Tuesday, 10 February 2026

કેમ ધોધી, બહુ દિવસે આમ અચાનક!?


 ૧ "कुछ बे मतलब की बातें"

​ધોધાની ખોલીનો દરવાજો......

ક્યારેય સજ્જડ બંધ ના હોય કે,

ના હોય કદીયે લોક!

​તોય કો'ક કો'ક,

જાણે દરવાજો સજ્જડ બંધ હોય એમ કરે ઠોકંઠોક!

​એવું જ આજે ધોધીએ કર્યું,

ઠોક ઠોક!

"ધોધા.. એ.. ધોધા, બારણું ઉઘાડ..!"

​"ખુલ્લું જ છે લલ્લુ!"

​"હું સ્ત્રી છું! મને લલ્લુ ના કહેવાય ઉલ્લુ!"

​"તો ઠાલા વાસેલા દરવાજાને પગના ઠેલે ઉઘાડી, છેક અંદર ધૂસીને આવા આદેશ ના અપાય..."

​कुछ हुई, कुछ हो रही है, आगे और भी होगी!

होती ही रहेगी.. धोधा और धोधी के बीच!

​"બે મતલબની વાતો, મતલબ-બે મતલબની."

ક્રમશઃ 

https://www.facebook.com/share/p/1DERPhAgtE/

૨ "બે મતલબની વાતો"

​ઝરઝરિત સોફા પર બેઠેલા ધોધા સામે,

સોફા સામે રાખેલી ખખડધજ ખુરશી પર બેસી,

ધોધીએ ધોધાને હળવેકથી પૂછ્યું,

​"ધોધા એ ધોધા!

કેમ યાર, આજકાલ તું બહુ દેખાતો નથી!"

​ધોધાએ ટૂંકમાં કહ્યું,

"આજકાલ તું આંખો બહુ ખુલ્લી રાખે છે એટલે!" 

https://www.facebook.com/share/p/1CG7qJsfnt/



૩ "બે  વાતો"

ઠાલું વાસેલો દરવાજો ખોલી,

સામે પડેલી ટીપોય પર પગ લંબાવી,

સોફા પર બેઠેલા ધોધા સામે,

ઓચિંતી ધોધી પ્રગટ થઈ!

આ જોઈ ધોધો ચોંકી ગયો!!

કેમ ધોધી, બહુ દિવસે આમ અચાનક!?

ધોધી લજવાતી લજવાતી બોલી,

બસ એમ જ!

આજે મને તારું મોઢું જોવાની ચડી ચાનક!!

ધોધીના ભીતરના ભાવ જાણી ચૂકેલા ધોધાએ, ધોધીને વ્યંગ સહ કહ્યું. જોવાની કે બતાવવાની?

ક્રમશઃ 

https://www.facebook.com/share/p/1AMxRXZjvn/




No comments:

Post a Comment