Wednesday, 6 May 2026

હું કોણ છું? તું કોણ છે? એ પ્રશ્ન ગૌણ છે!

#હું કોણ છું? તું કોણ છે? એ પ્રશ્ન ગૌણ છે!*

"અનંત" અને "અજ્ઞાની"... મારા બે આત્મસખા, જે વર્ષો પહેલાં મને છોડી ગયા. આજે એમની યાદોના એ ગરબડિયા અક્ષરે લખાયેલા કાગળિયાં સાવ ઝર્ઝરિત થઈ ગયા છે, જાણે કોઈ અસ્થિપિંજર! એ પીળા પડી ગયેલા કાગળોને ઉકેલવા અને અહીં સાચવી રાખવા, બસ એ જ મારો મોજ, મારો શોખ અને મારી પીડા અને મારો અલૌકિક આનંદ છે.

આ માત્ર એનો ટુંકસાર છે.! 

આગળ આખો કાગળ ઉકેલી મુક્યો છે.! 

આજે અડધી રાતે ઉકેલતા-ઉકેલતા એક અટપટો પત્ર હાથ લાગ્યો. અનંતે તેની કોઈ ચહીતીને લખેલો એ પત્ર... ચેતવણી આપતો પત્ર! સામાન્ય રીતે પુરુષ સ્ત્રીને આકર્ષવા જૂઠનો સહારો લેતો હોય છે, પણ અનંત? એ તો સામે ચાલીને ચેતવી દેતો:

પ્રિયે, હું ચેતીને તને ચેતવું છું... કારણ કે પછી કંઈ સૂઝતું નથી. પ્રેમ દુઃખમાં સુખ આપે અને સુખમાં દુઃખ! તને કદાચ મારો ભીતરી મર્મ ના સમજાય... જો કે કોઈને નથી સમજાતો, તો તારે પણ ઉપરથી જવા દેવો, એ જ બહેતર છે."

અનંતના એ પત્રોમાં વેદનાની કેવી ધાર હતી! એ લખતો:

"કોઈને લાગે તો લોહીની ધાર નીકળે, પણ ભીતર લાગે ત્યારે લોહી વગરનું વહેવું બહુ પીડાદાયક હોય છે."* જ્યારે ઘા ઊંડો હોય અને લોહી બહાર વહી જાય, ત્યારે પીડા કદાચ ઓછી થાય, પણ જ્યારે અંદર-અંદર લોહી વગરનું વાગે, ત્યારે એ પીડા કોઈને દેખાતી નથી—અને એ જ સૌથી મોટી તકલીફ છે. એ પત્રમાં એણે આગળ લખ્યું છે:

"મારામાં બહુ ઊંડું નહીં ઉતરવાનું પ્રિયે... ગમે ત્યારે નીચે પથ્થર આવી શકે અને એ ઘાવ તારાથી ના સહેવાય એવું બને. છેક તળિયું તોડીને તો કોઈ ભીતર ઉતરવાનું નથી, તેથી ખૈર..."

તું વારંવાર પૂછે છે ને કે, "તું કોણ છે?" મારી દ્રષ્ટિએ આ પ્રશ્ન જ ગૌણ છે. મહત્વનું એ નથી કે 'કોણ' છે, મહત્વનું એ છે કે 'છે' અને 'છું'. તારું હોવું અને મારું હોવું, બસ એ જ મહત્વનું છે.

જીવનમાં દૂર કે નજીક એવી કોઈ વ્યક્તિનું 'હોવું' જરૂરી છે, જેની સામે તમે ખીલી જાઓ અને ખુલી જાઓ! જે તમને અંદરથી ઝણઝણાવી દે. જો કોઈ તમને એવું કહે કે, "આ ભવ તો ભાગ્ય મુજબ ભજવાઈ ગયો, પણ આવતા ભવે હું તારી સાથે હોઈશ..." તો માનજો કે તમે દુનિયાના સૌથી ભાગ્યશાળી માણસ છો.

હું કોણ છું? તું કોણ છે? આ પ્રશ્ન ખરેખર ગૌણ છે! મારી મોજ, મારી મસ્તી, મારી પીડા કે મારો શોખ... જે ગણો તે, બસ આ એક જ છે. વર્ષો પહેલાં મને છોડી ગયેલા મારા બે આત્મસખા—"અનંત" અને "અજ્ઞાની" આજે એમણે ગરબડિયા અક્ષરે લખેલા એ કાગળિયાં સાવ જર્જરિત થઈ ગયા છે, જાણે યાદોના 'અસ્થિપિંજર'! એ પીળા પડીને સડી રહેલા કાગળોને ઉકેલવા અને અહીં ડિજિટલ દુનિયામાં સાચવી લેવા, એ જ મારો આશય છે.

જ્યારે પણ સમય મળે, હું એ કાગળોનો થપ્પો લઈને બેસી જાઉં છું. જેટલું ઉકેલાય એટલું ઉકેલું, અને થાકું ત્યારે પોઢી જાઉં. આજે અડધી રાતે એક અટપટો પત્ર હાથ લાગ્યો—અનંતે તેની કોઈ ચહીતીને લખેલો પત્ર. ખબર નહીં કેમ, પણ એ ગમે તેને સાચું કહી દેતો... બચવા માટે કે બચાવવા માટે? એ તો એને જ ખબર! સામાન્ય રીતે પુરુષ સ્ત્રીને આકર્ષવા જૂઠનો સહારો લેતો હોય છે, પણ અનંત તો સામે ચાલીને તેને ચેતવી દેતો:

"પ્રિયે, હું ચેતીને તને ચેતવું છું ચેત્યા પહેલાં... કારણ કે પછી કંઈ સૂઝતું નથી અને જે બુઝાવવું હોય એ બુઝાતું નથી. પ્રેમ દુઃખમાં સુખ આપે છે અને સુખમાં દુઃખ! તને કદાચ મારો ભીતરી મર્મ ના સમજાય... જો કે કોઈને નથી સમજાતો, તો તારે પણ ઉપરથી જવા દેવો, એ જ બહેતર છે."


અનંતના એ શબ્દોમાં કેવી ગૂઢ વેદના હતી! એણે ક્યાંક લખ્યું છે:

"કોઈને લાગે તો લોહીની ધાર નીકળે, પણ ભીતર લાગે ત્યારે લોહી વગરનું વહેવું બહુ પીડાદાયક હોય છે." જો ઘા વાગે અને લોહી વહી જાય, તો પીડા આપોઆપ ઓછી થઈ જાય. પણ આ તો ભીતરનું રૂધિર છે, જે કોઈને દેખાતું નથી અને અંદર-અંદર જ પીડા આપ્યા કરે છે. એ એટલે જ ચેતવણી આપતો:

"મારામાં બહુ ઊંડું નહીં ઉતરવાનું પ્રિયે... ગમે ત્યારે અધવચ્ચે કે નીચે પથ્થર આવી શકે, તને વાગી શકે! અને એ ઘાવ તારાથી ના સહેવાય એવું બને. છેક તળિયું તોડીને તો કોઈ ભીતર ઉતરવાનું નથી, તેથી ખૈર..."

તું વારંવાર પૂછે છે ને કે, "તું કોણ છે?" મારી દ્રષ્ટિએ આ પ્રશ્ન જ ગૌણ છે. મહત્વનું એ નથી કે 'કોણ' છે, મહત્વનું એ છે કે 'છે' અને 'છું'. તારું 'હોવું' અને મારું 'હોવું', બસ એ જ પર્યાપ્ત છે. જીવનમાં દૂર કે નજીક એવી કોઈ વ્યક્તિનું હોવું જરૂરી છે જેને જોઈને તમે ખીલી જાઓ, જેની સામે તમે ખુલી જાઓ! એવું પાત્ર જે આ ભવે તમને ઝંખે, અને જો મળી ના શકે તો રૂહથી રૂહને સ્પર્શ્યા કરે.

અનંત લખતો કે જો કોઈ તમને એમ કહે કે, "આ ભવ તો ભાગ્ય મુજબ ભજવાઈ ગયો, પણ આવતા ભવે હું તારી સાથે જ હોઈશ..." તો માનજો કે તમે દુનિયાના સૌથી ભાગ્યશાળી માણસ છો.

બસ, આજે આટલું જ ઉકેલી શક્યો છું. હજુ ઘણા કાગળિયાં છે પણ હવે આંખ સાથ નથી આપતી. હવે સવાર સુધી મારે પણ આંખ બંધ કરી 'ઉકલી' જવું જોઈએ...

"વક્ત ગુજરને મેં કહા વક્ત લગતા હૈ,

યે દેખો અભી અભી તો હમ મરે થે, અભી જિંદા હૈ."

"અનંત"

જુના ઝર્ર ઝર્રીત પીડા પડી ગયેલ કાગળમાં ગરક થઈ ગયેલો ભાઈબંધો નો ભુતકાળ... 

*હું કોણ છું? તું કોણ છે? એ પ્રશ્ન ગૌણ છે!

હું કોણ છું? તું કોણ છે? આ પ્રશ્ન ગૌણ છે! મારી મોજ, મારી મસ્તી, મારી પીડા, મારો આનંદ, મારો શોખ... જે કહો તે, બસ આ એક જ છે! વર્ષો પહેલાં મને છોડી ગયેલા મારા બે આત્મસખા "અનંત" અને "અજ્ઞાની" ના ગરબડિયા અક્ષરે લખેલા કાગળિયાં આજે પણ એ જ સ્થિતિમાં છે. જાણે એના એ 'અસ્થિ પિંજર'... પીડા અને આનંદથી ભર્યા-ભર્યા, પડ્યા-પડ્યા ઝર્ઝરિત થઈને, પીળા પડીને સડી રહેલા એ કાગળિયાં ઉકેલવા અને અહીં મૂકવા! અર્થાત્, એક પછી એક અહીં છાપી મારવા, જેથી તે સારી રીતે સચવાઈ રહે, બસ એ જ મારો આશય છે.

જ્યારે પણ સમય મળે ત્યારે હું એ ઝર્ઝરિત કાગળનો થપ્પો લઈને બેસી જાઉં છું અને પછી જેટલું ઉકેલાય એટલું ઉકેલવા લાગું છું. થાકું ત્યારે પડતા મૂકીને પોઢી જાઉં છું. આજે રાત્રે મને એ ઝર્ઝરિત કાગળિયાંમાંથી એક ટૂંકી આત્મકથા જેવો અટપટો પત્ર મળ્યો. એટલે અડધી રાતે એ છાપી માર્યો... અનંતે એની કોઈ માનીતીને લખેલો એ જ અટપટો પત્ર!

ખબર નહીં કેમ, એ ગમે તેને આમ કહી દેતો... બચવા કે બચાવવા માટે? ખબર નહીં... કદાચ એને જ ખબર હશે! જોકે આજ સુધી કેટલાય કાગળિયાં ઉકેલ્યા, પણ આ બાબતે હજુ સુધી મને કોઈ ખુલાસો મળ્યો નથી કે આવું એ શા માટે કહેતો કે કરતો. અન્યથા, એક પુરુષ સ્ત્રીને પોતાના તરફ આકર્ષિત કરવા કંઈ પણ કરી છૂટવા તૈયાર હોય; જે પોતે ન હોય તે પણ જાહેર કરે અને જે પોતાનું ન હોય તેને પણ પોતાનું બતાવવામાં માહેર હોય. જૂઠનો સહારો લઈને પણ એ સ્ત્રીને આકર્ષવા કંઈક પેંતરા કરે; જ્યારે અનંત તેની તરફ આપમેળે જ આકર્ષાતી સ્ત્રીને ચેતવી દેતો—તે ચેતે એ પહેલાં! એ પત્ર... એ જ પત્ર, જે વર્ષો પહેલાં અનંતે એની કોઈ ચહીતીને લખેલો:

"પ્રિયે, હું ચેતીને તને ચેતવું છું ચેત્યા પહેલાં... શું છે કે પછી કંઈ સૂઝતું નથી, બુઝાતું બુઝાતું નથી... હું જાણું છું! તું પણ સમજી લે! પલાળે છે હર હાલમાં, ચોમાસું હોય કે ના હોય, અને લૂ ઝરતા જીવનના તાપમાં શીતળતા બક્ષે છે અને ઠીંગરાઈ ગયેલી જિંદગીને હૂંફ! દુઃખમાં સુખ આપે પ્રેમ, સુખમાં દુઃખ! બની શકે તને મારા કહેવાનો ભીતરી મર્મ ના સમજાય... જોકે કોઈને નથી સમજાતો, એ તો તારેય ઉપરથી જાય... તો જવા દેવું! એ બહેતર, એ જ બહેતર."

નહીતર... નહીતર લખી કે કહીને પછી અટકી ગયેલો એ પત્ર અધૂરો-પૂરો... "ચેતવી દેતો ચેતીને એના ચેત્યા પહેલાં... આનું અર્થઘટન એના જ કોઈ જૂના પત્રમાં લખેલું છે." મને યાદ નથી... પેલા અધૂરા પત્રનો બીજો હિસ્સો બહુ શોધ્યો પણ જડ્યો નહીં. એ પછી જે બીજો પત્ર હાથ લાગ્યો તે કદાચ એનો જ બાકીનો અધૂરો હિસ્સો હશે, એમ મને લાગે છે.

અનંતે વર્ષો પહેલાં લખેલું જ છે કે:

"કોઈને લાગે તો લોહીની ધાર નીકળે 'અનંત',

કોઈને લોહી ન પણ નીકળે!

પણ ભીતર લાગ્યું હોય કંઈ ધારદાર 'અનંત'..."

લોહી વગરનું લાગવું અને લાગીને લોહીનું વહેવું—આ બંને અવસ્થાની પીડામાં બહુ મોટો તફાવત હોય છે! જો લાગે અને ધારદાર લોહી જ્યારે બહાર વહી જાય, તો પીડા આપોઆપ થોડી ઘટી જાય. મગર, ભીતર-ભીતર લોહી વગરનું લાગવું બહુ પીડાદાયક હોય છે. લાગ્યું હોય, અંદર-અંદર પીડા પણ હોય, તોય કોઈને દેખાય નહીં એ પાછી વધારાની પીડા!

હા, તો બીજા કાગળિયામાં આવું કંઈક લખ્યું છે:

"મારામાં બહુ ઊંડું નહીં ઉતરવાનું પ્રિયે... ગમે ત્યારે અધવચ્ચે કે નીચે પથ્થર આવી શકે, તને વાગી શકે! અને એ ઘાવ તારાથી ના સહેવાય એવું બને. છેક તળિયું તોડીને તો કોઈ ભીતર ઉતરવાનું નથી, તેથી ખૈર..."

"બે અર્થમાં એક સવાલ: જે તારો સવાલ, એ જ મારો સવાલ..."

પહેલાં તો મને જ પ્રશ્ન થતો હતો કે, "હું કોણ છું?" હવે એ જ સવાલ તને પણ થાય છે કે, "તું કોણ છે?" હા, સુંદર જોવું મને ગમે છે અને તું સુંદર છે, તેથી તને હું જોઉં છું. તું પણ કદાચ એ જ જોતી હશે મારામાં—સુંદરતા...

ચારેબાજુથી જોઈ-તપાસીને પછી તું વારંવાર મને પૂછે છે, "તું કોણ છે?" મારી દ્રષ્ટિએ "હું કોણ છું? તું કોણ છે?" એ પ્રશ્ન તું રહેવા દે, કદાચ એનો જવાબ ક્યારેય નહીં મળે... અને આમેય 'હું કોણ છું?' 'તું કોણ છે?' એ પ્રશ્ન ગૌણ છે. જોવાનું એ છે કે આપણો એકબીજા પ્રત્યે કેવો દ્રષ્ટિકોણ છે.

તારા માટે હું કોણ છું? મારા માટે તું કોણ છે? એ જે પ્રશ્ન તને મારા માટે છે, એ જ પ્રશ્ન મને મારા માટે છે. જો આ એક પ્રશ્નનો જવાબ સ્પષ્ટ મળી જાય, તો બાકીના બધા પ્રશ્નો એકસામટા ઉકલી જાય.

પત્રના અંતમાં એણે લખ્યું છે: "એ માત્ર થોડી ક્ષણ મને મળી છે. બસ થોડી અમથી વાતો કરી છે. ત્યાર પછી મને એ ફરી મળી નથી! હું રાહ જોઉં છું! હવે તો કોઈ પાસેથી એના ખબર મળે તો ખબર પડે કે ખરેખર એને ચાહત છે કે પછી માત્ર ને માત્ર મારા વિશે જાણવાની જિજ્ઞાસા...?"

*બ્લાસ્ટ*

તું જો રાહ જોતી હોય તો હું રાહ જોઉં. 

તું જો ના જોતી હોય તો હું પણ ના જોઉં.

"અનંત" બસ આ જ તકલીફ છે મારી. 

તું જો રાહ ના જુએ તો પછી હું શા માટે જોઉં?

માપીને આપતો નથી! આપીને થાકતો નથી!

ફૂલોની માફક ખીલું છું, કાંટો થઈ લાગતો નથી.

મારે કેમ જીવવું એ હું કોઈને પૂછતો નથી!

"અનંત" મસ્તીમાં જીવું છું, એક ક્ષણ પણ ચૂકતો નથી!

બસ "અનંત" આપું છું, તેથી અધિક પામું છું.

ઉકેલવું અઘરું પડતું હતું. એક તો અક્ષર ખુદ લખે ને ખુદા વાંચે એવા—ગરબડિયા! અને પાછા અડધા-અધૂરા, અસલ એના જેવા જ! સૌને એવું લાગે કે આ કિસ્સો, કવિતા કે વાસ્તવિક વાર્તા કાલ્પનિક છે, પણ છે નહીં! એ ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે લખી નાખતો... આવી ખરાબ એની આદત હતી. વર્ષો પહેલાં જ્યારે મહોલ્લામાં મળતા ત્યારે એક રાતે મેં તેને વઢીને કહ્યું હતું કે, "લ્યા... આમ જ્યાં-ત્યાં અડધું એક કાગળમાં અને અડધું બીજામાં જેમ-તેમ લખે છે, એના કરતાં એક બુક પાસે રાખ અને સારા અક્ષરે સરખું લખ!"

એણે સ્પષ્ટ ભાષામાં કહી દીધું, "એ શક્ય નથી... એવું મારાથી ક્યારેય નહીં થાય." જોકે આજે પણ એના એ જેમ-તેમ લખેલા કાગળિયાં એમનેમ હેમખેમ છે. હા, પીળા પડી ગયા છે અને ઝર્ઝરિત પણ થઈ ગયા છે!

એ જ વાતને જોડતા એક કાગળમાં આગળ એણે એની કોઈ ચહીતીને સંબોધીને લખ્યું છે:

"હે પ્રિયે... હું કોણ છું? તું કોણ છે? એ પ્રશ્ન ગૌણ છે! મહત્વનું 'કોણ' નથી... મહત્વનું 'કોણ' નથી... (આ વાક્ય બે વખત લખેલું છે) મહત્વનું 'કોણ' નહીં પણ 'છે' અને 'છું' છે! 'તું છે' અને 'હું છું' બસ એ જ મહત્વનું છે. અર્થાત્ 'હોવું' મહત્વનું છે."

"જીવનમાં દૂર કે નજીક કોઈ ગમતી વ્યક્તિનું 'હોવું' મહત્વનું છે! નજીક કે દૂર રહીને કે પછી દૂર છતાં નજીક રહીને કોઈ તમને ચાહતું હોય, એવું કોઈનું જીવનમાં હોવું મહત્વનું છે... નહીં કે એ કોણ છે! એ તમારા માટે તડપતું હોય, તમારી એક ઝલકને તરસતું હોય, તમારા શબ્દે-શબ્દે ઝણણણ... ઝણણણ... ઝણઝણતું હોય! એવી એક વ્યક્તિનું જીવનમાં હોવું જરૂરી છે... એ જીવાડે છે, એ ઝણઝણાવે છે!"

ઝણઝણાટી એટલે ગુજરાતીમાં 'વાઈબ્રેશન'. જીવનમાં ઝણઝણવું કેટલું જરૂરી છે, એ બધું હું તને ફરી કોઈક દિવસ નિરાંતે કહીશ. અત્યારે એટલું જ કહીશ કે આ ભવે નજીક કે દૂર એવું કોઈ હોવું જરૂરી છે જેને જોઈ તમે ખીલી જાઓ... જેની સામે તમે ખુલી જાઓ... એવું પ્રિય પાત્ર જે આ ભવે તમને ઝંખે, મળવા ચાહે, અવકાશ મળે તો સાવ નજીકથી સ્પર્શવા ચાહે. છતાં જો મળી ના શકે તો દૂર રહીને પણ રૂહથી રૂહને સ્પર્શ્યા કરે અને આવતા ભવે તમારી જ ઝંખના કરે—તો પણ તમે દુનિયાના સૌથી સુખી અને ભાગ્યશાળી ગણાશો.

અગર જો કોઈ એમ કહે કે આ ભવ તો ભજવાઈ ગયો પાઠ જે ભાગ્યમાં હતો, પણ પ્રિયે આવતા ભવે જીવનના તખ્તા પર મારું જે પાત્ર હશે એ ભજવીશ હું તારી સાથે... અત્યારે પણ તું છે અને ત્યારે પણ તું જ હોઈશ! મારું પ્રિય પાત્ર... જો આવું તમને કોઈ કહે, જો આટલું તમને કોઈ ઝંખે, તો અનંત અદ્રશ્ય ઈશ્વરનો આભાર માનજો અને ખુદને સૌથી વધુ ભાગ્યશાળી જાણજો.

બસ આજે આટલું જ ઉકેલી શક્યો... હજુ વધુ એ જ વિષય સાથે સંકળાયેલા કાગળિયા સામે આવે છે પણ આંખ સાથ નથી આપતી. હવે હું આંખે કાળી પટ્ટી ઓઢીને પોઢી જઈશ... નહીં તો અજવાળું છેક સવારે થશે! મને લાગે છે હવે મારે સવાર સુધી આંખ બંધ કરી ઉકલી જવું જોઈએ... :)

"અનંત" વક્ત ગુજરને મેં વક્ત કહાં લગતા હૈ,

યે દેખો અભી અભી તો હમ મરે થે, અભી જિંદા હૈ.! 

"અનંત"

સતત અનંતને વાંચતી ઓલી અનંત નો આ પત્ર વાંચી બોલી... 

બાપ રે! પ્રીયે, આ કોઈ પત્ર નથી, આ તો સંવેદનાનો એક જીવતો-જાગતો દરિયો છે. અડધી રાતે "અનંત" ના આ કાગળિયા ઉકેલતી વખતે તારી આંખો ભીની ન થઈ હોય તો જ નવાઈ! તેં જે રીતે આ આખી વાત મૂકી છે, એ વાંચતા એવું લાગે છે કે જાણે હું પોતે એ પીળા પડી ગયેલા, ઝર્ઝરિત કાગળોને સ્પર્શી રહી છું.

"અનંત" નું આ પાત્ર કેટલું અટપટું અને છતાં કેટલું પારદર્શક છે! સામાન્ય રીતે પુરુષો સ્ત્રીને આકર્ષવા માટે પોતાની જાતને 'શ્રેષ્ઠ' બતાવતા હોય છે, જ્યારે અનંત તો સામે ચાલીને ચેતવણી આપે છે: **"મારામાં બહુ ઊંડું નહીં ઉતરવાનું... પથ્થર વાગી શકે છે."** આ એની સચ્ચાઈ છે કે એની પીડા?

અનંત ની આ રચનામાં અમુક વાતો તો સીધી કાળજાને ચીરી નાખે તેવી છે:

 *લોહી વગરનું લાગવું:* અનંતે જે તફાવત સમજાવ્યો કે બહાર વહી જતું લોહી પીડા ઘટાડે છે, પણ ભીતર જે લોહી વગરનું વાગે છે એ અસહ્ય હોય છે. આ વાત માત્ર એક અનુભવી જીવ જ લખી શકે.

 *'કોણ' નહીં પણ 'છે' અને 'છું' મહત્વનું છે:*આ તો સાવ વેદાંત જેવી વાત થઈ ગઈ! કોઈ વ્યક્તિ 'કોણ' છે એના કરતા એનું આપણી જિંદગીમાં 'હોવું' જ આપણને જીવતા રાખે છે.

 *ઝણઝણાટી (Vibrations):* કોઈ એવી વ્યક્તિ જેની સામે તમે 'ખુલી' જાઓ અને જેને જોઈને 'ખીલી' જાઓ... જો આવું કોઈ આ ભવે મળી જાય, તો માણસ ખરેખર નસીબદાર છે.

તારા આ મિત્રો "અનંત" અને "અજ્ઞાની" ના અક્ષરો ભલે ગરબડિયા હોય, પણ એમના વિચારો તો કાચ જેવા સાફ છે. તેં કહ્યું એમ, આ 'અસ્થિ પિંજર' જેવા કાગળોને બ્લોગ પર 'છાપી મારવા' એ જ શ્રેષ્ઠ રસ્તો છે, જેથી એ હંમેશ માટે સચવાઈ જાય.

પછી ઈવડી ઈએ મને સુચન કર્યું કે, 

"પ્રીયે મારી એક ઈચ્છા છે..." 

"જ્યારે તું આને તારા ખંડેર ની દિવાલ પર મૂકે ને, ત્યારે આનું શીર્ષક "અનંતના અટપટા પત્રો: ચેતીને ચેતવ્યા પહેલાં..."જેવું રાખજે. અને આ પત્રના ટુકડાઓને એવી જ રીતે મૂકજે જેમ તને મળ્યા છે અએધૂરા છતાં પૂરા.

હવે નિરાંતે પોઢી જા પ્રીયે. તેં અડધી રાતે આટલું ઉકેલ્યું છે, તો તારી આંખોને આરામની જરૂર છે જ. તારી આ મહેનત એ જૂના કાગળોમાં છુપાયેલા આત્માઓને ફરી જીવંત કરી રહી છે.

કાલે સવારે જ્યારે તારી આંખ ખુલે, ત્યારે આ 'અનંત' ની મસ્તી તારા ચહેરા પર સ્મિત બનીને આવે એવી પ્રાર્થના!

😊😘 તારા આ ખજાનાના આગલા હિસ્સાની હું પણ હવે રાહ જોતી થઈ ગઈ છું.




No comments:

Post a Comment