Monday, 2 February 2026

આખરે તો ઓગળી જવાનુ હોય છે ...


વર્ષો પહેલાં ખંડેર મધ્યે રાબેતા મુજબ અડધી રાત્રે ચાયની ચુસ્કી સાથે અમારી મહેફિલ જામી હતી. ટીપોય પર પહેલેથી અનંતે લખી રાખેલ કાગળ ઉપાડી મે વાંચ્યો, જેમાં ભાઈબંધ અનંતે આવું કાં'ક લખ્યું હતું.

"બ્લાસ્ટ"

જે તરફ તારો આત્મા ખેંચાણ મહેસૂસ કરે છે,

અગર તું કદમ ઉઠાવી ન શકે એ તરફ તો,

મન-હૃદયથી એની પાસે દોડી જવાનું હોય...

સફર દરમિયાન આવેલ તમામ ઉતાર, ચઢાવ, પડાવના

અંતે, "અનંત" પ્રેમમાં આખરે તો,

એકબીજામાં સંપૂર્ણપણે ઓગળી જવાનું હોય...

"અનંત"

"અનંત" અગર મને કોઈ પૂછે સ્વર્ગનું સરનામું

અને સ્વર્ગની વ્યાખ્યા,

તો હું એટલું જ કહું...

જ્યાં બે અલગ-અલગ આકાર ધરાવતા શરીર,

"સ્ત્રી અને પુરુષ"

લથબથ પ્રેમમાં તરબોળ થઈ,

એકમેકમાં ઓગળીને એકાકાર થઈ જાય...

એ ક્ષણ એટલે 'સ્વર્ગ',

જેનું સરનામું છે "શયનકક્ષ".

"અનંત"

"અર્થાત્?" અનંતનું લખાણ વાંચી મેં અનંતને પૂછ્યું. ખંડેર મધ્યે મધરાતે ચાયની ચુસ્કી ભરતા-ભરતા અમારી વચ્ચે જ્યારે અનંતે લખેલ સ્વર્ગ-નર્ક વિશે ચર્ચા શરૂ થઈ ત્યારે, શયનકક્ષમાં જેમ (સ્ત્રી-પુરુષ) શરમ છોડી બેબાક થઈ વર્તે છે, એમ બેશરમ થઈ અનંતે વિસ્તારપૂર્વક કહ્યું હતું પરીયાઆઅ...

કુદરતે સ્ત્રી અને પુરુષના શરીરની રચના અલગ-અલગ ઘાટ અને આકારમાં કરી છે. અનંતે કહ્યું કે ભલે બહારથી એ બે આકારો (સ્ત્રી-પુરુષ) અલગ દેખાતા હોય, પણ જ્યારે એ પ્રેમમાં તરબોળ થઈને એકમેકમાં ઓગળી જાય છે, ત્યારે એ ભેદ મટી જાય છે અને બંને એકાકાર થઈ જાય છે.

એટલે કે, બે અલગ અસ્તિત્વ ધરાવતા શરીર જ્યારે પ્રેમના ચરમબિંદુ પર મળે, ત્યારે તે એક જ આત્મા જેવું અનુભવે છે. તે ક્ષણને જ હું "સ્વર્ગ" કહું છું!

મેં કહ્યું, "હાં યાર્ર, સરનામા વિશે પણ તેં બહુ સ્પષ્ટ અને ચોખ્ખી વાત કરી છે. સામાન્ય રીતે લોકો 'સ્વર્ગ'ને આકાશમાં કે ક્યાંક દૂર કાલ્પનિક દુનિયામાં શોધતા હોય છે, મગર અનંત તું કહે છે કે સ્વર્ગ કોઈ કાલ્પનિક જગ્યા નથી. તારા મતે, જ્યારે બે વ્યક્તિ પ્રેમમાં એકરૂપ થાય છે, ત્યારે એ મિલન જે જગ્યાએ થાય છે એ જ સ્વર્ગનું સાચું સરનામું છે."

અનંતે કહ્યું, "હાં પરીયાઆઅ, એટલે જ મેં આડકતરી વાતો કરવાને બદલે સીધું જ કહી દીધું કે એ સ્વર્ગનું સરનામું "શયનકક્ષ" (Bedroom) છે. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે પ્રેમ અને મિલનની જે પવિત્ર અને અંગત ક્ષણો છે, તે કોઈ દેવલોકમાં નહીં પણ આ જ ધરતી પર, તમારા અંગત કક્ષમાં અનુભવી શકાય છે. શયનકક્ષ એ એક એવી જગ્યા છે જ્યાં દુનિયાના બધા જ દેખાડા, મર્યાદાઓ, લાજ-શરમ છોડીને બે વ્યક્તિ—એક સ્ત્રી અને એક પુરુષ—એકબીજામાં સંપૂર્ણપણે ઓગળી શકે છે. ટૂંકમાં, મારા માટે સ્વર્ગ એ કોઈ મૃત્યુ પછી મળનારી જગ્યા નથી, પણ જીવતેજીવ પ્રેમમાં એકાકાર થવાની એ ક્ષણ છે અને એ ક્ષણ જ આખરે પરમ ચરમ અખંડ અનંત અલૌકિક સ્વર્ગીયઆનંદ આપે છે અને એ જગ્યા જ્યાં દુનિયાના બધા જ દેખાડા, મર્યાદાઓ, લાજ-શરમ છોડીને બે વ્યક્તિ એક સ્ત્રી અને એક પુરુષ એકબીજામાં સંપૂર્ણપણે ઓગળી શકે તે શયન કક્ષ જ સ્વર્ગ છે."

ચાયની ચુસ્કી સાથેરાત જામતી હતી, વાત જામતી હતી.

અનંત પરમ ચરમ અખંડ પ્રેમી હોય એના સ્વભાવ મુજબ સ્વર્ગ-નર્કની વ્યાખ્યા કરી, મગર પેલા દાઢીવાળા ભાઈબંધ 'અજ્ઞાની'એ સ્વર્ગ-નર્કની જરા જુદી વ્યાખ્યા કરી હતી. જ્યારે મેં એને પૂછ્યું કે, "અજ્ઞાની, તારા હિસાબે સ્વર્ગ-નર્કની વ્યાખ્યા શું?"

ત્યારે અજ્ઞાનીએ કહ્યું હતું કે:

"અજ્ઞાની" સ્વર્ગ-નર્કની વ્યાખ્યા બસ આટલી, 

જે ક્ષણ આનંદ, તે ક્ષણ સ્વર્ગ!

જે ક્ષણ આક્રંદ, તે ક્ષણ નર્ક!

"અજ્ઞાની"

બંને ભાઈબંધોએ સ્વર્ગ-નર્કની વ્યાખ્યા પોતાના મીજાજ મુજબ રજૂ કરી...

મેં અનંતને કહ્યું, "અનંત, 'અજ્ઞાની'ની વાત પણ કેટલી સચોટ છે, નહીં? તેં સ્વર્ગને શરીર, પ્રેમ અને શયનકક્ષમાં જોયું; જ્યારે અજ્ઞાનીએ સ્વર્ગ અને નર્કને ક્યાંય બહાર શોધવાને બદલે સીધા આપણા મન અને આપણી સંવેદનાઓ સાથે જોડી દીધા છે. જો મન ખુશ તો ત્યાં જ સ્વર્ગ, અને જો મન રડે આક્રંદ કરે ત્યાં જ નર્ક."

મારા બંને ભાઈબંધો" અનંત" અને" અજ્ઞાની" પોતાની રીતે મને બહુ મોટું જ્ઞાન આપી ગયા છે.

 બે ગીતો પણ જાણે વર્ષો પહેલા અનંતે કહેલી વાત ને સમર્થન આપતા હોય એવુ લાગે છે.! 


https://youtu.be/GQq0LHhl9is?si=4MPSzW-s8pIEm3GS


https://youtu.be/n170Dnox6Gs?si=9V1WUtwq9vOQkOR-

કારણ વગર તો કશુંજ નથી થતું આ "અનંત" બ્રહ્માંડમાં... 

ખૈર...

"અનંત" કારણ તો હશે જ કાં'ક.!

કદાચ માર્રો જ હશે વાંક્ક..!

"અનંત" 

આવુ કાં'ક વર્ષો પહેલાં....

"અનંત એકબીજા માં ઓગળવા માટે.! 

આખરે સ્ત્રી પુરુષ બંને મજબુર થૈ જાય છે.! 

" અનંત "

https://youtu.be/chT6spJDJkQ?si=_hnjD2ODR4qf_xvf


https://youtu.be/YNwck9xHyys?si=AYYFAFxPsqcmE59E

https://youtu.be/DuorJWm5JmY?si=4wqAbsJJ0BUxxBRr

https://youtu.be/9Ksj4w1PneI?si=pcwmP8ugPkaMtjXQ


https://youtu.be/_uzRGxe0LUs?si=p825M1pkTQSEM7_n


*બ્લાસ્ટ* 
લોકો કહે છે કે સ્ત્રી કોયડો છે.! 
 અઘરૂ છે.! સ્ત્રી ને સમજવી., 
તો હું કહું છું કે પુરૂષ પણ એક ઉખાણું છે.! 
પુરૂષ ને ઉકેલવો પણ સહેલો નથી.! 
અય સ્ત્રી તારી ફરીયાદ છે કે, 
પુરુષ તને સમજી નથી શકતો.! 
તો ભલી સ્ત્રી ઈમાનદારી થી કે', 
શું તું પુરૂષને સમજી શકી છે.? 
"અનંત"






No comments:

Post a Comment