Monday, 10 November 2025

છાંયાં ના પડછાયા હોય ના !

 અર્રે પણ..!

હું મુંગો છું..! 

છું હું અંધારૂ..!


મૂંગા શું બોલે .!  

મુંગા તો મૌન હોય...


મૌનના પડઘા તો હોય ના ..! 


કાયાના હોય પડછાયા 

છાંયાં ના પડછાયા હોય ના !


અજવાળાને હોય પડછાયા...

અંધારાના પડછાયા હોય ના..!


"અનંત" છાંયા જે હોય ખુદ.!

છાંયા ની પર છાંયા હોય ના..!


એકજ કાયા મહી હોય બધું

કાયાથી પર કાયા હોય ના.!


"અનંત"


"અનંત"કાયાની પર કાયા હોય છે !

અને અદ્રશ્ય એના પડછાયા હોય છે !


બોલ ના પડઘા અંતે શમી જાય 

હવામાં ઓગળી જાય અનંત 

મગર 

મૌનના પડઘા 

આદિ અનાદિ અનંત કાળ સુધી 

શમતાં નથી ..!

બોલના પડઘા શરીરના કાન સાથે ટકરાઈને પસાર થઇ જાય છે ! 

જ્યારે મૌનના પડઘા છેક હૃદય સુધી જાય છે ઊંડે ઊતરી જાય છે !

"અનંત"

https://www.facebook.com/share/p/1BXhXrkVob/

No comments:

Post a Comment