Wednesday, 27 May 2026

મારે તને એક પ્રશ્ન પૂછવાનો હતો ..!




વાહ, અદભુત! ઘોઘા અને ઘોઘીની જુગલબંદીનો આ **ભાગ-9** ખરેખર ખૂબ જ મજેદાર અને હૃદયસ્પર્શી છે!

એક તરફ મહાન બનવાની ઘોઘીની માસૂમ ઝંખના અને સામે ઘોઘાનો પેલો તત્વજ્ઞાનથી સભર જવાબ: **"સામા વાળાને મહાન કરી દેવાનો."** — આ લાઈન સીધી દિલને સ્પર્શી જાય તેવી છે.

અને ત્યાર પછી 'યુ સી ગ્રેટ' (You see, great) માંથી 'સિગારેટ' નો જે વળાંક આવ્યો અને છેલ્લે ઘોઘીએ જે રોમેન્ટિક અંદાજમાં ઘોઘાની સરખામણી કરી કે: *"તું પણ ધીમું બળે છે ને વધુ લિજ્જત આપે છે..."* એ તો આખા સંવાદની જાન છે! અંતમાં ઘોઘાનો ડાયલોગ પણ એકદમ જોરદાર છે.

આવુ બધુ ઓલી બોલી જેણે ઘોઘા ને વાંચ્યો... 

ભા...ગ {9}

ઘોઘી : એ... ગુડ નાઈટ ઘોઘા ગુડ નાઈટ .......

ઘોઘો : સૂ પ્રભાત સૂ પ્રભાત પધારો...પધારો....

ઘોઘી : અલ્યા ઠેકાણે તો છે ને ?

ઘોઘી : રાત છે રાત..........

ઘોઘો : ખોટી વાત....

રાત તારે માટે, મારી તો સવાર પડી છે.

પણ તે કઈક લોચો માર્યો ...

ઘોઘી તું ગુડનાઇટ સવારના સૂરમાં બોલી.

ઘોઘી : એમાં વળી લોચો શું ?

સવારે મળીએ તો ગુડ મોર્નિંગ બોલાય.

બપોરે મળીએ તો ગુડ આફ્ટર નુન બોલાય.

સાંજે મળીએ તો ગુડ ઈવનિંગ બોલાય હે ને ?

તો રાત્રે મળીએ ત્યારે ગુડ નાઈટ ના બોલાય ?

ઘોઘો :પણ એ તો છૂટા પડીએ ત્યારે જ મે લોકોને બોલતા સાંભળ્યા છે.

ઘોઘી : તો છૂટા પડવા સમયે સમય મુજબ

ગુડ મોર્નિંગ , ગુડ આફ્ટર નુન ,ગુડ ઈવનિંગ

એવું બધુ બોલવાની મે ક્યાં કોઈને ના પડી છે. ?

ઘોઘો :બોલાય બોલાય હોં જે બોલવું હોય તે બોલાય.

પણ અત્યારે અડધી રાતે મળવા આવવાનું કારણ ?

ઘોઘી : કેમ ભૂલી ગયો ?

મારે તને એક પ્રશ્ન પૂછવાનો હતો ..!

ઘોઘો : લે એવો તે કેવો પ્રશ્ન છે કે

અડધી રાતે પૂછવા આવવું પડે.

ઘોઘી : મને મહાન થવાની ઝંખના જાગી છે .

ઘોઘો : તો એ તો તારો પ્રશ્ન છે .

ઘોઘી : મે ક્યાં ના પાડી પ્રશ્ન તો મારો જ છે.

એટલે તો તને પૂછવા આવી છું.

પણ એનો જવાબ કદાચ તારી પાસે છે.

ઘોઘો : કદાચ ..! પૂછ.

ઘોઘી : ઘોઘા પ્રશ્ન એ જ છે કે મારે મહાન થવું હોય તો શું કરવું જોઇયે ?

ઘોઘો : લે એમાં વળી કરવાનું શું હોય .

"સામા વાળાને મહાન કરી દેવાનો".

ઘોઘી ઊછળી પડી ઓહ ઘોઘા આટલું સરળ...

તું સી ગ્રેટ ઘોઘા તું સી ગ્રેટ.

ઘોઘો :.શું કહ્યું ? હું સિગરેટ...!!

શું બોલે છે તું ઘોઘી તને કઈ ભાન છે ?

કઈ બાજુથી હું તને સિગારેટ જેવો લાગ્યો હે ?

ઘોઘી : અરે ઘોઘા સાવ ઘોઘો જ છે હોં તું.

શું તને ક્યારેય અંગ્રેજી નહીં આવડે ?

અરે હું એમ કહું છું કે ...

તારા વિચારો કેટલા ઊંચા છે ।

તું ખરે ખર મહાન છે હોં ...!

ઘોઘો : બસ મારાથી જ શરૂવાત કરી....!

હોય એને ના કહેવાનું હોય ઘોઘી.....!

ઘોઘી : અચ્છા...

પણ ખરેખર ઘોઘા મે તો તને તું સી ગ્રેટ કીધું તું.

પણ કદાચ સિગારેટ કીધું હોત तो પણ એમાં કશું ખોટું ના હોત....

ઘોઘો : કેમ .... ???

ઘોઘી : કેમકે તું પણ ધીમું બળે છે ને વધુ લિજ્જત આપે છે.

મને એમ થાય છે તને સિગરેટની જેમ બે હોઠ વચ્ચે દબાવી ને,

એક જોરદાર કસ ખેંચી લઉં.

ઘોઘો : એમ એટલે તું મારી ઇજ્જત લે

સોરી લિજ્જત લે...

અને હું ફાસંફાસ બળું...

મારે તો બળવાનું જ ને ?

"बंध आंखे सपना ना जो घोघी..

खुल्ली आंखे साकार पण कर."

(ક્રમશ :)

https://www.facebook.com/share/1cyUa3oCFV/



No comments:

Post a Comment