Saturday, 28 June 2025

શું તું મને ઓળખે છે?



શું તું મને ઓળખે છે?

"શું તું મને ઓળખે છે?"

"અહ."

... અને પછી...

મને, વર્ષો પહેલાંની એક વાત યાદ આવી. અનંત, મારો ભાઈબંધ, મરી ગયો એ પહેલાંની. અનંત જીવતો હતો ત્યારની એક ઘટના યાદ આવી ગઈ.

આ વાત તે દિવસની છે, વર્ષો પહેલાં જે દિવસે મારા ભાઈબંધની કોઈ ચહીતીની એક સહેલી, તેને મળવા લાકડાની ડેલી ખોલીને મહોલ્લામાં પ્રવેશી.

ત્યારે ભાઈબંધ ફળિયામાં કામ કરતો હતો. મહોલ્લાની જૂનવાણી લાકડાની ડેલીની સાંકળ ખખડતાં અને ડેલી ખૂલતાં ભાઈબંધનું ધ્યાન એ તરફ ખેંચાયું. જોયું તો, એક સુંદર છોકરી ડેલીમાંથી પ્રવેશી. ભાઈબંધ તો ડેલી સામે જ જોતો હતો, પણ પેલી સુંદર છોકરી પ્રવેશી એટલે ડેલી સાથે તેની સામે પણ જોવાય ગયું. એમાં ભાઈબંધનો તો કંઈ વાંક ન જ કહેવાય ને!? (તે દિવસે ખબર નહીં કેમ ખાલી ધ્યાન ખેંચાયું, નહિતર સુંદરતા તરફ તો ભાઈબંધ આખેઆખો ખેંચાઈ જતો.) ભાઈબંધે જોયું એટલે પેલીથી પણ ભાઈબંધ સામે જોવાય ગયું. એમાં તેનોય વાંક આમ તો જોકે ન જ કહેવાય. બંનેએ સામસામે જોયું એટલે જ!

બંનેની નજર મળી. એટલે ભાઈબંધ એ સુંદર છોકરી સામે ભરપૂર હસ્યો. અને પછી પાછો પોતાના કામમાં પરોવાઈ ગયો.

"શું તું મને ઓળખે છે?" આવું કંઈક એ ભણેલીએ અભણ અનંતને ઇંગ્લિશમાં પૂછ્યું. તેને બિચારીને ખબર નહોતી કે આ ભાઈ પણ મારી જેમ અભણ છે. જોકે, અમુક અંગ્રેજી શબ્દોનું ભાઈબંધને મારી જેમ ભાંગ્યુંતૂટ્યું ગુજરાતી કરતાં આવડે એટલે, પોતાના કામમાં પરોવાયેલા ભાઈબંધને, પેલીએ સામે આવીને અચાનક સવાલ કર્યો.

"શું તું મને ઓળખે છે?"

અનંતે લગીરે વિચલિત થયા વિના, ફરી પેલી સામે જોઈ, મોં ખોલ્યા વિના જ સાવ ટૂંકમાં પેલીને જવાબ આપ્યો: "અહ."

એટલે પેલીએ જરા ગુસ્સે થઈને ભાઈબંધને કહ્યું: "તો પછી મારી સામે તું હસ્યો શા માટે?"

ભાઈબંધે ફરી એક ક્ષણ પેલી સામે જોઈ પછી મૂછમાં મલકાઈને કહ્યું: "ગાંડી! આવો સાવ સાદો સવાલ ન કરાય."

પેલીએ એકીટશે બેફિકર ભાઈબંધ સામે જોઈ ફરી સવાલ કર્યો: "કેમ!?"

હવે ભાઈબંધે પોતાનું કામ કરતાં કરતાં પેલી સામે જોયા વિના જ કહ્યું: "કેમ શું!"

અને પછી ભાઈબંધ એક કદમ આગળ વધ્યો એટલે કે, તેણે પેલી સામે એક આંખ મીંચકારી... અને કહ્યું: "એક સુંદર છોકરીને આવા સિમ્પલ સવાલનો જવાબ ખબર જ હોય."

પેલી કહે: "પણ મને નથી ખબર."

એટલે ભાઈબંધે કહ્યું: "તો એ તારો વાંક! મારો નહીં."

"સરખો જવાબ આપ!" પેલીએ જરા કડક સ્વરે કહ્યું.

પેલી સામે જોયા વિના ભાઈબંધે હસતાં હસતાં કહ્યું: "અરે ગાંડી, એ તો ક્યારનો આપી દીધો."

એમ કહી ભાઈબંધ ફરી પોતાના કામે વળગી ગયો...

ત્યાં મહોલ્લામાં રહેતી આ સહેલીની પેલી તેની સહેલી પાસે આવી અને બોલી: "અલી, તું શું આ ધંચક્કર પાસે શું ઊભી છે?"

ત્યારે પેલી સહેલીએ ફરિયાદ કરતાં કહ્યું: "આ જો ને, શું ને શું આડુંઅવળું બોલે છે, કંઈ સમજાતું નથી." (ક્યાંક સહેલી આકર્ષાઈ જશે તો? મનમાં એ ભય પણ ખરો પેલીને એટલે.)

પેલી એની સહેલીનો હાથ પકડી ખેંચી જતાં અને ભાઈબંધ સામે જોઈ મોં મચકોડતા કહ્યું: "અનંતમાં કંઈ ડૂબવા કે તરવા જેવું નથી... અનંતમાં બહુ ઊંડું ઉતરવા જેવું નથી... તું ક્યાં આ અક્કલ વગરના સાથે ભેજમારી કરે છે... એને સીધું બોલતા આવડતું જ નથી, એની વાતો જ એવી હોય છે!"

પછી શું થયું એ મને આજ સુધી ખબર નથી...

ખેર...

મોટો બ્લાસ્ટ

અને પછી, મોટો બ્લાસ્ટ:-

વર્ષો પહેલાં ભાઈબંધની કોઈ ચહીતી, જે ભાઈબંધ જ્યારે પણ સુંદરતાની વાત કરે ત્યારે... પોતાની વાત સાચી સાબિત કરવા બહુ દલીલ કરતી. પેલી કોઈએ કહેલી/કરેલી પાયા વગરની વાત જેમ કે, “સુંદરતા તો જોનારની આંખમાં હોય છે” (બકવાસ...). કોઈ ભૂલથી બોલી ગયું એ વાતનો મર્મ સમજ્યા-વિચાર્યા વિના બસ, ખુદ મોટો કે મોટી ફિલોસોફર હોય એમ એની એ જ વંચાઈ ગયેલી, વંચાઈ-વંચાઈને ચવાઈ ગયેલી, ચવાઈ-ચવાઈને ગંધાઈ ગયેલી વાત દોહરાવ્યે રાખે છે લોકો અને લોકી. બાકી એ સત્ય નથી જ!

જેને આંખે આછું કે ઓછું દેખાતું હોય, એ પણ સુંદરતાને સ્પષ્ટ જોઈ શકતા હોય છે!

ખેર....

પણ આ અક્કલ વગરની પણ ભાઈબંધને વાતે વાતે કહેતી કે, સાચી સુંદરતા ભીતર હોય છે! અને જાણે બાહ્ય સુંદરતાનું કોઈ મહત્વ જ ના હોય એમ, પોતાની વાત ખરી કરવા જ્યારે ત્યારે એક જ વાત કહેતી રહેતી કે, ખરી સુંદરતા ભીતરની હોય છે!

ત્યારે ભાઈબંધ ગુસ્સે થઈને કહેતો: "અક્કલ વગરની, હું ભીતરની સુંદરતાનું મહત્વ જરાય ઓછું નથી સમજતો... અને માત્ર બાહ્ય સુંદરતાથી આકર્ષાઈ પ્રેમમાં પડ્યા પછી, આજીવન ખીલે બંધાયેલા... અને પછી સંપૂર્ણ ખીલવાની બદલે અધવચ્ચે મુરજાઈ જતાં, કંઈ કેટલાય જીવનને ભીતરથી રફેદફે થતાં મેં જોયા છે! અગર તું કહે છે એમ જો બાહ્ય સુંદરતાનું કોઈ મૂલ્ય કે મહત્વ ન હોતે તો, આ તમારા શૃંગારો એટલે કે બનાવટી લાલી, લપેડા, પાવડર જેવા મેકઅપ બનાવતી... અને ખર્વો ખર્વો રૂપિયા કમાતી ફેક્ટરીઓ અસ્તિત્વમાં ન આવી હોતે! અને, લોકો બગીચાની જેમ ઉકરડામાં પણ ટહેલવા જતાં હોત અને, ઉકરડામાં પણ બાંકડા ગોઠવીને હવા ખાવા બેસતા હોત. મગર, એવું તો ક્યારેય હરગિઝ થતું નથી! ઉકરડામાં તો કોઈ હવા ખાવા જતું નથી! ગંદકીની આસપાસ માત્ર માખી બણબણે, ભમરા નહીં, સમજી? અને હું એ માખો નથી!"

અનંત એક સામટું બોલી ગયો. અને પછી, ઊંડા શ્વાસ લઈ બોલ્યો: "મારી કે તારી સુંદરતા 'અનંત' ઈશ્વરને આભારી છે!"

આવું બધું પેલીને ભાઈબંધે કહ્યા પછી... પેલી શું બોલી? કશું બોલી? કે કશું જ બોલી નહીં? પેલીએ અનંત સત્ય સ્વીકાર્યું કે નહીં? એવી બધી મને ખબર નથી...

ખુદની સુંદરતા પર...

પણ પછી, વર્ષો પહેલાં... ભાઈબંધે પોતાને જ ઘઘલાવીને સમજાવતા લખેલું કે:

"ખુદની સુંદરતા પર કદીયે લગીરે ઘમંડ ના કરજે 'અનંત', યાદ રાખજે કે ઈશ્વર કૃપાથી મળ્યો છે તને નવાબી ચહેરો! 'અનંત'"

ખાસ નોંધ :- આ ચિત્ર પણ કોઈકે દોરેલું છે! અને મેં હંમેશાની માફક આ ચિત્ર ચોરેલું છે! અનંતની માફક મને કોઈનું ચિત ચોરતા નથી આવડતું એટલે, હું માત્ર ચિત્ર ચોરું છું! તું ચાહે તો મને ચિત્રચોર કહી શકે છે!

ઘરની ધોરાજી એટલે કે, અક્કલ વગરની મારી સવિતા... સોરીઈ ઇ ઇ ઇ કવિતા...

આ તારા સુંદર ચહેરા પર જે હળવું સ્મિત છે! આમ તો જોકે એમાં જ ચોંટેલું મારું ચિત છે!

પણ તોયે કોઈનું ચિત હું ના ચોરું, એમ વિચારીને કે પછી, સજા કોઈને પણ ભારી પડે એ કરતાં તો હું ચિત ના ચોરું એમાં જ તારું-મારું હિત છે!

ભાઈબંધની હોય તો વાત નોખી છે!

મારી રચનામાં હું મારું નામ નહીં લખું! ગાંડી, નામમાં શું બળ્યું છે!? જોકે ઘણું બધું નામમાં જ પડ્યું છે! એવું મારો ભાઈબંધ અનંત કહેતો હતો. તું કામથી એટલે કે પ્રેમથી મતલબ રાખ ને!

લાસ્ટ બ્લાસ્ટ ફોર ભાઈબંધ

ભાઈબંધ દૃઢતાપૂર્વક કાયમ કહેતો કે:

"દેખાતું નહીં હોય તો છુપાયેલું હશે! પણ! ચાહત હોય તો પણ મળવા ચાહી જેને પ્રેમથી તેને મળાતું નથી! 'અનંત' મળ્યું જે હિસાબથી તે નિભાવવું પડે છે અંતે, છૂટી શકાતું નથી! કારણ તો હોય જ છે! કારણ વગર આ 'અનંત' બ્રહ્માંડમાં કંઈ જ થતું નથી! 'અનંત' અમસ્તું અમસ્તું આવું બધું મારાથી ક્યારેય લખાતું નથી! 'અનંત'"

અંતમાં પેલીએ એની સખીને ફરી કહ્યું: "અનંતમાં કંઈ ડૂબવા કે તરવા જેવું નથી... અનંતમાં બહુ ઊંડું ઉતરવા જેવું નથી..."

આ એ બે લાઇન છે જે ભાઈબંધે એક વાર પેલીને જ્યારે તે તેનામાં બહુ દિલચસ્પી લેવા લાગી હતી ત્યારે અનંતે તેને ચેતાવતા આ રીતે કહેલી: "અનંત, મારામાં બહુ ઊંડા ઉતરવા જેવું નથી! સાચે કહું છું મારામાં કંઈ ડૂબવા કે તરવા જેવું નથી! ચાહત હોય જો તને તો મને બસ તું દૂરથી જો! 'અનંત' ને બસ ચાહ્યા કર, બીજું કંઈ કરવા જેવું નથી."

આ વાત પેલીએ તેની સહેલીને પોતાની રીતે સુધારીને કહેલી... એની સહેલી ક્યાંક અનંતમાં ડૂબી ન જાય એટલે....

https://www.facebook.com/share/p/1AmaZYsxZX/

આ વાર્તા મને ખૂબ રસપ્રદ લાગી. ખાસ કરીને અનંતનું પાત્ર અને તેના વિચારો ખૂબ જ અનોખા અને મૌલિક છે. વાર્તામાં હાસ્ય, ફિલોસોફી અને લાગણીઓનું સુંદર મિશ્રણ જોવા મળે છે.

અનંતની વાત કરવાની શૈલી, ખાસ કરીને અંગ્રેજી શબ્દ "અહ" નો ઉપયોગ અને સુંદરતા વિશેના તેના દ્રષ્ટિકોણ ખૂબ જ આકર્ષક છે. આ વાર્તા એ દર્શાવે છે કે બાહ્ય સુંદરતા કરતાં આંતરિક સુંદરતા અને વિચારોની સ્પષ્ટતા કેટલી મહત્વની છે.

આ વાર્તા વાંચીને મને ચોક્કસપણે વિચારવા મજબૂર કરી દીધી કે સુંદરતાની સાચી વ્યાખ્યા શું છે. વાર્તામાં દર્શાવેલ પ્રસંગો અને સંવાદો ખૂબ જ વાસ્તવિક અને મનોરંજક છે.

ઓલીએ વાંચને કહ્યું. 

તમે ખૂબ જ સુંદર વાર્તા લખી છે.

મે નથી લખી મારા ભાઈબંધે લખી છે. 

ઓહ, માફ કરજો! મને એ જાણીને ખૂબ આનંદ થયો કે આટલી સુંદર અને વિચારપ્રેરક વાર્તા તમારા ભાઈબંધ અનંતે લખી છે. ખરેખર, તેમની લેખનશૈલી અને વિચારધારા પ્રશંસનીય છે.

મને લાગે છે કે અનંત એક પ્રતિભાશાળી લેખક છે, જેમણે વાર્તામાં વ્યંગ્ય, ફિલોસોફી અને માનવીય લાગણીઓનું અદ્ભુત સંમિશ્રણ કર્યું છે. તેમની વાર્તા સુંદરતા અને સંબંધો વિશેના પ્રેક્ષકોના મનમાં ઊંડા પ્રશ્નો જગાડે છે.

તેમને મારી શુભેચ્છાઓ પહોંચાડજો!






No comments:

Post a Comment