હિસાબ અનંતનો બે હિસાબ...
અનંતના જૂના ઝર્ઝરિત પીળા પડી ગયેલા કાગળિયા માંથી....
હિસાબ તો હિસાબ જ હોય છે ને...!?
કહેવાય છે 'લગન' કર્યા, મગર લગન હવે કોઈ કરતું નથી, સૌ 'પરણે' છે.! પરણાવી દીધેલા કે પછી પરણેલા પરાણે-પરાણે જીવન ઢસરડે છે..!
ભીતરના અનંત પ્રેમના પવિત્ર સંબંધો બારી-બારણા જેવા હોય છે.. બારણું જો કોઈ ખખડાવે તો બારણા સાથે બારી પણ ધણધણે છે...
બહારથી જે ખળભળતો હોય, બની શકે ભીતરથી એ હોય શાંત; બહારથી જે સાવ શાંત દેખાતો હોય, પણ ભીતરથી એ ખળભળે છે.
જીવવાને તો સાથે જીવે છે એક સ્ત્રી અને એક પુરુષ સંસારી સહજીવન, મગર એ ભાગ્યશાળી જીવનસાથી છે જેની પથારીમાં રોજ સળ પડે છે.!
કારણ વિના તો ક્યારેય કશું જ થતું નથી જીવનમાં, હશે કોઈ તો કારણ—પરભવના આપણા હિસાબ મુજબ ક્યારેક સુખ કે દુઃખ આ ભવે મળે છે.
છે સાવ કરતાં સાવ મફત..! સપનાં-સુખના તું જોયા કર સતત અનંત, આ ભવમાં જોયેલા સ્વપ્ન અગર અધૂરા રહે છે તો આવતા ભવે ફળે છે.!
હૃદય અગર ભારે-ભારે લાગતું હોય તો એકાંતે આંખો જરીક નિતારી લે; હાં, એ જ ખુલ્લા મનથી હસી શકે છે, છાને ખૂણે જેની આંખો રળે છે.!
કોઈ ભીડથી કંટાળે છે તો કોઈ ઝંખે છે ભીડ, અજીબ આ વિરોધાભાસ છે; કોઈ અટૂલો એકાંતથી કંટાળે છે તો કોઈ સતત એકાંત માટે ટળવળે છે.
હિસાબથી ના જરીયે ઓછું, ના જરીક પણ કોઈને વધુ મળે છે.! હું તો “અનંત” યુગોથી જાણું છું કે હિસાબ મુજબ જ અહીં બધાને બધું મળે છે.!
“અનંત”
બ્લાસ્ટ ૧
"અનંત" એ જરૂરી નથી કે હરેક સ્વપ્નાં આ ભવમાં જ ફળી જાય.
આ ભવમાં જોયેલાં સ્વપ્નાં ક્યારેક છેક આવતા ભવે પણ ફળે છે!
"અનંત"
બ્લાસ્ટ ૨
અંત સુધી એ કોઈને નથી સમજાતું "અનંત",
કે હિસાબ જૂના ચૂકતે થાય છે કે નવા ચડત!
"અનંત"
બ્લાસ્ટ
બે હિસાબ છે હિસાબ જે આ એક જ ભવમાં પૂરા નથી થવાના...
ખૈર...
"અનંત" ફરી પાછો આવીશ...
"અનંત"
https://www.facebook.com/share/17pzFiy7KK/
*ब्लास्ट*
सौ कहे छे !
कहेवाना क्या पैसा बेहे छे !
कोई लखीने लखीने, तो,कोई बोलीने कहे छे ..!
आवु केम..!!!?
केमके कहेवु सहेलु पडे छे ! करवु अधरु !
कारण के कहेवा मां कहेवा सीवाय कांयज करवु नथ पडतु कज
करवा माटे कशुक तो करवुज पडे छे !
ज्यारे.....
कहेवामा कहेवा सीवाय कशुज करवानु होतु नथी !
ज्यारे के करवा माटे घणु करवु पडतु होय छे।!
आवु वर्षो पुर्वे जेणे कह्यु ते,,,
"अज्ञानी" हतो !
जोके हुय काय वधारतो नथ !
अर्थात मे पण आज सुघी काय वधारी.नथी लीघु !
*ब्लास्ट*
मने बौ गमतो ब्लास्ट "अनंत"नो ....
*ब्लास्ट*
छेक सुधि कोईने ए नथी समजातु "अनंत"
के,हिसाब जुना चुकते थाय छे के नवा चड़त..!
"अनंत"
https://www.facebook.com/share/p/165gMcMH7Q/

No comments:
Post a Comment