Sunday, 30 November 2025

સ્વપ્નમાં તો રહે છે સાથ તું, રાતભર,





🌹 અનંતની અંતરની ઈચ્છા 🌹

વર્ષો પહેલાં...

અનંતે એની કોઈ ચહતીને કહી'તી નીજઅંતરની ઈચ્છા...

હાં, ક્યારેક એમ થાય છે..!

કે, શા માટે પ્રેમ થાય છે..?

"અનંત" એ દૂર હોય તોય,

પાસે હોવાનો વ્હેમ જાય છે.!

"અનંત"

ઝંખના

પરદેશમાં નહીં.! મારા ગામે તું હો,

રહું જ્યાં હું, તે મુકામે તું હો.

સ્વપ્નમાં તો રહે છે સાથ તું, રાતભર,

ચાહું હર ઘડી નજર સામે, તું હો.

પ્રેમ હો ભગવાન, પ્રેમ જ હો પૂજા-

તો પછી મારા હૃદયના તીરથ ધામે તું હો.

કેસરી કિરણો રેલાવે જ્યારે સૂરજ,

બાગમાં મારી સાથે, વિસામે તું હો.

તારા નામ પાછળ હોય નામ મારું,

"અનંત" આગળ મારા જ નામે, તું હો.

"અનંત"

*બ્લાસ્ટ*

એ તું પણ હોઈ શકે, એ હું પણ હોઈ શકું.

તું "અનંત" પ્રેમ, હું પ્રેમનું કારણ હોઈ શકું.

એ હું પણ હોઈ શકું, એ તું પણ હોઈ શકે.

હું "અનંત" પ્રેમ, તું પ્રેમનું કારણ હોઈ શકે.

"અનંત"

https://www.facebook.com/share/p/1Datpktk5n/







No comments:

Post a Comment