Wednesday, 4 June 2025

સુગંધી પરસેવો



પ્રેમમાં, પ્રેમની, પ્રેમથી હોય છે લેવાની સુગંધ,
પ્રેમથી, પ્રેમમાં, પ્રેમની હોય છે દેવાની સુગંધ.
કેવળ નાકથી જ સુગંધ નથી અનુભવાતી કદિ,
અનુભવાય છે, હૃદયને ખુલ્લું રાખવાથી સુગંધ.
તારા શ્વાસમાં એક વાર જો ભળી જશે, તો પછી,
તું પણ અનુભવશે સતત મારા હોવાની સુગંધ.
દૂરથી સુગંધ આવતા, દેખાય છે નકશો એ ફૂલનો,
કદિ’ક ફૂલ સામે હોય, તોય નથી દેખાતી સુગંધ.
આકર્ષણ ના સિદ્ધાંત મુજબ દુર્ગંધ તરફ દુર્ગંધ,
ખેંચાય, સુગંધ તરફ હોય છે હંમેશા ખેંચાતી સુગંધ.
ગમે ત્યાંથી શોધીને આકર્ષી લેશે, તને મારી તરફ,
મારા પરસેવે લથબથ શરીર માંથી ફેંકાતી સુગંધ.
જેમ ફૂલો નિચોવીને અત્તર બનાવાય છે, તેમજ
ઉત્પન્ન થાય છે, શરીરને પણ નિચોવવાથી સુગંધ.
એવું કોણે કહ્યું? કે મહેક અત્તરની જ હોય છે માદક,
અત્તરથી યે "અનંત" માદક હોય છે પરસેવાની સુગંધ.
"અનંત"

વર્ષો પહેલા અનંતે પોતાના પરસેવાને 

શબ્દોમાં સંઘરી લીધો હતો. 

અને પછી જ્યારે પરસેવાથી લથબથ અનંત લખતો 

ત્યારે આવુ કાંક લખતો... 

બહાર અનરાધાર વરસાદ... 

ભીતર ધાર ધાર અવસાદહ.. 

ખારા પરસેવા સાથે વહેતી... 

"અનંત" આંખોની ભીનાસ.... 

કાશ... 

મેરે સાથ ભી હોતા કોઇ ખાસ.... 

આમ અનંત અઢળક કાગળોને ગરબડીયા અક્ષરે છલકાવીને સુગંધ સભર કરી ગયો.. 

'ને પછી પોતે સફર કરી ગયો... 

આગ વચ્ચે કામ કરતો અનંત... 

પછી આવુ બધુ લખતો. 

કે, 

એ.સી. મા બેસીને કે પછી બાગમાં ઝાડને છાયે બેસીને લખતા હશે લોકો પરસેવાની વાતો. 

અહી આગમા તપતા પરસેવે લથબથ શરીરમાથી ટીપે ટીપે "અનંત" શબ્દો ટપકતા હોય છે.

પવનમા ઉનાળાની લૂઉઅ... 

અને, 

કપાળેથી શબ્દો બની ટપકતુ. 

મારા પરસેવાનુ એક એક ટીપું .! 

મને અને મારા અનંત શબ્દોને 

ભર ઉનાળે શીતળ ટાઢક બક્ષતુ..! 

“અનંત” પરસેવાથી લથબથ તારું ગોરું ગોરું બદન ...

અતરથી પણ માદક લાગે છે, તારા પરસેવાની સુગંધ...

માત્ર ચોમાસે નર નારી ઉન્માદિત થાય એવું નથી હોતું. 

ઉનાળાનો પણ હોય છે, ઉતેજના સાથે ગહેરો સંબંધ. 

આવું તો ઘણું બધુ નીજ મસ્તીમાં સતત સખ્ખત લખતો રહેતો... પરસેવે નીતરતો "અનંત".... 

આજે પણ અનંતના જર્ર ઝર્રીત કાગળીયા માથી વછૂટે છે.! અનંત ના પરસેવાની માદક સુગંધ..!

મારા શબ્દોમાં જો કે અનંત જેવી કમાલ નથી.. 

ક્યારેય મારાથીય ભૂલ ભૂલમા ભૂલથી મારાથી જોડકણાં લખાય જાય એ વાત નોખી છે બાકી વાતમા કૈ માલ નથી..! 

અકલે, 

"अनंत" मुश्किलें दौरसे गुजर गया। 

अब में, आशान दौर से गुजर रहा हु। 

वो रात के अंधेरे में जगता लीखता रहां। 

मे उनके शब्दों के शानदार और जानदार

दौर से गुजर रहा हुं। 

वो अपने दौर से गुजर गया। 

अब युं मै अपना वक्त बसर कर रहा हु। 

वो उसका जझबा था 

और वो जो कर गया उनका जलवा था। 

हंसते हुए मुजे हसांने वाला जोकर गया। 

वो उनका जलवा था ये मेरा जजबा-ओ-जलवा हे। 

બ્લાસ્ટ :- 

ગમે ત્યાંથી શોધીને આકર્ષી લેશે તને મારી તરફ... 

મારા પરસેવે લથબથ શરીર માંથી ફેંકાતી સુગંધ..! 

"અનંત"

https://www.facebook.com/share/p/17vztx2Vrj/


No comments:

Post a Comment