અગર ઈચ્છા છે ખુલ્લી ને વાત કરવાની.
મગર હીંમત નથી ખુલ્લી ને વાત કરવાની.
તો પછી "અનંત" અસમંજસ તો રહેવાની.
હું ચુપચાપ ચાહતો રહ્યો છું તને અનંત યુગોથી.
મારો સ્વભાવ છે ચાહત હોય તોય, કબુલ નૈ કરવાની.
બોલવુ તો આખરે તારે જ પડશે એ તું સમજી લે.!
હું તો જીવી જીરવી લઈશ, મગર અગર તું ચુપ રહીશ તો દુ:ખી થવાની.
"અનંત"
No comments:
Post a Comment