Saturday, 18 April 2026

પાત્ર જેવડું હોય એટલુજ મળે.!

પ્રેમ હોય, સમજણ. હોય કે જ્ઞાન.! 

પાત્ર જેવડું હોય તેમાં એટલુ જ સમાય.!

નાના પાત્ર માં વધુ નાખો તો ઢોળાય જાય..! 

આપનાર તો અઢળક આપવા તૈયાર છે.! 

"અજ્ઞાની" વધુ જોઈતું હોય તો પાત્ર મોટુ કરાય.! 

"અજ્ઞાની" 

"અજ્ઞાની" જ્યારે નકામી લાગતી વસ્તુ ફેંકવા વીચારો, 

 ત્યારેજ તેનો ઉપયોગ ધ્યાન માં આવતો હોય છે.! 

"અજ્ઞાની"

વર્ષો પહેલાં....

ખંડેર ના એકાંતમાં.. 

નીજ મસ્તી માં જીવતો અને સંઘર્ષ સાથે જજુમતો માર્રો ભાઈબંધ અનંત આવું કાં'ક કહેતો કે,

"અનંત" કો'ક શું વિચારશે.?

આ જગતના લોક શું વિચારશે.?

એ વીચારે હું મારા મનની શાંતિ શા માટે હણુ.?

હું મારી નીજ મસ્તીમાં ખલેલ શા માટે પહોંચાડુ.?

મારા થકી કોઈને હાની ન થાય બસ્સ એટલુજ ધ્યાન રાખી, હું આનંદથી મારી પરમ ચરમ અખંડ અનંત અલૌકિક મસ્તી માં જીવું છું.!

"અનંત"

જ્યારે આપણે કંઈક ગુમાવીએ છીએ ત્યારે, 

હોય છે અચુક કશુંક મળતું.! 

"અજ્ઞાની" કમનસીબ એએ છે કે તેના પર, 

આપણું ધ્યાન નથી પડતું.! 

"અજ્ઞાની" 




No comments:

Post a Comment