Wednesday, 24 September 2025

ઘર ખુલ્લુ પણ ઘોઘો ઘરમાં નૈ ...

 



નિર્દોષ ગુનેહગાર

ઘોઘી ઘોઘાના ઘેર ચાય લઈને ગૈ ,
ઘર ખુલ્લુ પણ ઘોઘો ઘરમાં નૈ ...
થોડી વાર પછી ફરી ગઈ ઘરમાં ડોકિયું કરી જોયું હજુય આવ્યો નૈ ...
કોણ જાણે ક્યાં ગયો હશે ઘોઘો, ખબર નૈ...
ક્યાં જાય છે , ક્યારે આવશે , કહીને જવાની તો ખબર જ ના પડે ...
ગયા પછી આવવાના ઠેકાણા ના હોય....
એટલિએ ભાન નથી પડતી કે કોઈ રાહ જોતું હોય ....
ઘોઘાના ઘર કને ઊભી ઊભી મનોમન ધુવાફુવા થતી ઘોઘી,
આમ બબડતી હતી ...
ઘોઘી બે ત્રણ વાર ચક્કર મારી ગઈ ઘોઘો દેખાયો નૈ ...
અંતે કંટાળીને ઘોઘી ઘર ભેગી થઈ ગઈ ....
અને ઘોઘો આવ્યો ....
ઘોઘાને અગમના એંધાણ આગોતરા જ થઈ ગયેલા ...
હાં હાં થાય, ક્યારેક એવું થાય કે,
અચાનક માણસની છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત થઈ જાય...
અને આવનારી ક્ષણમાં શું થવાનું છે એ ખબર પડી જાય ...
ઘોઘાને એવુંજ થયું....
જોકે આવું કઈ કારણ વગર તો નાજ થાય એ પણ હકીકત છે ...
ઘોઘો જાણતો જ હતો કહ્યા વિના આવવું જવું ઘોઘીને પસંદ નથી ...
છતાં આદતથી મજબૂર ઘોઘો ,
કહેવાનું કાયમ ભૂલી જ જાય ! તો એમાં એનો શું વાંક હેં ...!
આજુ બાજુ નજર કરી ક્યાક ઘોઘી છુપાઈને ઊભી તો નથી ને ,
ઘોઘી દેખાણી નૈ એટલે આ ભૈ .... જડપથી ઘરમાં ઘૂસીને ...
એજ જર્ઝરીત સોફા પર બંધ આંખે, સામે પડેલી ટીપોય પર પગ લંબાવી
આરામથી, બંને હાથ માથા પાછળ રાખી બેસી ગયો...
પણ સાથળ પર તકિયો રાખીને, જોખમ હતું ...
સાથળ પર ગમે ત્યારે હુમલો થઈ શકે એમ હતું ....
જ્યારે ઘોઘી ગુસ્સે થાય ત્યારે ..........
ઘોઘીની પાતળી નાજુક આંગળીના તિક્ષણ ચીટીયાનો શિકાર ....
આખરે ઘોઘાની સાથળ થતી ...
ઘોઘાની હરકતોની સજા કાયમ ઘોઘાની સાથળને મળતી ....
અટલે તો ઘોઘાએ અગાઉથીજ અગમના એંધાણને પારખી ,
સાથળ પર તકિયો રાખી દીધો હતો ...
પર હોની તો હોકર હી રહેતી હે ...
અને ઘોધી પગ પછાડતી આવે છે...
છંમ, છંમ, છંમ ઘોઘીના પગની પાયલ બાજે છે...
સીધી જ ઘરમાં ઘૂસવાને બદલે ઘોઘી દરવાજે અટકે છે ...
આંખો બંધ કરી આરામથી બેઠેલા ઘોઘાને, ઘોઘી દરવાજે ઊભીને જુવે છે.
ગુસ્સાની મારી હોઠ ભીસે છે...
ઘોઘો હલ્યા ચલ્યા વીના જાણે ભર નીંદરમાં હોય એમ બેઠો છે ...
પણ અંદરખાને ફફડે છે...
તેથી એક આંખ જરીક ઝીણી કરીને જુવે છે,
ઘોઘી દરવાજે ઊભી છે એ જોયુ ...
ઘોઘીનુ રૌદ્ર સ્વરૂપ જોઈને
ઘોઘો ફરી બેઉ આંખ જોસથી ભીસે છે.
જેમ ઘોઘીએ હોઠ ભીસ્યા છે એમ ...
ઘોઘીના ઝાંઝરના ઝંકારે ઘોઘાનું હ્રદય ઝંકૃત થવાને બદલે....
ભયનું માર્યું ધડક ધડક થાય છે મનમાં ફડક પેસી જાય છે...
પણ સાથળ પર તક્યો દાબ્યો હોય,
મનમાં એટલી રાહત છે કે ,સાથળ પર વાર નૈ થાય ...
અને ઘોઘી એક પણ શબ્દ બોલ્યા વિના વાવાઝોડા ની જેમ આવી
અને આવીને સીધીજ ઘોઘાના બંને ગાલ પર વ્હાલ વરસાવે છે....
વ્હાલ અર્થાત ...
ઘોઘાના બે હાલ...
ઘોઘી બે હાથે બધી આંગળિયો વડે ઘોઘાના ગાલ પકડીને
જોરદાર ચીટીયા ભરીને ઘોઘાને જક્ઝોરે છે ...
સોફા પરથી પડું પડું થતો ઘોઘો ...
ઘોઘીના બંને હાથ પકડી જાતને સંભાળતા ,
પોતાના ગાલને છોડાવવા ,
મથામણ કરતાં થોથવાતા સ્વરે ઘોઘીને કહે છે..
અરી... ઓ, ઓ, આ, આ, ઇ, ઇ.... પ,પ,પણ ઘોઘી ...
મ,મ. મારો વ,વ, વાંક શ,શ શું છે... અ, એ, તો કે',
ઘોઘી કારણ નથી આપતી...
ઘોઘો જેમ જેમ છૂટવા મથે છે તેમ તેમ..
ઘોઘીની ઘોઘાના ગાલ પરની પક્ક્ડ વધુ મજબૂત થાય છે ...
પીડાના માર્યા ઘોઘાના ઉહકારા ચાલુ છે ,
ઘોઘી નું મો બંધ છે !
પણ ગુસ્સાના માર્યા હોઠ ખુલ્લી જાય છે ..
અને અચાનક જાણે આકાશવાણી થાય છે ...
જાણે "આકાશ" માંથી ....
ચારે કોરથી અનેક ઘોઘીઓના અવાજ પડઘાય છે ...
બરોબર છે ,,,,બરોબર છે ... એજ લાગનો છે...
છોડજે નૈ આજે તો...
નક્ટો, નાલાયક,વાયડીનો લુચ્ચો સ્વાર્થી...
એજ લાગનો છે ... છોડજે નૈ....
પછી શું થયું એ મને ખબર નથી હો કૈ દૌ છું ....
https://www.facebook.com/katira.paresh/posts/pfbid02mmLomUKwi4PiKrdLajwXSLxsPHoGeSzb8H2yGhyzsKwz6y9oj4cuTX6LzdMqwLFbl?__cft__[0]=AZUkp9WYyjuzZ-8LQ6q1r_mdJh4sRBIIGsyrpwIy45ivrgUxa4aEGL3chW18LxO-Cq_ye7qkh2e3LN_kF6lx0zyl9tSosOPiioT65lXYJpn-HzFeKb3AfwSUTLM0QEcrmczmHaepp759wuX51Bfd41FkNHDFViAs2FiabiBbt27wDA&__tn__=%2CO*F
Pradip Nagadia
ઘોઘી નો ગુસ્સો તો ભાઈ, તોબા તોબા !!!
  • Reply
  • Hide
નિર્દોષ ગુનેહગાર
હાં , યાર..........🙂
Pari Shah
ghoghi tamari nakti che aat aatla insult pachi bhi ghogha sathe vato kare che huh
  • Reply
  • Hide
નિર્દોષ ગુનેહગાર
ના હવે...
ગાંડી એવુ ના હોય...
ઘોઘો ક્યારેય એવુ ના કરે....
ના ઘોઘી કદી આવુ વિચારે...
ઘોઘી નકટી નથી યાર...
પણ...
જવાદે...
વાત ઘોઘાના મનની મને
અને ઘોઘીના મનની તને નૈ સમજાય....
😇
  • Reply
  • Edited
Pari Shah
huh su mane tane karo cho
  • Reply
  • Hide
નિર્દોષ ગુનેહગાર
કાય નય, પણ લે!
તને કેમ ગુસ્સો આવે છે!
Pari Shah
mane gusho kyare be awtoj nathi pan
  • Reply
  • Hide
Pari Shah
Tame cho khotada
  • Reply
  • See translation
  • Hide
નિર્દોષ ગુનેહગાર
આપણે બૈઉ સરખા બસ્સ..!
રાજી...
  • Reply
  • Edited
Pari Shah
Na na na hu nathi
  • Reply
  • Hide
નિર્દોષ ગુનેહગાર
Na na na તો એમ કરે છે જાણે કેમ,
નિર્દોષ ગુનેહગાર
Pari Shah અને પછી ,,,,
નકટી ઘોઘીને નાક ઉગી ગયુંઉઉઉ...

No comments:

Post a Comment