Saturday, 4 October 2025

આજે તો મેણું ભાંગીનેજ જંપીસ...

 


સત્યની લગોલગ ....

સાવ કરતાં સાવ ટૂંકી વાર્તા... 🙂

"આજે તો મેણું ભાંગીનેજ જંપીસ"
***********************
ઘણા વર્ષો સાંભળ્યુ બસ હવે બહુ થયું !

જ્યારે ને ત્યારે બસ એજ ટોણો તારાથી તો એ કામ પણ નહીં થાય.

અરે ક્યાં સુધી હું આ એકનો એક ટોણો સાંભળું અને શા માટે?

અને આ ટોણો હરેક બાળકને જીવનમાં ક્યારેક ને ક્યારેક તો સાંભળવો જ પડ્યો હશે .

ફક્ત બાળકનેજ સાંભળવો પડ્યો હશે એવું નથી...

ક્યારેક બાળક પણ વડીલને આ જ ટોણો મારે છે.

પણ હું આજે તો સાબિત કરી દેવાનો છું કે એ કામ હું કરી શકું છું.

અને આમેય મને ચેલેન્જ વાળા કામ કરવા વધુ મજા આવે છે.

જે કામ બાળકો પણ કરી શકે એવા કામ કરવામાં મજાએ શું હે!

અને મે પૂરે પૂરી તૈયારી કરી લીધી .

છાપામાં જાહેરાત પણ કરી નાખી કે...

હું આજે પબ્લિક સામે એ કામ કરી બતાવવાનો છું જે કામ મારાથી થઈ ના શકે,

એવું મેણું મને વર્ષોથી મારવામાં આવતું હતું.

પણ એ કામ ખરેખર એક બાળક પણ કરી શકે છે એ આજ હું સાબિત કરી બતાવીશ .

તો હે વડીલો આજે આપ સૌ આ ચેલેંજિંગ પ્રોગ્રામ જોવા જરૂર પધારજો...

તમારો ભ્રમ ભાંગી ના જાય તો મને ફટ કહેજો.

આ પહેલા હું ક્યારેય આ રીતે જાહેરમાં પબ્લિક સામે નતો આવ્યો-

એટલે થોડો ગભરાટ થતો હતો,

પણ વર્ષો જૂનું મેણું ભાંગવાના વિચારે હિમ્મત કરી હતી .

અને આખરે એ સમય આવી જ ગયો .....

મે પૂરે પૂરી તૈયારી કરી નાખી હતી.

જાહેરમાં માનવ મેદની એકઠી થઈ ગઈ હતી ...

બધાના મનમાં જાણવાની અને આંખોમાં એ જોવાની ઉત્સુકતા હતી કે,

એવું તે ક્યૂ મેણું છે જે હું આજ આમ જાહેરમાં ભાંગવાનો છું ?

હું સ્ટેજ ઉપર ગયો બધાની નજર મને તાકી રહી હતી.

મે ઉપર જઈ બધાનો આભાર માન્યો કે,

આપ સહુએ આજ અહી પધારી મારો ઉત્સાહ વધાર્યો છે,

તે બદલ હું આપ સહુનો ખૂબ ખૂબ આભાર માનું છું.

બસ હવે હું આજે આપ સૌની સામે એ કામ, જે હું ના કરી શકું એમ કહેવામા આવતું ,

તે કામ એકદમ આસાનીથી કરી બતાવવાનો છું !

જે કામ પણ ! મારાથી નહીં થઈ શકે એવું મને વર્ષોથી કહેવામા આવતું હતું .

મેણું મારવામાં આવતું હતું..

પણ એ કામ તો નાના બાળકો પણ ખૂબ આસાનીથી કરી શકે છે...

એવું આજ હું અહી સાબિત કરવાનો છું.

લોકોની ઉતેજના વધતી જતી હતી.

મે ધ્રૂજતા હાથે માઈક પકડી એનાઉંસમેંટ કર્યું

તો મિત્રો વડીલો આજે હું જે સાબિત કરવા હું ઈચ્છું છું...

તેના માટે મારે થોડા બાળકોની જરૂર પડશે ...

તો અહી સ્ટેજ ઉપર પંદર વીસ બાળકો આવી જાય.

જેવુ બાળકોનું નામ પડ્યું એવાજ સ્ટેજ ઉપર-

પંદર વીસ ને બદલે ચાલીસ પચાસ બાળકો આવી ગયા.

મે બધી તૈયારી કરીજ રાખી હતી .

એટલે મે ફરી જાહેરાત કરી .

તો, મારા પ્રિય વડીલો, હવે આપની આતુરતાનો અંત આવશે .....

પણ એ પહેલા મારી એક આકરી શરત છે ...

ટોળામથી કોઈ ટીખળી બોલ્યું ..

આકરી કે આખરી...

હું મુંજાઈ ગયો કેમકે એ તો મનેય ખબર નોતી.. 🙂

મે કહ્યું મારી શરત એ છે કે અગર હું એ સાબિત કરી દઉં કે જે કામ મારાથી નહીં થાય,

એવું હું, તેમજ મારા જેવા ઘણા નિર્દોશો વર્ષોથી સાંભળતા આવ્યા છે,

એ કામ આસાનીથી કરી બતાવું, ત્યાર પછી કદી ક્યારેય ભૂલમાં પણ..!

આવો ટોણો કોઈ કોઈને નહીં મારે.

બોલો કબુલ ?

લોકોની ધીરજ હવે ખૂટતી હોય તેવું લાગ્યું બધા એક સાથે બોલ્યા....

ભાઈ ચાલુ કરને હવે... !

સાબિત થશે તો કબુલ બોલ હવે ?

મે તરતજ સાથે લાવેલ મોટો ડબો ખોલ્યો અને બાળકોને સૂચના આપી....

ચાલો બાળકો બધા લાઇનમાં આગળ આવો .

બાળકોને ગમ્મત પડતી હતી .

બધા આગળ આવી લાઇનમાં ઊભા રહી ગયા....

અને મે ડબ્બાનું ઠાંકણું ખોલી નાખ્યું...

મે બાળકોને કહ્યું ચાલો ડાબો હાથ આગળ રાખો....

બાળકોએ ડાબો હાથ આગળ કર્યો ...

મે કહ્યું હવે તમારા એ ડાબા હાથ પર આ ડબ્બામાથી બબે પાપડ કાઢીને મૂકો.

બાળકોએ મારા કહ્યા મુજબ કર્યું. પછી કહે હવે... ?

મે કહ્યું હવે એના પર તમે બધા એક સાથે....

હજુ આગળ કઈ બોલવા જાઉં ત્યાતો પબ્લિકમાં દેકારો બોલી ગયો....

કોઈ બોલ્યું નક્કી આનું ચસકી ગયું છે ...

કોઈ બોલ્યું પાગલખાનામાથી ભાગીને આવ્યો લાગે છે....

ઘણાએ તો ચાલતી પકડવા માંડી....

મે તુરંત માઇક હાથમાં લઈ હાકલ મારી...

ખબરદાર....

ખબરદાર જો કોઈએ પોતાનું સ્થાન છોડ્યું છે તો...

વર્ષોથી મને ટોણાં માર્યા છે .

અને આજે જ્યારે સાબિત કરું છું તો ભાગો છો..! કેમ ?

ડરી ગયા, મારી ત્રાડથી.. ડરીને બધા પાછા વળી ગયા ...

બાળકોને આદેશ આપવા હું પાછળ ફર્યો તો મે જોયુકે ...

હું ભાગતા લોકોને રોકવાની લપમાં હતો ને બાળકો હાથમાના પાપડ ખાઈ ગયેલા ...

છતાં, ગુસ્સે થયા વિના મે બાળકોને ફરી આદેશ આપ્યો...

ચાલો બાળકો હવે ફરીથી સૌ ડાબા હાથ પર બ,બ્બે પાપડ મૂકો....

મૂક્યા ...હવે શું કરીયે ...?

મે કહ્યું હવે એના પર જમણા હાથની મુઠ્ઠી વાળી મારો મુક્કો....

અને કરી નાખો આ પાપડનો ભાંગીને ભુક્કો ,ભુક્કો,,ભુક્કો,....

બહુ સાંભળ્યુ જ્યારે ને ત્યારે કહેતા તારા થી તો સેકેલો પાપડ પણ નહીં ભાંગે.

આમ બોલતા બોલતા મને પણ વર્ષોથી દાબી રાખેલો ગુસ્સો એક સામટો આવી ગયો....

અને હું પણ ડબા માથી પાપડ કાઢી કાઢીને ભૂક્કા કરવા માંડ્યો .

મને કે'તા'તા હે મને..! કે તારાથી સેકેલો પાપડ પણ નૈ ભંગાઈ ...

જનૂન પૂર્વક પાપડ ભાંગતા ભાંગતા મે બાળકોને કહ્યું ...

ઉહ,, ઉહ,,,એક,બે,ત્રણ,ચાર,, ભાંગો , ભાંગો છોકરાવ બધાજ પાપડ ભાંગી નાખો...

ને બતાવી દો તમે પણ કે તમે પણ સેકેલો પાપડ, ભાંગી શકો છો ..ઉહ,,

જેથી મારી માફક કાલ સવારે તમારે આ મેણું સાંભળવું ના પડે...

એક અંગત વાત કરું કોઈને કહેશો નહીં તો જ !

સાચું કહું તો આ કામ આટલું સહેલું છે તે મને ખબર જ નોતી સાચે ખોટું નથી બોલતો...

મને તો એમ હતું કે પાપડ પથથર જેટલો મજબૂત હોતો હશે ..

એટલેજ તો આમ જાહેરમાં મેણું ભાંગવાં આવતા પહેલા...

એક દિવસ જ્યારે ઘરમાં કોઈ નહોતું ત્યારે....

રસોડામાં જઈને બે ચાર પાપડ સેકીને મે ભાંગી જોયા હતા....

મને એ લોકોએ "તારાથી તો સેકેલો પાપડ પણ નૈ ભાંગે "

આ મેણું મારી મારીને એવો તો બીવાડાવી નાખ્યો હતો કે મને સાચે બીક ગરી ગઈ 'તી

કે ક્યાક આ પાપડનું પરાક્રમ લોકોની સામે કરવા જઈશ ને પાપડ નહીં ભાંગે તો...

માટે મે રિહર્સલ કરી લીધું હતું અને પ્રયોગ કરતાં માલૂમ પડ્યું કે...

લે.., સ્સ્લા આ સેકેલા પાપડના તો આંગળી મારી ત્યાજ ભૂક્કા બોલી જાય છે...

તે દિવશે તો ઉત્સાહમાં આવી હું એકલો એકલો રસોડામાં નાચવા માંડ્યો 'તો,

અને ત્યારથી જ નક્કી કરી લીધું કે ..

હવે આ મેણું હું જાહેરમાં પાપડ સાથે ભાંગીને ભુક્કો કરીનેજ જંપીસ...

આમેય મે રિહર્સલ તો કરી લીધું હતું. એટલે મને જરાય ભય નો'તો .

અને આખરે મે આજે એ સાબિત કરી જ બતાવ્યુ કે .

હું સેકેલો તો શું કાચો પાપડ પણ ભાગી શકું છું ...

અને એ માત્ર હુજ નહીં નાના બાળકો અને મોટા,,,,! તમે પણ ભાંગી શકો છો ...

મારી વાત પર ભરોશો ના બેસતો હોય તો કો'ક દી' મારી જેમ અખતરો કરી જોજો ...

બોલો ભાંગી નાખ્યોને મે મેણાં સમેત ભલભલાનો ભરમ....

કે હું પાપડ પણ ભાંગી શકું છું...🙂

ચાલો હવે શરત મુજબ આવું મેણું કોઈને નહીં મારો....

આ આપેલું વચન યાદ કરીને....

જેને, જેના ઘેર જઈને હુવું હોય, હુઈ જાય..ગુડ રાત્રિ , શુભ નાઈટ ... 🙂 🙂 🙂

”અનાડી“ 
See less
https://www.facebook.com/photo/?fbid=277979435645098&set=a.119481608161549&__tn__=*F
— with Pravin Miyaatra and 
10 others
.

Comments

Shailesh Chaudhary
ક્યા બાત !
Pravin Miyaatra
vahhhhhhhhhhh ........
Pravin Miyaatra
mare'y papad bhangvo chhe!!!
નિર્દોષ ગુનેહગાર
જી''Pravin Miyatra લે તો ત્યારે તું ભીડમાં તો હતો ત્યારે સ્ટેજ પર આવી જવાય ને:)))
નિર્દોષ ગુનેહગાર
જી'' Ashoksinh Vala વ્હાલા હુય જકડાઈ ગયો 'તો :)))
નિર્દોષ ગુનેહગાર
જી''Shailesh Chaudhary ક્યાં બાત !.... બસ યહી કી પાપડ કા ભૂક્કા કિયા..!
નિર્દોષ ગુનેહગાર
જી'' Kunjal Pradip Chhaya આટલા બધા પાપડ ભાંગતા તો ભવ પૂરો થઈ જશે ..........
એ બાઈ પણ પાપડતોડ પ્રોગ્રામ જોવા છેક જંગલમથી મંગલ કરવા, … 
See more
નિર્દોષ ગુનેહગાર
જી'' Rafik Kazi..
ઓયે પ્યારે દિવસ તો મારો સફળ થયો ..... બહુ દાડે દર્શન આલ્યા તે તો..! ભઈ કઈ નારાજગી ?
નિર્દોષ ગુનેહગાર
જી' Rafik Kaz પ્યારે અચ્છા ..!તો ફીર મે હલ્કા હોં ગયા i (~!)
Jayram Mehta
વાહ.....વાહ............શાબ્બાશ..........................જબરું મેણું ભાંગ્યું હો....હા હા હા હા હા હા.........જોરદાર.......મજા પડી ગઈ....
નિર્દોષ ગુનેહગાર
જી'' Jayram Mehta હાં પણ લે ...! કઈક તો કરવું ને 🙂
નિર્દોષ ગુનેહગાર
Pravin Miyatra અલ્યા પવલા kunjal pradip chaya ક્યાં ખોવાયા કઈ ખબર છે... ?
હું તો બૌ દાડે આયો છું મે જોયું કે અહી એના ટહુકા હતા પણ અત્યારે જોયું તો
લાગ્યું ક્યાક એ હવામાં ઓગળી ગયા છે....
તો.... ખબર નૈ આ સત્ય છે કે પછી મારો ભ્રમ છે ...
ખૈર જે હશે તે સામે આવીજ જશે ... 🙂
Shri Kkparmar
કાકરીના માયૉ કદી ન મરી એ …
મેણાના માયૉ મરીએ …
વાલા જી પાપડ ભાંગયો તમે ચોકમા …રે …

No comments:

Post a Comment