ભાઈબંધ અજ્ઞાનીએ મને,
વર્ષો પહેલાં...
કહેલૂઉઅ.!
એજ હું તને કૌ છું.!
*બ્લાસ્ટ*
"અજ્ઞાની" મૌન અને ચુપ માં બડો તફાવત છે.
ચુપ બાહ્ય અવસ્થા છે.!
જ્યારે કે મૌન ભીતરી અવસ્થા.!
ચુપ સ્વક્રુત છે મૌન પ્રાકૃત.!
કોઈ અચાનક ચુપ થાય છે, થવુ પડે છે.!
કોઈ અચાનક મૌન થાય છે થૈ જવાય છે.!
અનંત તું અચાનક ચુપ થૈ ગયો છે.!
યા કદાચ તારે ચુપ થવુ પડ્યુ છે ચુપ.!
આવું વર્ષો પહેલા એક દિ'અનંત અચાનક ચુપ થૈ ગ્યો ત્યારે, ભાઈબંધ અજ્ઞાનીએ અનંત ને કહેલૂઉઅ.!
અનંત ની માફક હમણાંથી,
તું પણ અચાનક ચુપ થૈ ગૈ છે.!
યા કદાચ તારે થવુ પડ્યુ છે ચુપ.!
ખૈર...
જો કે બંને અવસ્થા માં કારણ અંગત હોય છે.!
જે કોઈ જણાવે તોજ જાણી શકાય છે.
તું ચાહે તો જણાવી શકે છે.!
અનંતે નો'તું જણાવ્યું.
જો કે,
એક જગ્યાએ જે ચુપ હોય તે બીજી જગ્યાએ ખૂબ બોલ બોલ કરે છે.!
જ્યારે કે, મૌન થયેલ સર્વત્ર મૌન...
"અજ્ઞાની"

No comments:
Post a Comment