી ગઈ છે,

તો પણ મને કા ખોલવાનું કહે છે. 

નક્કી ઘોઘી હજુ નીંદરમાં લાગે છે.  

ભલે ખખડાવે મારે શું..! 

આમ વિચારી ઘોઘો બેઠો રહ્યો. 

ઘોઘીએ ફરી દરવાજો ખખડાવ્યો અને બૂમ પાડી 

અલ્યા  બે'રા સાંભળતો નથી... 

ઊઠીને મો ધોયા વગર હાલી આવેલી ઘોઘીને, 

હજુ ખબર નથી કે દરવાજો બહારથીજ બંધ છે. 

અને પોતેજ બહારથી દરવાજો બંધ કરીને ગયેલી એ પણ ઘોઘી ભૂલી ગયેલી. 

ક્ષણભર ઘોઘીને પણ વિચાર આવે છે કે, 

ઘોઘો કોઈ દિવસ દરવાજો બંધ કરતો જ નથી-

તો પછી આજે એવુ તે શું થયું કે, 

ઘોઘીએ દરવાજો બંધ કરી દીધો ..! 

ઘોઘીને મનમાં બીક પણ લાગી કે, 

વળી ક્યાક પછવાળેથી રવેશ ઠેકી ભાગી તો નૈ ગયો હોય ને.? 

આનુ કૈ નક્કી નૈ મનમા મુજરો અનુભવતી ઘોઘીએ પગથી દરવાજાને ઠેલા મારતા ફરી હાકલ મારી દરવાજો ખોલ... ઘોઘા... એ..ઘોઘા.. હજુ ઊંઘે છે કે... 

તારી ચાય ઠરી જશે.. જટ દરવાજો ઉઘાડ... 

કેમ આજે તે દરવાજો ભીતરથી બંધ કર્યો છે.? 

ખોલ જલ્દી  યાર્ર ..    

હવે ઘોઘાથી રહેવાયું નહીં. 

અને દરવાજા પાસે આવીને ચીલ્લાયો .... 

અક્કલ વગરની મે દરવાજો બંધ નથી કર્યો.... 

તને ખબર નથી...! 

હું ક્યારેય દરવાજો બંધ નથી કરતો....

મને દરવાજો બંધ કરતાં આવડતું જ નથી ... 

જેમ હું ખુલ્લો તેમ દરવાજો પણ કાયમ ખુલ્લો જ હોય છે,  

જેને આવવું હોય તે આવી શકે છે સમજી... 

દરવાજો તેજ બંધ કર્યો છે. 

એવું બધુ તને વધારે આવડે, 

તને પાછી બૌ બીક હોય ને કોઈ ઘૂસી જશે તો... 

ગુસ્સાનો માર્યો ઘોઘો બધુ ડબલ અર્થમાં બોલી રહ્યો હતો....

ઘોઘીને સમજાતું હશે કે નૈ ખબર નથી. 

હજુ પણ ઘોઘીને યાદ નથી આવતું કે ના તો તેનું ધ્યાન પડે છે કે,

દરવાજો તેણે જ બંધ કર્યો છે ! 

જો કે સાવ તાળું નથી માર્યું માત્ર આગળિયો જ માર્યો છે . 

હાં માત્ર આગળિયો જે પહેલા ક્યારેય નહોતો માંર્યો... 

ઘોઘી બહારથી જ બરાડે છે, 

શું બંધ દરવાજે ગાંડા કાઢે છે અક્કલ વગરના..

દરવાજો ખોલ ને હવે .... 

મારા  હાથ થાકી ગયા છે, 

તારી ચાય ને થેપલા ઉપાડી ઉપાડીને ... 

અરે પણ તું કેમ સમજતી નથી ઘોઘી ! 

ક્યારનો કૌ છું કે મે ક્યારેય દરવાજો બંધ જ નથી કર્યો... 

તેજ બંધ કર્યો છે હવે તું જ ઉઘાડ... 

હવે છેક ઘોઘીનું દરવાજના આગળિયા તરફ ધ્યાન ગયું ને... 

ઓહ... મરાણા...

આ આગળિયો તો મે જ રાત્રે બંધ કર્યો, 

હતો આ ભટકેલ છટકીને ભાગ નૈ એટલે અને હુ.., 

ઘોઘીએ જટ પટ ચાય નો ગ્લાસ પટમાં મૂકી, 

ફટાફટ આગળિયો ખોલ્યો...  

આગળિયો ખૂલતાં દરવાજો પણ ખૂલ્યો.... 

ઘોઘો સામે જ ઊભો હતો... 

સોરી...સોરી...સોરી ...સોરી.... સોરી.... ઘોઘા...!  

મને ખબર નૈ કે રાત્રે..મે...મેજ ભૂલમાં .. સોરી..સોરી... 

મારાથી ભૂલમાં દરવાજો બંધ થઈ ગયેલો.

ને મે ભૂલમાજ આગળિયો મારી દીધેલો  ... 

જાણી જોઈને દરવાજો બંધ કરેલો એ વાત ઘોઘીએ જાણી જોઈને છુપાવી. 

સોરી...સોરી... કરતા કરતા... 

ઘોઘી ઘોઘાની બાજુમાથી સરકીને અંદર આવી ગઈ. 

ટીપોય પર ચાય અને થેપલાની પ્લેટ મૂકી, 

પોતે સોફા પર બેસી ગઈ... 

ચાલ હવે થેપલા તો આમેય ઠંડા જ છે  

ચાય પણ ઠરી જાય એ પહેલા નાસ્તો કરી લે... 

ઘોઘો હજુ અદબ વાળીને દરવાજા પાસે ઊભો છે. 

અને ઘોઘી સામે કતરાય છે... 

જાણી પીછાણીને દરવાજો બંધ કરવાની ભૂલના કારણે, 

ઘોઘી ઘોઘા સામે આંખ નથી મિલાવી શકતી.

ઘોઘી જુકેલી આંખે ફરી ઘોઘાને વિનંતી કરે છે ...

ચાલ ને હવે બાપ...! બૌ ખારો ના થા.

પેટમાં ભૂખ હોય ઘોઘો લાંબુ ખેંચવાનું મુનાસિબ નથી માનતો... 

હળવે હળવે ઘોઘો સોફા તરફ જાય છે, 

અને ઘોઘીથી થોડો દૂર બેસે છે... 

ટીપોયને પોતાની તરફ ખેંચે છે, 'ને ઘોઘી સામે જોયા વિનાજ  

ચાય થેપલા જાપટવા  લાગે છે ... 

ઘોઘી ડરતા ડરતા ઘોઘાને પૂછે છે. 

ઘોઘા તને યાદ છે કાલે ઊંઘમાં તું શું બોલ્યો હતો... 

ચહેરો ઘોઘી સામે ફેરવ્યા વિના 

ત્રાસી આંખે ઘોઘી તરફ જોઈ-

થેપલાનો ટુકડો મોમાં મૂકી ચાયનો ઘૂંટ ભરતા ઘોઘાએ, 

ઘોઘીને સામો પ્રશ્ન કર્યો . 

તને યાદ હતું કે તે દરવાજો બંધ કરી દીધો હતો ..?

ઘોઘી મુંજાણી કેમકે પોતે, 

જાણી જોઇને રાત્રે આગળ્યો માર્યો હતો,

અને પાછી એ હકીકત છુપાયેલી અકલે શુ બોલે ઘોઘી જો કે સવારે સાચેજ ભૂલી ગઈ એ વાત નોખી હતી. 

પણ રાત્રે તો તેણે જાણી જોઈને જ દરવાજો બંધ કરેલો.

ચૂપ  ઘોઘી મનમાં બાબડે છે.      

ઘોઘાએ ઘોઘીને સાથળ પર ટપલી મારી ,પૂછ્યું ,

કેમ ઘોઘી તું કઈ બોલી નહીં..! 

તું  ભૂલી ગઈ'તી ને કે તે ભૂલમાં દરવાજો બંધ કર્યો હતો...? 

બસ એજ  રીતે મને પણ કશું યાદ ના હોય સમજી...! 

ઘોઘાએ ચાયનો ઘૂંટડો ભરતા કહ્યું. 

કાલની હકીકત જાણવા અને પોતાનો બચાવ કરવા, અને ઘોઘા કાલે જે કઈ બોલ્યો તે શા માટે બોલ્યો હતો એ જાણવા ઘોઘીએ જડપથી ખોલ આપી દીધી. 

પણ ઘોઘા મે તો જાણી જોઈને દરવાજો બંધ કરેલો ... 

ઘોઘાએ ઘોઘીની આખમાં આંખ નાખી 

અર્થાત તાકી તાકીને ઘોઘી સામે જોઈ પૂછ્યું ,  

કેમ...? કેમ તે જાણી જોઈને દરવાજો બંધ કર્યો બોલ ! ઘોઘી !

હવે પછી ની વાત બેઉ બે અર્થમાં કરવા લાગ્યા... 

ઘોઘી:- કેમ શું ! તું તો સાવ અક્કલ વગરનો છે. 

ખુલ્લો દરવાજો જોઈ, રાત વચારે ગમે તે તારામાં માં ઘરમાં ઘૂસી જાય એ મને ના ગમે ને.?

ઘોઘો:- હા એ પણ ખરું જો કે, 

તો ઘોઘી એમ તો હું પણ મને ગમે !  

તેને જ હું ઘૂસવા દઉં ને.... 

તને  ગમેતે ના ગમે તો મને ક્યાથી ગમે ...  

અને જે ના ગમે એને તો હું પણ ના ઘૂસવા દઉં ને...  

ઘોઘી:- બસ તારો આજ વાંધો ... 

એટલેજ હું તને બંધ કરીને ગઈ'તી. 

અને એટલેજ હું બને ત્યાં સુધી તને રેઢો  નથી મૂકતી... 

ઘોઘો:- જાણે કેમ હું રેઢો પડ્યો હૌ ...

ઘોઘી:- સ્વાર્થી , ભૂખડ,  બધુ જાપટી ગ્યો...


ઘોઘો:- પણ શું..? 


ઘોઘી:- ચાય ને થેપલા ... 


ઘોઘો:- તો એમાં મારો શું વાંક..! 


તારે મને  રાત્રે જમવાનું આપવું જોઇયે ને.. ! 


ઘોઘો ભૂલી ગયો કે, 


રાત્રે તે વાતો કરતાં કરતાં સોફા પર જ ઢળી પડેલો ... 


અને પછી જ્યારે ઘોઘીએ જગાડયો ત્યારે ....


ઊંઘમાં ને ઊંઘમાં ઘોઘીને બૌ બધુ બોલી ગયેલો... 


પણ સવારમાં બધુ ભૂલી ગયેલો , "કદાચ...! "


ઘોઘી એ જોયું કે ઘોઘાને  કાલ ની કશી વાત યાદ નથી.... 


એનો અર્થ કે એ ઊંઘમાં જે બોલ્યો તે માત્ર બકવાસ હતો... 

ચાલો,  ભયો ભયો...

હવે બાકીના દિવસો ટૂંકા કરવામાં તકલીફ નૈ પડે....

ઘોઘી  ખાલી ગ્લાસ ને પ્લેટ લઈને ઊભી થઈ, 

અને ઘોઘાને કહે છે. 

ઘોઘા હવે હું જાઉં છું...! 

ઘોઘો પૂછે છે , કેમ આટલું જલ્દી ! 

બૌ મોડુ થઈ ગયું છે એક તો રાત આખી ઉજાગરો થયો છે .  

તેથી ઉઠવામાં મોડુ થયું,તને ખબર છે .!

ના ક્યાંથી હોય 

અરે આજે તો મે મો પણ નથી ધોયું

ઊઠીને સીધી તારે માટે ચાય 'ને થેપલા લઈને 

મો ધોયા વિના જ આવતી રહી...

હજુ મારે નહાવાનું બાકી છે અને નાસ્તો ...  

તું તો ભૂખ્ખડની જેમ બધુ જાપટી ગયો ... 

મને સાથે નાસ્તો કરવાનું પણ તે ના પૂછ્યું ... 

ઘોઘો :- બધી વાતે પૂછ પૂછ ના કરવાનું હોય ... 

ઘોઘી ગુસ્સે થઈ બોલી ... 

મારે સવાર સવારમાં, 

તારી સાથે જીભા જોડી નથી કરવી સમજ્યો ... 

તું તો સાવ નવરી બજાર છે..!

મારે ઘણા કામ છે, આજે મારે બહાર જવું છે... 

ઘોઘી એક સામટું ઘણું બધુ બોલી ગઈ 

કાલ રાતની વાત હજુ મગજમાં ઘૂમરાતી હતી... 

ઘોઘાને કશું યાદ ના હોય,

એ બાબતે કશું ના બોલવાનું વિચાર્યા હોવા છતાં 


થોડા આડકતરા ઇશારા કરતી ગઈ.. 

ઘોઘીને એક ધારુ બોલતી અટકાવતાં ઘોઘાએ પૂછ્યું . 

હવે તે બોલી લીધું... ? 

ઘોઘી:- હા... 

ઘોઘો:- તો હવે હું કઈક પૂછું ... 

ઘોઘી:- હાં.. 

પહેલા તો એ કહે કે કાલે રાત્રે તારે શા માટે ઉજાગરો થયો.... ? 

બીજું રાત્રે કેમ મને જમવાનું ના આપ્યું..? 

ત્રીજું:- તુ મો ધોયા વિના 

કેમ સવારમાં નાસ્તો લઈને આવી ... ?       

ચોથું:-રોજ વહેલી ઊઠીને પહેલા નહાઈ લેનારી તું કેમ આજે નહાઈ નહીં.. ? 

પાંચમો અને છઠો  છેલ્લો પ્રશ્ન તું બહાર ક્યાં જવાની છે..? 

શા માટે...?

ઓહો... ઘોઘા તું કેમ સમજી નથી શકતો ... ?

આમ કહેતા ઘોઘી દરવાજે જૈ થોડી ક્ષણ ઊભી.... 

શું જ્યાં લાગણીનો,  પ્રેમનો , આત્માનો, અલૌકિક સંબંધ હોય, 

ત્યાં પણ ખુલાસા આપવા પડે...???

દરવાજે ઊભી ઊભી આવુ મનોમન બબડતી ઘોઘીએ ઘોઘાને આવુ કશુજ કહ્યું નહી કારણ કે, 

ઘોઘી ખુદ જાણતી હતી કે, 

તેને, ત્યાંજ ખુલાસા આપવા પડે..! 

જ્યા ઊંડી લાગણી પ્રેમ અને આત્માનો

અલૌકિક સંબંધ હોય... 

આઝાદી નો આનંદ પણ ત્યાંજ, તેમાંજ હોય, 

જેમાં,જ્યા પ્રેમનુ અદ્રશ્ય બંધન હોય...

ઘોઘી જાણતી હતી કે ઘોઘો દુનિયાના ઘીસી પીટી વંચાય વંચાયને ચવાય ગયેલી, 

માત્ર કહેવા ખાતર કહેવાયેલી અને કોહવાયેલી 

એવી ફિલોસોફી થી પર છે ઘોઘો ...! 

ઘોઘો ઘોઘો છે ઘેંટો નથી એ વાત, 

ઘોઘી ભલી ભાતી  જાણતી હતી તેથી, 

શું જ્યાં લાગણીનો,  પ્રેમનો , આત્માનો, અલૌકિક સંબંધ હોય, 

ત્યાં પણ ખુલાસા આપવા પડે...???

એ સવાલ નો જવાબમા ઘોઘો મક્કમતાથી એટલુ જ કહેશે.... 

"હાં આપવા પડે..! "

ઘોઘીએ દરવાજાને અઢેલી મૌન આ બધુ વિચારતી હતી..... 

સ્વીકારતી હતી...... 

જવાબ મળી ગયો હોય તો જા હવે જા ઘોઘી...... 

તારે જ્યા જવુ હોય ત્યા....... 

આખરે નદી સાગરમાં જ ભળતી હોય છે....... 

ઘોઘાની વાત સાંભળી 

ઘોઘી જાણે તંદ્રા માથી જાગી અને, 

લજવાતા લજવાતા બોલી. 

હાં મારા દરિયા.... 

હુ જાઉ છુ... 

પછી પાછી રાતે નદી થૈ મળીશ... 

અને તને એક મસ્ત સવાલ કરીશ.. 

આમ કહી આંખ નચાવતી ઘોઘી ભાગી ગૈ... 

ક્રમશ..

ક્મશ...

ક્રમશ....


No comments:

Post a Comment