Thursday, 12 June 2025

વર્ષો બાદ એક છોકરીએ...






https://youtu.be/DeCIWABe1t0?si=iXZ47Ee_8db4h_CX














છોકરાઓ નો બાપ યુવાનીમાં અકાળે મરી ગયેલો... 

વર્ષો પહેલાં... 

ઉબડ ખાબડ સાંકડી અંધારી ગંધારી ગલીમાં... 

લઘરવઘર હાલમાં રખડતા ભટકતા... 

ગોબરા ગંધારા શેડારા છોકરાઓને ...

મુજ લબાડના ભરોસે છોડીને... 

વર્ષો બાદ એક છોકરીએ... 

જાણે એ એની મા હોય... 

અને ઓલા અસ્સલ બાપ જેવા... 

ગોબરા ગંધારા છોકરા....

જાણે એનેજ જાણ્યા હોય...

અને જાણે એ તેની જનેતા હોય 

( આ લખતા લખતા હુંય ઝણઝણી ઊઠ્યો... )

ગોબરા ગંધારા છોકરા....

જાણે એ તેની જનેતા હોય, 

જાણે એનેજ જાણ્યા હોય એમ...

એક સ્ત્રી પુરૂષ ને માત્ર પ્રેમી યા પત્ની ની માફકજ નથી સાચવતી બલ્કે ક્યારેક તેનામાં મમત્વ પણ જાગે છે અને એ રીતે વ્હાલ કરે છે..! 

એજ રીતે આયે ભાઈબંધ ના ગોબરા ગંધારા છોકરાઓને પોતીકા સમજી પોતાના ગોરા ગોરા સુંદર મજાના નાજુક નમણા હાથે ઘસી ઘસીને નવડાવી ધોવડાવીને એકદમ ઉજળા કર્યા... 

પછી સુંદર વસ્ત્રો પહેરાવી... 

આંજળ પાવડર કર્યા... 

છોકરાઓ પણ વર્ષો બાદ... 

સુંદર નાજુક નમણી સ્ત્રીના હાથનો સ્પર્શ પામી... 

રાજી રાજીના રેડ થૈ ગયાં... 

રાતના અંધારે... 

હું એ સાંકડી ગલીમાં ગયો... 

અંધારામાં પ્રકાશ થયો... 

અને કીલકારી કરતાં એ છોકરાઓ... 

મને ઘેરી વળ્યા...

અને વળગી પડ્યા ... 

થોડી ક્ષણ મને, 

મારી સગ્ગી આંખ પર વિશ્વાસ ન બેઠો... 

ઓળખવા છતાં હું ઓળખી ના શક્યો... 

ન બાપા ગોબરા ગંધારા શેડારા લઘરવઘર... 

છોકરાઓ ને મે વર્ષો બાદ... 

એકદમ વ્યવસ્થિત જોયા... 

એમના ચહેરા પર વર્ષો બાદ... 

જોઈ મે અલૌકિક ચમક..! 

અને અંજાયેલો ભીતરથી ભીંજાયેલો હું 

બાળકોને જોતોજ રહી ગયો... 

મારી અંદર બહાર... 

માથાના વાળથી છેક પગના તળિયા સુધી... 

એક અલૌકિક લખલખુ પસાર થૈ ગયુ...

અને, 

મારી નજર સામે ઉભરી આવ્યો... 

વેરવિખેર વાળ વાળો... 

લાલઘુમ પરસેવે નીતરતો ચહેરો... 

લઘરવઘર મેલાઘેલા ફાટેલા ગંજીના ફાંકામાથી ડોકાતી છાતી, 'ને ગોઠણ લગી ચડાવેલ પેન્ટના પાઈંચા વાળો અસ્સલ એના છોકરાઓ જેવો 

લઘરવઘર બાપ..! 

અકલે કે મારો ભાઈબંધ... 

મારી આંખ સામે તરવરવા લાગ્યો...

સ્પષ્ટત દેખાતુ દ્રશ્ય...

ક્ષણભર ધુંધળુ થઇ ગયુ... 

સાલ્લુ એક તો રૂમાલ પણ ટાણેજ ખોવાય જાય...

વારંવાર અપલક હું કોઈ સુંદરીના હાથે... 

સુંદર સુઘડ થૈ ચુકેલા છોકરાઓને જોતો 

હતો અને વીચાર તો હતો... 

કે કાશશશશ... 

આ બાળકો નો બાપ જીવતો હોત... 

હજુય એજ અફસોસસસસ કરતો

હું બાળકો સામે જોતો હતો ત્યાંજ...

લઘરવઘર ગોબરા ગંધારા શેડારા છોકરાઓને

ઘસી ઘસીને નવડાવી ધોવડાવી...

સુંદર સુઘડ તૈયાર કર, નારી 

છોકરાઓની મા અચાનક ઉપસ્થિત થૈ... 

જાણે અંદરનો અવાજ એને પણ સંભળાયો હોય...

એ છોકરી કોણ હતી ખબર છે.? 

એ છોકરી તું 

પ્રીય લૂઉઅ... 

પ્રીય કહ્યું છે પ્રીયે નહીં..! 

કારણ કે પ્રીય કહેવામાં પરમીશન ન લેવી પડે.! 

પ્રીય કોઈને પણ કહી શકાય... 

પ્રીય કોઈ પણ હોઈ શકે છે.! 

આથી પ્રીય કોઈને પણ બિન્દાસ કહી શકાય.! 

બાકીપ્રીયે કહેતા પહેલા જરૂર વીચારવુ પડે..! 

અને પ્રીયે કહેવા માટે પરમિશન પણ લેવી પડે.!

અથવા તો કોઈએ આપી હોવી જોઈએ... 

"અનંત" પ્રેમથી પ્રેમી યા પ્યારી પ્રેમીકા અગર પ્રેમથી પ્રેમ ની પરમીશન આપે તોજ અને ત્યારેજ પ્રીયે કહેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે.! 

આવુ કાં'ક વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે કહ્યું હતું મને લૂઉઅ..! 

**********

બોંબ પણ મારો ને ચીંગારી પણ મારીજ.! 

આમ તો હું બીકણ છું છતાં ખૂબ હીંમત 

એકઠી કરીને... 

આજે મે જાતેજ બોંબ પર ચીંગારી ચાંપી... 

અને પછી જે થયો એ 

*બ્લાસ્ટ*

ઝર્રઝર્રીત કાગળની... 

ગોબરી ગંધારી સાંકડી ગલીમાં... 

લઘરવઘર હાલમાં આમતેમ 

રખડતા ભટકતા ... 

ગોબરા ગંધારા શેડારા છોકરા 

અકલે શબ્દો અનંતના... 

અય દોસ્ત ભાઇબંધ.... 

ભુલ ભુલમા ભુલથી ભુલ થૈ ગૈ છે મારાથી... 

તું તો જાણે છે બધુજ છુપાવવુ શું તારાથી.... 

આ સત્ય ઘટના નો લેખક "કતીરા.." 

અકલે કે હૂં પોતે..!

આમ તો આમ કહેવું મને હરગીઝ પસંદ નથી

નથીજ ગમતુ આમ કહેવુ પણ કહેવું પડે છે.! 

"ક, તીરા"

આઇ એમ પોતે

ભલે મને ગોતે

આવું કાં'ક બચપનમા

સ્કુલમાં અમે બોલતા

https://www.facebook.com/share/p/19Bc7JLQ7C/

No comments:

Post a Comment