Saturday, 28 March 2026

ખરેખર તારી વાત સાવ સાચી છે.!

ખરેખર તારી વાત સાવ એટલે સાવ કરતા સાવ... 

સાચ્ચી છે હોં ભાઈબંધ.... 

આ હિસાબ નથી સમજાતો.! 

*બ્લાસ્ટ* 

છેક સુધી એ કોઈ સમજી નથી શકતુ "અનંત"

કે, હિસાબ જુના ચુકતે થાય છે કે નવા ચડત.!?

"અનંત"

તારી આ વાત પણ સાચી છે હોં ભાઈબંધ... 

વર્ષો પહેલાં સાંકડી ગલી ના છેવાડે આવેલ મહોલ્લાની ભીતર છેક છેવાડે આવેલ ખંડેર મધ્યે મધ રાતે ચાયની ચુસ્કી ભરતા ભરતા ભાઈબંધ અજ્ઞાનીએ અઢળક અનુભવના આધારે કહ્યું હતું કે,

"अज्ञानी" कर्म ही धर्म कर्म ही पूजा।

"अज्ञानी " कर्म से वडा कोई न दुजा।

"अज्ञानी "

વર્ષો પહેલા ભાઈબંધ અનંતે

"એક દિવસ બેસીને આરામ થી તને મારા સુખ દુઃખ ની વાત કહીશ" આમ ભગવાન સાથે સંવાદ કરતી એની ચહીતી ને કહ્યું હતું કે, 

એના કરતાં ઈશ્વર ને કે,અને,

"એક દિવસ બેસીને આરામ થી કહીશ " એવુ વીચારી સમય ન બગાડ...

*અત્તારે ને અત્તારે કૈ દે.!*

કારણ કે, વર્ષો પહેલાં... 

ભાઈબંધ અનંતે ખંડેર મધ્યે મધ રાતે ચાયની ચુસ્કી ભરતા ભરતા આવું કાં'ક કહ્યું હતું કે,

*નબળા વિચારો તો કરવાજ નહીં.!* 

*તેમ છતાં અગર નબળો વીચાર આવે તો તેને અમલમાં મુક્યા પહેલા હજાર વાર વીચાર કરવો.!*

*મગર "અનંત" અગર સારો વિચાર આવે તો તેને અમલમાં મુકવામાં એક ક્ષણ નો પણ વીલંબ ન કરવો.!*

"અનંત"

આ લખવુ, બોલવુ, કે કોઈ ને કહેવુ જેટલુ સરળ છે.! 

અમલમાં મુકવુ અશક્ય તો નથીજ મગર... 

 લખવા, બોલવા, કે કોઈ ને કહેવા જેટલુ, સરળ  હરગિઝ નથી.!

કે, કેવળ મન યા શરીર નો સબંધ.... 

છુટી શકે છે., તુટી શકે છે..! 

મગર આત્મા નો સબંધ અનંતકાળ સુધી છુટતો કે તુટતો નથી 

"અનંત" આત્મા નો સબંધ અનંત... 

યુગો સુધી જોડાયેલો રહે છે.! 

જે શરીર માત્ર નો મોહ રાખશે... 

જે માત્ર શરીર ને પ્રેમ કરશે...

જે માત્ર ને માત્ર શરીરને ચાહશે...

તે જીવનમાં દુઃખ, પીડા, વેદના, વ્યથા પામશે... 

મગર જે એ શરીર નો મોહ ત્યાગી 

શરીરમાં રહેલા પવિત્ર આત્માને પ્રેમ કરશે... 

આત્માને ચાહશે...

તે અને માત્ર તે જ.! 

પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ પામશે...

"અજ્ઞાની" 

No comments:

Post a Comment