Monday, 27 July 2026

નર નારી ના પ્રેમાળ સપના...



 https://youtu.be/GOGbQ64fz-k?si=SxWqnZbfGbeb2Knh






https://youtu.be/U6zOPOhx_Zk?si=T9U1sLk-FVCyp6-C

https://youtu.be/U3bgcp3uGkI?si=R7-ydIWWKSdP5vqP

https://youtu.be/mIXh9vxFQ-I?si=6qxldtP7deQZEw-n


https://youtu.be/nOxSB8VIG_w?si=lItl8oYHpK5D8Aaz

Friday, 24 July 2026

ગમતા ગીત અનંત..


 https://youtu.be/Xa_08ooCJK0?si=hGHmRAn-6EA_l47K


https://youtu.be/GlNwDIGUJUM?si=oKhnNYwyXhgjtcUg

Thursday, 23 July 2026

Wednesday, 22 July 2026

ઘટના


 https://youtu.be/S-SKZAI8Dr4?si=07OFRj2UmDpoI4rh

શરાબી ચહેરો નવાબી ચહેરો.!

વર્ષો પહેલાં... 
ભાઈબંધ અનંતે આ રચના "ચહેરો" એની રૂપાળી અને સુંદર ચહીતી જે અનંત ને પ્રેમ તો કરતીજ હતી મગર પોતાના રૂપ ને કારણે ઘમંડી પણ હતી.! 
અકલે અનંતે આ રચના માં તેના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાની સાથે સાથે અંતમાં એને આતમ નો આયનો બતાવતા લખ્યું હતું કે, 
"અનંત" ઓ હસીના રૂપાળા હોવાનો ઘમંડ ના કર,
"અનંત" ઈશ્વરે મને પણ આપ્યો છે નવાબી ચહેરો.
"અનંત" 



ચડે છે કેફ તું હસે તો બોટલ લાગે શરાબી ચહેરો,

આ આંખોને જોવો ગમે ગુસ્સેલ ગુલાબી ચહેરો.

પ્રેમ તારો વાસંતી વાયરો, ને ચહેરો! રાત્રે લાગે જાણે

ચંદ્રમા પૂનમનો અને દિવસે લાગે આફતાબી ચહેરો.

દિવસ આખોય સુધરી જાય મારો જો સવારે સવારે,

તું પાઈ દે આ આંખોને બસ એક રકાબી ચહેરો.

આ સૌથી મોટી કરૂણતા છે કદરુપાઓના જીવનની,

બધું સુખ હોય મગર દુ:ખનું કારણ ખરાબી 'ચહેરો'.

હ્રદય ના ભાવ ભલા છુપાવું કેમ ? અગર હું રહું મૌન,

તો ભીતરના ભેદ ખોલી નાખે હાજરજવાબી ચહેરો.

"હું પણ નથી કરતો મારા રૂપ નું ઘમંડ"

ઓ હસીના રૂપાળા હોવાનો તું આટલો ઘમંડ ના કર,

"અનંત" ઈશ્વરે મને પણ આપ્યો છે નવાબી ચહેરો.

"અનંત"

*બ્લાસ્ટ*

હે ઈશ્વર આ કેવી કરુણતા, કદરૂપાઓના જીવનની,

બધું સુખ હોય મગર દુ:ખનું કારણ ખરાબી 'ચહેરો'.

"અનંત" 











Sunday, 19 July 2026

ભાઈબંધ અનંત સાથે પણ આવું જ થયું હતું


https://youtu.be/kPyBvguf1Ug?si=Utq5DcdMZ-sq0xGF

ઓલી એ વાંચી ને કહ્યું. 

વાહ પ્રિયે! આ આખો લેખ વાંચીને દિલ ભરાઈ આવ્યું. અનંતના આ મુક્ત, નિખાલસ અને મલંગ સ્વભાવની પાછળ રહેલી વેદના અને એના હૃદયની સચ્ચાઈ તેં બહુ સુંદર રીતે કાગળ પર ઉતારી છે. છેલ્લે જે દોસ્તી અને પ્રેમની વ્યાખ્યા અને પેલી સખીને પૂછેલા સવાલો છે, એ તો સાવ હૃદયને હચમચાવી મૂકે તેવા છે.

ભાઈબંધ અનંત સાથે પણ આવું જ કંઈક થયું હતું. 

વર્ષો પહેલાંની વાત છે... 

પેલી એક છોકરી અનંતને મનોમન ખૂબ ચાહતી હતી, જોકે બંને વચ્ચે વાતચીત અને મજાક-મસ્તીનો સરસ વહેવાર પણ હતો. 

પેલીને અનંતમાં એ તમામ ગુણ હોવાની અનુભૂતિઓ વારંવાર થતી, એ ગુણ જે એક સરેરાશ છોકરી છોકરામાં યા કહો કે નખશીખ સ્ત્રી એક પુરુષમાં ઝંખતી હોય છે!

સામે હોય ત્યારે નિર્દોષ પ્રેમ કરવો, દૂર હોય ત્યારે સુંવાળા, હૂંફાળા શબ્દો અથવા ફીલ્મી ગીતો વડે પ્રેમની ઉત્તમ અભિવ્યક્તિ, હરદમ હસતું વદન, હરક્ષણ નિર્દોષ મજાક-મસ્તી અને એક છોકરીને તથા તેની લાગણીને છેક ભીતરથી સમજવાની સમજશક્તિ, અનંતમાં આ તમામ ચીજ હતી જે એક યુવતી એક યુવાનમાં ઝંખતી હોય...

બસ, અનંતમાં જો કોઈ ખામી કહો (અથવા એ જ કદાચ એની આકર્ષણ પેદા કરતી ખૂબી હતી) તો એ કે તે કોઈ વાતે ગંભીર ન હતો! અનંત હંમેશા ઘોઘા ની જેમ ન સમજાય એવી ઉટપટાંગ અને અટપટી વાતો કરતો રહેતો અનંતને ઘણી છોકરીઓ પ્રેમ કરતી હતી, મગર અનંત ખરેખર કોને પ્રેમ કરે છે એ કોઈ કળી શકતું નહીં. કોઈને એ ખબર ન પડતી કે એનો અસલી પ્રેમ કોણ છે, બની શકે કે ખુદ અનંતને પણ આ વાતની ખબર ન હોય! ક્યારેક એમ લાગે કે એ નર્યો સ્વાર્થી છે જે પોતાના સિવાય કોઈને પ્રેમ નથી કરતો, તો ક્યારેક એવું લાગે કે એ પોતાના સિવાય દુનિયાના તમામ લોકોને પ્રેમ કરે છે. સામાન્ય રીતે અનંત જે છોકરી સાથે વાત કરે, એ ક્ષણે પેલી એમ જ સમજે કે અનંત માત્ર ને માત્ર તેને જ પ્રેમ કરે છે! મગર બીજી જ ક્ષણે એનો એ ભરમ ભાંગી જાય, કારણ કે અનંત હરકતો જ એવી અતરંગી કરતો. એ ક્ષણે પેલી છોકરી કાં તો ગુસ્સે ભરાતી કાં ભીતરથી ભાંગીને ભૂકો થઈ જતી, મગર અનંત એવી માયા હતી કે તેની આવી હરકતો છતાં છોકરીઓ તેને ચાહવાનું છોડી જ ન શકતી!

બે ભઢ્ઢી ના આગ વચ્ચે શેકાતો અનંત લાલઘુમ ચહેરો પરસે નીતરતો હોય અને કામ દરમિયાન મન હ્રદય માં જે ભાવ જે લાગણી ઉભરાય તે જુના ચોપાનીયા ને અર્પણ કરે એ સીવાય એવા ફીલ્મિ ગીતો વખાડે ગાય એ ગીતો દ્વારા પોતાની લાગણી પેલી બધી સામે વ્યક્ત કરતો....

મહોલ્લો આખો દિવસ અનંત ની અટપટી બકબક અને સુંદર ગીતોથી ગુંજતો રહેતો. 

 ઘટના ૧: ગલીનું એ કસકસતું ચુંબન અને અકળ મૌન 

એક દિવસ ઘટના એમ ઘટી કે છેક દૂરથી અનંતની એ ચાહનારી છોકરી (હસલી) એની એક સખી સાથે અનંતને મળવા એ જ ઉબડ-ખાબડ સાંકડી ગલીમાં આવી. અનંત જ્યારે મહોલ્લાની ડેલી બહાર નીકળ્યો ત્યારે તેને આ વાતની ખબર પડી. અનંત પેલીને ઘરની ભીતર આવવાનું પણ નથી કહેતો. પેલી ગલીમાં આવેલા એક મકાનની દીવાલ પાસે ઊભી હતી અને તેની બાજુમાં એની સખી ઊભી હતી. અનંતે પેલી પાસે જઈને સીધું જ તેના હોઠ પર એક કસકસતું ચુંબન કરી લીધું! પેલી તો આંખ નીચી કરીને શરમાઈ ગઈ. બાજુમાં ઊભેલી એની સખી હજુ કંઈ સમજે-વિચારે એ પહેલાં તો અનંતે એને પણ એ જ રીતે હોઠેહોઠનું કસકસતું ચુંબન ચોડી દીધું!

બંને સખીઓ શરમ અને સંકોચ સાથે એકબીજા સામે જોઈ રહી, મગર આશ્ચર્યની વાત એ હતી કે બેમાંથી એકેય છોકરીએ અનંતને તેની આ હરકત બદલ એક હરફ સુધ્ધાં ન કહ્યો! ખબર નહીં કેમ! પછી અનંતે પેલીને કહ્યું, "હું જાઉં છું, મારે કામ છે." અને અનંત ચાલતો થઈ ગયો! બસ, એ પછી ઓલી કે પેલીની કોઈ વાત જ નહીં, ઘણું બધું બની ગયું છતાં જાણે કંઈ બન્યું જ નથી! અનંત પાછો પોતાની એ જ અલૌકિક મસ્તી સાથે બે ભઠ્ઠીની આગ વચ્ચે જાત સેકવા લાગતો.

રોજ મધરાતે જ્યારે અમે ચાની ચુસ્કી ભરતાં-ભરતાં વાતો કરતા, ત્યારે અનંત મહોલ્લામાં દિવસ દરમિયાન બનેલી તમામ ઘટનાઓ વિશે વાત કરતો, પણ ઓલી બે જણીઓને ચુંબન કરવાની વાત અનંતે ઘણા મહિનાઓ સુધી અમને ન કરી. જોકે હું અને અજ્ઞાની એને બરાબર જાણતા હતા. અમને અનંત પર અટૂટ વિશ્વાસ હતો કે અનંત ક્યારેય ઈરાદાપૂર્વક કોઈ વાત અમારાથી છુપાવે નહીં. અસલમાં, પેલી ચુંબન વાળી આખી ઘટના અનંત સાવ ભૂલી જ ગયો હતો! એ તો મને જ્યારે એ છોકરી (હસલી) ભટકાણી ત્યારે ખબર પડી. જ્યારે એ છોકરી મને મળી ત્યારે તેણે કહ્યું, "તારો ભાઈબંધ અનંત તો ગજબ છે!" મેં પૂછ્યું, "કેમ?" ત્યારે એણે મને પેલી ચુંબન વાળી વાત કરી કે તે અનંત ને મળવા ગઈ'તી ત્યારે અનંતે ગલીમાં તેને અને તેની સખી બંનેને ચુંબન કરેલું.

તે રાત્રે ચાની ચુસ્કી ભરતાં-ભરતાં મેં અનંતને કહ્યું, "યાર તું તો ગજબ છે!" અનંતે કહ્યું, "કેમ એવું તે મેં શું કર્યું?" મેં કહ્યું, "ઓલી હસલીને તે ચુંબન કરેલું..." હું હજુ આગળ હસલી સાથે આવેલી એની સખીની વાત પૂછું એ પહેલાં જ તે બોલી ઊઠ્યો, "હા યાર! તે દિવસે તો ખરેખર ગજબ થઈ ગયો મારાથી! જોકે મને માફ કરજો, એ વાત તો સાવ મારા મગજમાંથી જ નીકળી ગયેલી. પણ સાચું કહું પરિયા, મને નથી ખબર કે આવું મેં શું કામ કર્યું, પણ થઈ ગયું! જોકે હસલીની સખીને ચુંબન તો કરી નાખ્યું, પણ પછી મને પણ ધ્રુજારી છૂટી ગયેલી કે હમણાં પેલી લાફો મારશે!"

મેં પૂછ્યું, "માર્યો?"

અનંતે કહ્યું, "ના, એ કાંઈ જ ન બોલી. ઊલટાનું એ તો લજવાતી -લજવાતી મારી સામે જોતી હતી."

અનંતની આ હરકત પરથી એ નક્કી થાય છે કે અનંતના મનમાં એ બાબતે કોઈ ગંભીરતા કે ખોટો ઈરાદો હતો જ નહીં.

ઘટના ૨: બે રૂપિયાની નોટ અને હેતલનું પાકીટ

આવી જ રીતે એક દિવસ લઘરવઘર હાલતમાં અનંત ફાકી લેવા માટે મહોલ્લાની ડેલી બહાર નીકળ્યો હતો. એ જ વખતે મહોલ્લામાં રહેતી એક છોકરી, જેનું નામ તરુલતા હતું પણ સૌ તેને 'તરુ' કહેતા, તે સ્કૂલેથી આવી. એની સાથે એની બહેનપણી હેતલ પણ હતી જે લેડીઝ સાયકલ લઈને આવેલી. સાયકલના કેરિયરમાં હેતલે પોતાનું પર્સ ભરાવેલું હતું. હેતલ જ્યારે તરુના ઘરે જવા માટે સાયકલની આડી ઘોડી ચડાવતી હતી, ત્યારે જ અવળચંડા અનંતે સાયકલના કેરિયરમાંથી એનું પર્સ કાઢી લીધું!

પેલી છોકરીએ અનંતને કહ્યું, "મારું પર્સ આપ." અનંતે કહ્યું, "નહીં આપું."

પેલીએ એની બહેનપણીને ફરિયાદ કરી, "અલી તરુ, આ છોકરાએ મારું પર્સ લઈ લીધું છે!"

તરુએ અનંતને કહ્યું, "અનંત, હેતલનું પર્સ પાછું આપી દે ને!"

અનંતે કહ્યું, "નહીં આપું, જા!"

તરુએ કહ્યું, "અનંત, તું આવો વાયડો કેમ છે? ગમે ત્યારે ગમે તેને હેરાન કરે છે! ચાલ, હેતલને તેનું પર્સ આપી દે."

અનંતે સાવ બેશરમીથી કહ્યું, "પર્સ તો આપી દઉં, પણ મારે ફાકી ખાવી છે. પેલા એને કહે કે મને બે રૂપિયા આપે!"

તરુ આ અવળચંડા અનંતને બરાબર ઓળખતી હતી કે આ જીદ્દી છે અને એમ નહીં માને. છતાં તેણે કહ્યું, "અનંત, તને જરાય શરમ નથી આવતી કે છોકરીનું પર્સ લે છે?"

અનંતે રોકડો જવાબ આપ્યો, "ના!"

તરુ કહે, "બહુ ડાયો ન થા, ચાલ હવે હેતલનું પર્સ આપી દે."

અનંત કહે, "નહીં આપું, 

તરુ કહે, "અનંત બહુ હેરાન ન કર, પહેલા તું હેતલનું પાકીટ આપી દે."

અનંતે કહ્યુ." પાકીટ આપુ પણ એક શરત છે" 

તરુ એ પુછ્યું." બોલ શું શરત છે તારી? "

" હેતલ ને કે પહેલા મને ફાકી લેવા બે રૂપિયા આપે!"

હવે હેતલ હેતથી બોલી, "હું તને બે રૂપિયા આપીશ, પણ પહેલા તું મને પાકીટ તો આપ."

"પછી નહીં આપે તો?" અનંતે હેતલ પર અવિશ્વાસ કર્યો!

હેતલે તરુને કહ્યું, "લાગે છે આ અનંત એમ નહીં માને."

પછી હેતલે જ અનંતને કહ્યું, "તને મારા પર વિશ્વાસ નથી ને?"

બેશરમ અનંતે કહ્યું, "ના!"

હેતલે કહ્યું, "તો એક કામ કર, તું જાતે જ પાકીટમાંથી બે રૂપિયા લઈ લે, બસ!"

અનંતે સાચે જ પેલીના પાકીટમાંથી બે રૂપિયાની નોટ કાઢી લીધી અને પછી પ્રેમથી હેતલને પર્સ પાછું આપીને ફાકી લેવા હાલતો થઈ ગયો!

આવી અનેક ઘટનાઓ પરથી એ હકીકત સાબિત થાય છે કે મલંગ મીજાજી અનંત મનનો એકદમ સાફ, નિર્દોષ અને નિખાલસ હતો. કદાચ એટલે જ અનંત ગમે તેવી હરકત કરે તો પણ કોઈ છોકરી એના પર વઢતી નહીં કે ન તો એની હેરાનગતિ બદલ કોઈને ફરિયાદ કરતી! બસ, એ પછી પાછો અનંત પોતાની એ જ અલૌકિક મસ્તી સાથે બે ભઠ્ઠીની આગ વચ્ચે જાત સેકવા લાગતો.

અનંતનો મન વલોપાત અનંત સફરનો માણસ હતો. 

જ્યાં સુધી તમામ રીતે કલ્પેલી ધારેલી મંજીલ મળે નહીં ત્યાં સુધી સફર કરતા રહેવું એવું કદાચ અનંતે મનોમન નક્કી કરી લીધું હતું. 

અનંત હંમેશા ખુદના શબ્દો દ્વારા અને ક્યારેક સુંદર ફીલ્મી ગીતો દ્વારા પોતાની લાગણી બખૂબી વ્યક્તિ કરતો હતો.  

અનંત ના અકળ પ્રેમની ભીનાશ 

અનંતની અનેક ચાહીતીઓમાં એક એવી પણ છોકરી હતી, જેની થોડા શબ્દો માં ઊંડાણ ભરી વાતચીત કરવાની રીત અનંતને અંદરથી આકર્ષિત કરતી હતી. તેમ છતાં અનંત એ વાત ખુલ્લીને પેલીને કહેતો નહીં. બંને વચ્ચે ખૂબ બધી વાતો થતી રહેતી. જોકે, કોઈના પણ હૃદયની ભીતર થતી હલચલ વાતચીત દરમિયાન વ્યક્ત થયા વગર રહેતી નથી. કદાચ પેલી પણ એવું અનુભવતી કે ઊંડે ઊંડે અનંત તેને ચાહે છે. મગર અનંતની આવી અતરંગી હરકતો અને અધૂરી હકીકતોથી વાકેફ હોવાથી, તે એમ પણ સમજતી કે 'અનંત પોતાને ચાહે છે' એવો કદાચ એને ભ્રમ થાય છે!

જોકે અનંત તેને ચાહે કે ન ચાહે, પણ તે ખુદ તો અનંતને ખૂબ જ ચાહતી હતી, મનોમન પ્રેમ કરતી હતી. કારણ કે એક છોકરી તેના પ્રેમી કે પછી આગળ જતાં પતિ થનારા પુરુષમાં જે તમામ સપનાઓ, ઈચ્છાઓ અને ઝંખનાઓ સેવતી હોય, એ પૂરી કરે તેવો છોકરો અનંત જ હતો! અનંત જ એકમાત્ર એવો છોકરો હતો જે એક છોકરીના તમામ સપનાઓ, ઈચ્છાઓ અને ઝંખનાઓને પૂરી કરી શકે. એ મનોમન વિચારતી કે અનંત અતી સંવેદનશીલ તો છેજ પણ બોલી ને કહીએ તે વાત યા તો સમજાતો નહીં અથવા તો ન મજવાનો ડોળ કરતો મગર કહ્યા વીના પણ અનંત સામે ની વ્યક્તિ ના મનની વાત ખૂબ સારી રીતે સમજી શકતો એવું પણ પેલીએ અનેક વાર અનુભવ્યું હતું મહેસુસ કર્યું હતું. 

એટલે ભરમ ન પણ હોય, તો પણ એની ભીતર એક એવો ડર હતો કે અનંત સાથે સંસાર માંડવો કદાચ શક્ય નથી જ! અનંતની વાતો અને અનંતની જીવનયાત્રા પરથી એ હકીકત એકદમ સ્પષ્ટ થતી હતી કે અનંત તો સફરનો માણસ છે, અને 'હું ચાહીશ તો પણ આ સફરમાં અનંત સાથે નહીં ચાલી શકું.'

બંને બહુ બધી વાતો કરતાં. પેલી વાત-વાતમાં અનંતને ઊંડાણથી સમજવાની ખૂબ મથામણ કરતી. વાત-વાતમાં એવા-એવા સવાલો કરતી કે અનંતની ભીતર ખરેખર એવું તે શું છે જે પોતાને આટલી હદે આકર્ષે છે! પેલી જે અનુભવતી કે ઊંડે ઊંડે અનંત તેને ચાહે છે, એ માત્ર ભરમ નહોતો પણ હકીકત જ હતી કે અનંત પણ તેને મનોમન ખૂબ જ ચાહતો હતો! મગર તેમ છતાં, પેલીના હરેક સવાલોનો અનંત બડી સિફતથી જવાબ આપતો અને પેલીને પોતાની વધુ નજીક આવતી રોકી લેતો.

સ્થાયી સંબંધમાં બંધાઈ શકાય તેમ નથી, આ હકીકત કદાચ બંને સમજી ગયા હતા. અને પેલીનો ભય તો બિલકુલ વાજબી હતો; અગર જો તે સતત વાતચીત કર્યા કરશે તો ચિત્તભ્રમ થઈ જશે અને અનંત સાથે જો હૃદયનું આ નાજુક જોડાણ વધુ મજબૂત થઈ જશે, તો બાકીનું જીવન અનંત વગર પસાર કરવું અતિ કઠિન અને પીડાદાયક લાગશે!

આ જ વિચારે, ધીરે-ધીરે સમય જતાં તેણે અનંત સાથે વાતો કરવાનું ક્રમશઃ ઓછું કરી નાખ્યું. બંને વચ્ચેની નિર્દોષ અને નિખાલસ વાતચીત ઘટવા લાગી અને પછી તો પેલીએ અનંત સાથે વાત કરવાનું સાવ જ બંધ કરી દીધું.

સામે પક્ષે અનંત પણ અલગ અને મલંગ મિજાજનો માણસ હતો. પેલી પહેલા જેટલી વાત નથી કરતી કે સાવ વાત નથી કરતી, તો પણ અનંતે પેલીને કોઈ સવાલ ન કર્યો. કારણ કે અનંત તેના વહેવારુ ડરને સમજાતો હતો. પણ આખરે તો અનંત પણ એક જીવતો-જાગતો જીવ હતો અને પાછો પ્રેમથી હર્યા-ભર્યા હૃદયવાળો! 

એટલે અનંતે પેલીને એક નાનકડો પત્ર લખ્યો.અને એ પત્રમાં અંતે, હૃદયના ઊંડાણમાંથી પેલીને ઉદ્દેશીને અનંતે તેના અને પોતાના મનની વાત પણ કહે છે અને થોડા નાના નાના નાજુક સવાલો પણ પૂછે છે.

પત્રમાં અનંતે પેલીને લખ્યું:

"હું જાણું છું કે તું મને ચાહે છે, મગર હું ચાહવા છતાં તને ચાહી નથી શકતો, કારણ કે હું ઠામ-ઠેકાણા વગરનો, એક અનંત સફરનો માણસ છું! અને તારા એ વહેવારુ ડરને હું મારી ભીતરના સાવ છેલ્લા ઊંડાણથી સમજી શકું છું. આથી જ તેં મારી સાથે વાતો કરવાનું બંધ કર્યું છે, એ પણ હું ભલીભાંતી જાણું છું અને તું જે કરે છે કે વિચારે છે એ બિલકુલ બરાબર જ છે!

માટે જ હું પણ કહું છું કે આપણી વચ્ચે મંઝિલ સુધીના સંબંધની શક્યતા કમ સે કમ આ વખતે તો નથી જ—અર્થાત, આ ભવમાં તો નથી જ એમ! અને યુગોના ક્યાં દુકાળ છે? આ જીવન કાંઈ અહીં જ થોડું અટકી જવાનું છે! આ જીવનયાત્રા તો અનંત કાળથી અવિરત ચાલે છે અને અનંત યુગો સુધી ચાલતી જ રહેવાની છે... આ અનંત જીવનયાત્રા!

આ વખતે અગર એકબીજાને પામવાની દ્રઢ ઈચ્છા સાથે છેલ્લા શ્વાસ લઈશું અને શરીર છોડીશું, તો આવતી વખતે સશરીર મળીશું, એમાં શું! મગર હા, ત્યાં સુધી એક સંબંધ એવો છે જે રાખી શકાય એ છે દોસ્તીનો! પણ એક યુવક અને યુવતી વચ્ચે દોસ્તીમાં પણ પ્રેમ થઈ જવાનું ભયસ્થાન તો ખરું જ. જોકે, આ દોસ્તી પણ પ્રેમની જ એક આડપેદાશ છે, અથવા પ્રેમની આડમાં છુપાયેલી દોસ્તી છે..."

પત્ર ના અંતે, અનંત હૃદયના ઊંડાણમાંથી પેલીને ઉદ્દેશીને સવાલો પૂછે છે. 

"લે, હવે સાચું કહેજે હોં ને?

તું મારાથી નારાજ છે યા ખુદથી?

શું તું કોઈના પ્રેમમાં પડી ગઈ છે?

કે પછી તું પરણી ગઈ છે?

જે હોય તે, સાચું કહેજે હોં!

હું તારા પ્રથમ (નારાજગી) સિવાયના તમામ નિર્ણયોથી ખુશ થઈશ! 🙂"

પત્ર ના અંતમાં અને તેને ખૂબજ ગમતા ગીત ની લાઇન લખે છે.! આ ગીત ના શબ્દો મુજબ અનંત પણ એજ વિચારતો કે, બે પ્રેમી પાત્રો ને પ્રેમ થી સાથે કોઈ મોટી જાહોજલાલી ની જરૂર નથી 

"અનંત"બસ થોડી જમીન પર એક નાનકડું સાદગી સભર સુંદર ઘર હોય. 

અને એવીજ સાદગી સાથે એ ઘરમાં રહેતા એક નારી અને એક નર હોય... 

"અનંત" 


https://youtu.be/5UE5iK4dyHs?si=IKHYTMkP8mSgt-qK

તું આ હકીકત ક્યારે વાંચશે જાણશે એ મન નથ ખબર પણ અનંત ની એક ચાહકે આ હકીકત વાંચીને કહ્યું. 

પરિયા, આ લખાણમાં પેલી છોકરીની ભીતરની મથામણ, અનંતને પામવાની તીવ્ર ઝંખના અને છતાંય એક વહેવારુ ડરના કારણે એનાથી દૂર થઈ જવાની જે પીડા છે એ હૃદયને સોંસરવી ઉતરી જાય છે પેલી છોકરીનો અનંત પ્રત્યેનો અહોભાવ અને વિરહનો ડર એટલો સરસ ઉપસી આવ્યો છે કે મારી આંખ ભીની થઈ ગઈ. 

અનંત ના આ પત્રમાં 'જીવન અને મૃત્યુ'થી પણ પાર જતી જે આધ્યાત્મિક અને દાર્શનિક જે ભીનાશ છે ને, એ હૃદયને હચમચાવી મૂકે તેવી છે. અનંત માત્ર એક સફરનો માણસ નથી, એ તો સમય અને યુગોથી પર એવો એક અવિરત પ્રવાસી છે, જે ભવ-ભવાંતરના સંબંધોને જાણે છે.

અનંતના આ ગૂઢ અને ઊંડા વિચારો, ભાવનાત્મક ઊંડાણ સાથે અનંત ના પ્રેમ નો રંગ વધુ ઘેરો થાય છે. 

પરિયા, આ અનંત ના પત્ર માં અતિ ઊંડું લખાણ છે. આમાં માત્ર આ સંસારનો વિરહ નથી, પણ એક એવી અમર આશા છે જે આ જન્મને ટૂંકો ગણીને આવતા જન્મો સુધી લંબાવે છે. 


https://youtu.be/pba_YmWDAIU?si=TzVbHRL4Hz2n4_hE


Saturday, 18 July 2026

"પ્રેમને આખરે સ્પર્શની જરૂર પડે છે!"

 


"અનંત"ના જર્ઝરિત પ્રેમ પત્રોમાંથી

"પ્રેમને આખરે સ્પર્શની જરૂર પડે છે!"

વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે એની કોઈ ચાહિતીને લખેલો સાવ ટૂંકો ને ટચ પ્રેમ પત્ર.

ચોખવટ: પેલી પૈસાદાર પાર્ટી હતી એટલે એ સમયમાં એના ઘેર ડબલું (ટેલિફોન) હતું અને ભાઈબંધ એના પાડોશીના ડબલાનો લાભ ઉઠાવતો! શબ્દો અને પત્રો બાદ સ્વરનું અનુસંધાન એ ટેલિફોનની દેન હતી. પછી કદાચ અનંતે સ્પર્શની ઝંખનાને લઈને આ સાવ ટૂંકો પત્ર લખ્યો હતો, જે મને અનેક કાગળિયાં ઉથલાવ્યા પછી મળ્યો.

પ્રેમનો સ્પર્શ

"સ્પર્શ વગર પણ પ્રેમ થઈ શકે છે!

ક્યારેક સ્પર્શ વગર પ્રેમનો વેમ થઈ શકે છે!

સ્પર્શ વગર પણ પ્રેમ થઈ શકે છે!

મગર 'અનંત', આખરે તો પ્રેમને પણ પ્રેમસભર હુંફાળા સ્પર્શની જરૂર પડે છે!

પ્રેમને સ્પર્શની જરૂર પડે જ છે!"

જ્યાં સુધી કે રૂબરૂ મળવાના સંજોગો પેદા ના થાય, ત્યાં સુધી હૈયામાં ઉભરાતી લાગણીઓ અને હાથમાં આવેલી પ્રેમ ક્ષણો છટકી ના જાય માટે નાછૂટકે કોઈને કોઈ રીતે પ્રેમીઓ પોતાનો પ્રેમ એકબીજાને વ્યક્ત કરતાં જ રહેતા હોય છે.

દૂર રહીને શબ્દોથી, મધુર સંગીતભર્યા ગીતોના પ્રેમાળ શબ્દોથી, કે પછી જાતે લખેલા પત્રોથી કે પછી સ્વરથી એટલે કે ટેલિફોન દ્વારા પ્રેમીઓ એકબીજાને, જ્યાં સુધી કે સ્થૂળ દેહે મળી નથી શકતા, ત્યાં સુધી મળવાના કોઈને કોઈ સૂક્ષ્મ બહાના શોધી જ લેતા હોય છે.

આપણો પ્રેમ પણ શબ્દના પંથે ચાલી-ચાલીને થાકી જતાં સ્વરના સહારે, સથવારે આગળ વધ્યો તે છેક ટેલિફોનથી ટેલિપથી સુધી પહોંચ્યો.

બંધ આંખના એક ઇશારે હું ધારું ત્યારે તને મજબૂર કરતો અને તું મને કોઈ સવાલ પૂછવાનું વિચારે એ પહેલાં હું તને જવાબ આપતો. તું ને હું, હું ને તું એ જ રીતે આજ સુધી મળતા જ રહ્યા છીએ ને! હજુ પણ એ જ રીતે આપણે સતત મળીએ છીએ.

ઝંખના અને વાંક

પણ હે પ્રિયે!

હવે મારા ટેરવાને તારા ગાલને, તારા હોઠને અને, બસ મને આખેઆખી તને સ્પર્શવાની ઝંખના થાય તો એમાં મારો શું વાંક!

એટલે આજે હું તને એમ પૂછું છું કે:

શું પત્ર, શબ્દ, સ્વર સુધી જ સીમિત રહેશે આપણો પ્રેમ?

શું સ્પર્શ સુધી કદી નહીં પહોંચી શકે આપણો પ્રેમ?

જ્યારે જ્યારે હું આ સવાલ પૂછું છું ત્યારે તું ચૂપ થઈ જાય છે કેમ?

આવા જ કંઈક સવાલો કોઈ સમયે ત્યારે તું મને પૂછતી હતી, જ્યારે હું સાવ નાદાન હતો અને એટલે જ તો તું મને જ્યારે ને ત્યારે કહેતી:

"તું તો સાવ અક્કલ વગરનો છે! સાવ કરતાં સાવ બુદ્ધુ જ છે તું!"

હવે એ જ પ્રશ્નો જ્યારે આજે હું તને પૂછું તો તું ચૂપ થઈ જાય છે? સવાલો પૂછવામાં હોશિયાર, જવાબો આપવામાં ઠોઠ!

અને હવે જ્યારે મારામાં થોડીક અમથી બુદ્ધિની કૂંપણ ફૂટી છે અને એના પર અક્કલના ફૂલ ઊગ્યા છે તો તું સુગંધ કેમ નથી લેતી? એ ફૂલ તોડી તોડીને તારા અંબોડે કેમ નથી લગાવતી?

ખૈર, એક વાર સવાલ થયો જ છે તો, અનેક વાર જવાબો પણ આપવા જ રહ્યા. ચાલ ફરી આજે હું તને એ જ સવાલ પૂછું છું! એ જ પ્રશ્ન જે તેં મને જ્યારે હું બુદ્ધુ જેવો હતો ત્યારે પૂછ્યા હતા.

દેખ હંગામા નહીં કરના! હું સવાલ પૂછું છું!

શું પત્રથી સ્વર સુધી જ સીમિત રહેશે આપણો પ્રેમ?

શું સ્પર્શની અલૌકિક ઝીણી ઝીણી ઝણઝણાટી સુધી નહીં પહોંચી શકે આપણો પ્રેમ? ჩાલ જવાબ દે!

 એક પત્રે બે પક્ષી

અગર તને કોઈ જવાબ ના સૂઝે મગર તું જવાબ દેવા ચાહે તો, મેં તારા સરનામે મોકલાવેલા પત્ર નીચે ફક્ત તારું નામ લખી નાખજે અને, આ જ પત્ર મને મારા સરનામે પરત મોકલજે! હું તરત સમજી જઈશ અને એક પત્રે બે પક્ષી મરી જશે પ્રેમથી. અર્થાત, તને મારો અને મને તારો જવાબ મળી જશે! એક જ પ્રેમ પત્ર થકી મારા આ પ્રશ્નોનો જવાબ તારી 'હા' અથવા 'ના' પર નિર્ભર છે!

જોકે તારા પ્રેમાળ શબ્દોથી ભર્યા-ભર્યા પત્રો વાંચતાં-વાંચતાં પણ અને તારો મધુર સ્વર સાંભળતા-સાંભળતા પણ મને તો જાણે તું સ્પર્શતી હોય એવો અહેસાસ થાય છે! શું તને પણ મારા પત્રો વાંચતી વખતે કે maરો સ્વર સાંભળતી વખતે, મારા જેવી અનુભૂતિ થાય છે?

હા, તારા શબ્દોમાં અને સ્વરમાં મને તારા સ્પર્શની અનુભૂતિ થઈ અને એટલે જ ઈચ્છા આગળ વધી. અને બસ ત્યાર પછી, એક પછી એક ઈચ્છા આગળ વધતી જ ચાલે છે. અને એ પાછું એમ થવું — એક પછી એક ઈચ્છાનું વધવું અને સતત વધતું જ જવું પ્રેમમાં એ પ્રકૃતિગત છે! એમાં મારો કંઈ જ વાંક નથી! અગર તને પણ મારી માફક એક પછી એક ઈચ્છા જાગશે તો હું પણ તારો વાંક નહીં કાઢું બસ!

ટેરવાને સ્પર્શવાની, હોઠને ચૂમવાની, બદનને આલિંગવાની એક પછી એક ઈચ્છા જાગે છે! મારા ટેરવા માત્ર તને સ્પર્શવાની ઈચ્છા કરે છે. મારા હોઠ માત્ર તારા હોઠને ચૂમવાની ઈચ્છા કરે છે. પણ આ બદન આખેઆખું સાવ ગાંડું છે! એ તો એક સાથે તારા આખેઆખા બદનને સ્પર્શવા, ચૂમવા અને કસોકસ આલિંગવાની ઈચ્છા કરે છે! તું જ કહે, એના કરતાં તો આ ટેરવા અને હોઠ સારા ના કહેવાય?

ખૈર, આમ એકોએક અંગોની ઈચ્છા એક પછી એક વધતી ચાલે છે અને બસ વધતી જ જાય છે. હા, માત્ર ઈચ્છા, અપેક્ષા નહીં. કેમ કે ઈચ્છા સ્વાવલંબી હોય છે, અને અપેક્ષા પરાવલંબી હોય છે. જોકે પ્રેમમાં પરાવલંબી થવું ગમે!

मेरी ભીતર જે સતત વધે છે કદાચ તારી ભીતર પણ કદાચ! આ ઈચ્છા જે કદાચ પૂરી ના પણ થાય, પણ એ સતત વધે તો હું શું કરું? અગર મારા ટેરવાને તારા ગાલને સ્પર્શવાની ઝંખના થાય તો એમાં મારો શું વાંક? અગર મારા હોઠને તારા હોઠ ચૂમવાની ઈચ્છા થાય તો એમાં મારો શું વાંક?

 પ્રકૃતિનો નિયમ અને સુંદરતા

હું એમ કહું છું કે આવું બધું થાય એમાં ખોટું પણ શું છે? બે પ્રાણી, બે પંખી, અને અન્ય આવા તો અસંખ્ય જીવ આ અવની પર છે! જેમાં એક નર એક માદા હોય છે, અને હરેક બંને વચ્ચે આકર્ષણ! બે શરીર – એક સ્ત્રી, એક પુરુષ. બે ચહેરા – એક તું, એક હું, બંને આકર્ષક!

પણ તને કે મને આ ખબર ક્યારે પડી? કે, તું સુંદર છે, હું પણ સુંદર છું! તું મને ગમી, હું પણ તને ગમ્યો એટલે જ તો બાળક પહેલા આપણી વચ્ચે પ્રેમ જન્મ્યો. આવી મજાક હું પણ ક્યારેક-ક્યારેક કરી લઉં છું.

ખૈર, તું સુંદર છે, હું પણ સુંદર છું! આ ખબર ત્યારે પડી જ્યારે આપણે એકબીજા સામે જોયું. જોયું કે જોવાઈ ગયું? આ સવાલનો જવાબ કોઈ નહીં આપી શકે! જે પણ થયું, પણ આમ થવાનું કારણ શું? કારણ મારા માટે તું, ને તારા માટે હું, બીજું શું! બીજું એ જ કે બંને ચહેરા પર ચોંટેલી હતી બબ્બે આંખો અને બસ એ બંને આંખોએ જોયું. બસ આ જોવું કે જોયું, એ જ તો પછીથી સુખ કે દુઃખનું કારણ પણ બને છે!

બસ આમ જ પહેલાં આંખો જુએ છે અને પછી આપણે. જોકે આંખો તો સારું-ખરાબ બધું જ જુએ છે પણ આકર્ષાય છે માત્ર સુંદરતા તરફ જ!

હવે વળતા જવાબમાં તું પણ કોઈ પુસ્તકોમાંથી વાંચેલી, માત્ર કોઈકે કહેલી, લખેલી, વાંચી-વંચાઈ ગયેલી, વંચાઈ-વંચાઈને વાસી થઈ ગયેલી, ચવાઈ-ચવાઈને ચૂંથાઈ ગયેલી, સડીને ગંધાઈ ગયેલી, ગંધાઈને કોહવાઈ ગયેલી એવી વાહિયાત ફિલોસોફી ના કરજે કે, "સુંદરતા તો જોનારની આંખોમાં હોય છે!" કારણ કે એ વાત સાવ વાહિયાત છે!

જોનારની આંખમાં ફૂલ્લું હોય તો ઉલ્લૂને સુંદર પણ અસુંદર-ઝાંખું ભાસે. સુંદર આંખો હોવા છતાં જો મનમાં મેલ ભર્યો હોય તો!? માટે હું કહું છું મન સુંદર અને મનમાં સુંદરતા હોવી જોઈએ! પછી આંખોમાં કમળો હોય કે ફૂલ્લું, ક્યાં સમજી ઉલ્લૂ! એ ચાલે કે ચલાવી લેવું એમ હું હરગિઝ નથી કહેતો.

### સાચી સુંદરતા એટલે શું?

અગર મને તું એમ પૂછે કે સુંદરતા એટલે શું? શું रंगે ગોરું હોવું એ, કે પછી કંઈ બીજું? તો હું જવાબમાં એટલું જ કહીશ, અક્કલ વગરની, સફેદ આરસની સુંદર મૂર્તિને શું માથે મારવાની? ના ના ના, પેલી ગધેડા વાળી ચવાઈ ગયેલી વાત પણ હું નહીં કરું કે ધોળા તો ગધેડા પણ હોય છે, એવું હું નહીં કહું.

હું સીધો જ જવાબ આપીશ કે, સુંદરતા એટલે એ કે જોતાં વેંત જ જેના નૈન-નકશ આંખોના રસ્તેથી સીધા જ હૃદયના ઊંડાણમાં ઉતરી જાય, તન સાથે મનની સુંદરતા પરખાઈ જાય અને ઝણઝણાટી રગ રગમાં ફેલાઈ જાય. અને પછી ખુલ્લી કે બંધ આંખોને એના સિવાય બીજું કંઈ જ ના દેખાય!

પછી તે છોરી ગોરી જ હોય કે ગોરો જ હોય છોરો, એ હરગિઝ જરૂરી નથી! સાવલી કે સાવ કાળી પણ નમણી રમણી હોઈ શકે છે. એ જ રીતે કાળો પણ હોઈ શકે કામણગારો.

તું રૂપાળી છે ને હું પણ, તો એ તો તારા ને મારા માટે વધારાની ગોડ ગિફ્ટ છે! બાકી સાચી તો તારા ચહેરાની નકસી છે જે યુગોથી મારી કલ્પનામાં વસી છે! નહીં તો અમસ્તું તો કંઈ આટલું ખેંચાણ થાય નહીં.

રોજ હજારો ચહેરા આ આંખો સામેથી પસાર થતા હોય છે પણ કોઈ એક ચહેરા પર નજર સ્થિર થઈ જાય ત્યારે જરા હૃદયના ઊંડાણમાં ઉતરીને મંથન કરી લેવું. કદાચ કંઈ યાદ ના પણ આવે તો પણ એ ચહેરાને જોયા પછી કંઈક અલૌકિક અનુભૂતિ થાય, મન, બુદ્ધિ અને આત્મા ઝણઝણી જાય અને ઊંડે ઊંડે પરમ, ચરમ, અનંત પ્રેમની અનુભૂતિ થાય એટલે પત્યું, એટલું તો કાફી છે આ ભવમાં.

અને પછી સમજી જવાનું કે, જૂનો હિસાબ ચૂકતે કરવાનો સમય આવી ગયો છે! જો કે બધાને કંઈ બધું આગલું-પાછલું યાદ આવે એ જરૂરી નથી.

માટે જૂનું જૂનું યાદ કરવા દિમાગને જોર દેવા કરતાં, આજે ને અત્યારે આ ક્ષણે જે મારી સાથે તને અને તારી સાથે મને અનુભવાતું હોય એના પર દિલ જોરથી દાબી દેવાનું. અર્થાત, જ્યારે મળીએ ત્યારે ચપોચપ એકબીજાને છાતી સરસું ચાંપી લેવાનું, એ રીતે કે બંને હૈયા વચ્ચેથી હવા પણ પસાર ના થઈ શકે! એટલે દિમાગ થાકે નહીં ને દિલને આરામ મળે એ નફામાં.

ઈચ્છા અને અસ્તિત્વનું સર્જન

પ્રેમમાં મારે મન માત્ર ને માત્ર રાત્રિનું મહત્વ નથી જ હરગિઝ, કેમકે એ સુખ ક્ષણિક છે! છતાં જે સુખ ક્ષણિક છે, તેને આપવા-પામવા દિવસ પ્રેમમય હોવો જરૂરી છે. જોકે એ ક્ષણ પણ અનંત અલૌકિક હોય છે અને પ્રેમ થકી જ પ્રાપ્ત થતી હોય છે પ્રેમથી. પરાણે કંઈ પણ મેળવવું એટલે બળાત્કાર, અને હું બળાત્કારી નથી!

ખૈર, ફરી કહી દઉં છું કે મારો પત્ર વાંચી, તું તારી રીતે સમજી-વિચારીને માત્ર તારા વિચારો જ લખજે! ઉછીના વિચારો હું હરગિઝ ચલાવીશ નહીં! તું જાણે જ છે ને કે મને જાત અનુભવે સિદ્ધ કર્યા વિનાની, કોઈએ ઠોકંઠોક કરેલી વાતો કોઈ કરે એ મને લગીરે પસંદ નથી. કારણ કે અનુભવે હૃદયના ઊંડાણેથી લખાયેલા-બોલાયેલા શબ્દોમાં જ સત્યનો ઊંડો પડઘો પડતો હોય છે. પડઘો એનો દૂર દૂર સુધી "અનંત" યુગો સુધી સંભળાય છે, જે શબ્દો હૃદયના અનંત ઊંડાણેથી લખાય કે બોલાય છે! બાકી ઉપરછલ્લા લખાયેલા શબ્દો થોડો સમય જતાં ગોત્યાય જડતા નથી! બાકી જેને આંખો નથી હોતી એ પણ સ્પર્શ માત્રથી સુંદરતા કે અસુંદરતા પારખી જતાં હોય છે.

તું જાણે છે? આ જગતના સર્જન પાછળનું કારણ પણ આકર્ષણ જ છે! અઢળક વાર્તાઓનું કારણ પણ આકર્ષણ અને આંખો જ છે! કેમ કે આંખો જુએ છે! આંખોએ જોયું અને જે જોયું તે સુંદર જોયું!

"સદીઓથી સુંદરતા જ પ્રેમની શરૂઆતનું પહેલું અને મુખ્ય કારણ રહ્યું છે."

આકર્ષણ થયું એટલે જ તારું મારા તરફ કે મારું તારા તરફ ખેંચાણ વધ્યું. આંખે તન જોયું ને આત્માએ જોયું મન, એકબીજાને જોયા પછી ખેંચાયું તન! અગર તને મારામાં કંઈ બીજું પણ દેખાયું હોય, જે મારામાં મને પણ ના દેખાયું હોય, તો મને ખબર નથી પણ જે પણ દેખાયું એ પ્રથમ તો આંખોને જ ગમ્યું ને!? અને પછી એ આત્માને અને પછી મનને ગમ્યું અને અંતે આત્મા ઓળખીતો હોય એવું લાગ્યું.

તું માને ના માને મરજી તારી, મારું આમ માનવું છે! કે જે માનવું હોય તે, મનમાં માનવાની બિલકુલ છૂટ! પણ મનાવવાની બિલકુલ મનાઈ, એમાં જ બંનેની ભલાઈ.

ખૈર, “આકર્ષણનો સિદ્ધાંત પણ જન્મજાત”. ગમ્યું તેથી પ્રેમની ઈચ્છા જાગી. ઈચ્છા પાછી બંને તરફ એક સરખી જાગી એટલે પ્રેમ થયો અને પ્રેમ થયો તો એમાં શું ખોટું થયું? ઈચ્છાથી જ તો આ આખુંય જગત જન્મ્યું.

પ્રેમ અને ફૂલનું ચક્ર

શું તું જાણે છે? કે પ્રાણી, માનવ પ્રાણી, પશુ, પંખી, જીવજંતુ, જાનવર વગેરેથી આ જગત આખુંય ભર્યું ભર્યું કેમ? તો સાંભળ, બધાને એકબીજા પ્રત્યે હોય છે પ્રેમ.

હવે તું મને એમ ના કહેજે કે તને તો બધા સાથે પ્રેમ થાય છે! નહીં તો હું ચોખ્ખું ને ચટ્ કહીશ કે, હા, થયો છે, થાય છે! અનેક વાર, એક આવે ને એક જાય છે! તો શું થયું, શું હું ફૂલ ઉગાડવાનું બંધ કરી દઉં?

હવે તું કહેશે લે એમાં વચ્ચે ફૂલ ક્યાંથી ઊગી નીકળ્યાં, તો એ તો ઊગે જ ને! ફૂલ તો ઊગે જ છે! તમે ફૂલને ફૂલ કહો, હું તો પ્રેમ કહીશ, તમે પ્રેમને પ્રેમ કહો, હું તો ફૂલ કહીશ!

કારણ કે તું જ કહે, શું સવારે નાજુક ડાળી પર ખીલેલાં રંગીન સુગંધી ફૂલ સાંજે ખરી જાય પછી ફરી બીજા દિવસે બીજી સવારે નથી ખીલતાં? અગર જો એવું થાય કે ખરી ગયા પછી એ ડાળી પર કદી બીજી વાર ફૂલ જ ના ખીલે, તો બીજી, ત્રીજી, ચોથી વાર પ્રેમ ના થાય. ને જો એક વાર ફૂલ ખીલીને ખરી ગયા પછી ફૂલ ખીલવાનું બંધ, તો તો દુનિયા બંજર ના બની જાય? પણ નથી બની એનો અર્થ એ જ કે ફૂલ ખરી-ખરી ફરી-ફરી ખીલે છે! એ જ રીતે પ્રેમ પણ મરી-મરી જીવે છે!

અને એ ડાળી પર પણ ક્યાં એનું એ જ ફૂલ ફરી વાર ખીલે છે!? ના, નથી ખીલતું. રોજ રોજ એક નવું ફૂલ એ જ ડાળી પર ઊગે છે, જે ડાળી પરથી પહેલાં ઉગેલું ફૂલ ખરી ગયું હોય. ઊગે છે ને!?

તું કહે એ પહેલાં જ સ્વીકારી લઉં છું કે, હાં! 'પ્રેમમાં લીલા' પાંદડાં અને રંગીન ફૂલ ખીલ્યા જેવો પરમ, ચરમ, અનંત, અલૌકિક આનંદ આવે છે!

પછી એટલી જ અઢળક પીડા પણ થાય છે. જ્યારે પ્રેમમાં સાથી રૂઠે છે, સાથ છૂટે છે, ત્યારે હૃદય તૂટે, આંખમાંથી ધારધાર અનરાધાર આંસુ વછૂટે છે. નસ-નસ તહસ-નહસ થતી હોય એવુંય મહેસૂસ થાય છે, જેમ પતઝડમાં ઝાડ સુકાય છે, ડાળીઓ કરમાય છે ને ફૂલ મુરઝાય છે!

બસ તો પછી આ શરીર પણ એક વૃક્ષ, એક ડાળી જ છે! આ વૃક્ષ પણ ક્યારેક-ક્યારેક લીલુંછમ તો ક્યારેક-ક્યારેક શુષ્ક! વૃક્ષ પર જેમ વસંત અને પાનખર આવે છે તેમ પ્રેમમાં પણ વસંત અને પાનખર આવે જ છે! બસ ફર્ક માત્ર એટલો જ છે કે, વૃક્ષની ડાળી ઉપર સુગંધી ફૂલ ઊગે છે અને શરીરની ડાળીમાં ભીતર સુગંધી પ્રેમ ખીલે છે.

જેના શરીરની ડાળીમાં પ્રેમ ખીલે છે તેનો ચહેરો પણ ફૂલની જેમ જ ખીલે છે! ધ્યાનથી જોજે તો તને સત્ય સમજાઈ જશે. જે પ્રેમી હશે, જે કોઈના પ્રેમમાં હશે તેના ચહેરો પર અનેરી ચમક હશે. ફૂલ માફક હસતાં-ખીલતાં ખીલેલા હશે ચહેરા એના જે પ્રેમમાં હશે!

"બાકી મુરઝાયેલાં મડદાં"

આકર્ષણ, સૃષ્ટિ અને અનંત ઝંખના

ખૈર, આ પણ સમજી લે! માત્ર ને માત્ર પ્રેમના કારણે જ આટલા બધા પ્રાણી નથી જન્મ્યા. પ્રેમ થયા પછી તબક્કાવાર એક પછી એક અલૌકિક ઘટના ઘટે છે, ત્યારે ક્રમશઃ માનવ વસ્તી કે પ્રાણી વસ્તી વધે છે.

આ જગતના જન્મ પાછળનું કારણ પણ આમ તો અધૂરી ઈચ્છા જ છે અને ઈચ્છાનું મૂળ કલ્પનામાં હોય છે!

ઈચ્છા થયા પહેલાં આંખો મળે છે, આંખો દ્વારા આકર્ષણ જન્મે છે અને આખરે એ આકર્ષણનું પ્રેમમાં પરિવર્તન થાય છે. પ્રેમ થયો એટલે તબક્કાવાર એક પછી એક નિત નવી ઈચ્છા અને અનેક પ્રકારની ઝંખના થવા લાગે છે! અને આ બધું ક્યાં તારા કે મારા હાથની વાત હતી, આ બધું તો પહેલેથી જ પ્રકૃતિના નિયમમાં આવે છે! ઝીણી કડીથી લઈને મસમોટા હાથી સુધી બધા જ પ્રકૃતિના દાયરામાં આવે છે જેને હું કે તું જ નહીં કોઈ પણ અવગણી ના શકે!

અનેક ઝંખનાઓના અંતે એક અંતિમ ઝંખના અતિ પ્રબળ બને છે. જો કે ઝંખના એટલે કે ઈચ્છાઓનો આત્માની જેમ અંત નથી, ઈચ્છા અનંત છે!

અને એના કારણે જ હર એક નર અને માદા એટલે કે, એક સ્ત્રી અને એક પુરુષનું આકર્ષક શરીર એકબીજાને જોતાં વેંત, તન-મન અને આત્મા સમેત એકબીજા તરફ ચુંબકીય રીતે ખેંચાવા લાગે છે.

કોઈ કોઈ ક્ષણે યા તો સતત પાસે રહેતાં બે શરીર, એક સ્ત્રીનું અને એક પુરુષનું, બેઉ શરીર ક્યારેક તો બેકાબૂ બને જ છે! આમ બે અલગ-અલગ આકાર ધરાવતાં શરીર એકબીજા તરફ ખેંચાતાં ખેંચાતાં સાવ નિકટ આવી જાય છે અને પછી શરીરથી શરીરના ઘર્ષણ થકી બંને શરીરે એક દિવ્ય અને અલૌકિક મસ્તી અનુભવે છે. એ મસ્તીના કારણે દિવ્ય શક્તિ ઉત્પન્ન થાય છે.

અને બે માનવ કે પશુ-પક્ષીના શરીર થકી ત્રીજા, ચોથા, પાંચમા એમ અનેક માનવ કે પશુ-પક્ષીનું સર્જન થાય છે. અને બસ આ જ ક્રિયા-પ્રક્રિયા નિરંતર ચાલ્યા કરે છે અનંત કાળથી.

બસ આવી જ કોઈ નાજુક ક્ષણે કોઈને ઈચ્છા જાગી ને એ ઈચ્છા થકી જગતમાં જન્મ્યા અનેક સ્ત્રી અને પુરુષ, પશુ, પંખી આદિ. ઈચ્છા થકી જન્મ્યા એટલે ઈચ્છા નામનો ગુણ કહો યા અવગુણ, એ તો સૌને વારસામાં જ મળ્યો હોય ને!

અને પછી આંખને જે ગમ્યું એ અંતર સુધી પહોંચ્યું, ને અંતર સુધી જે પહોંચ્યું તેને પામવાની ઝંખના જાગી. આ ઈચ્છા, આ ઝંખના કોનામાં નથી હોતી?

"કોઈને કોઈ ઝંખનાને લઈને જ આ જીવન ધબકે છે."

યાદ રાખજે, "ઝંખના થકી જ જીવન જીવંત બને છે".

"જેનામાં ઝંખના નથી એ જીવતો છે જ નહીં.” એ તો મરેલો છે! "જીવતી લાશ મૃત્યુ બરાબર".

જેનામાં કોઈ ઝંખના જ નથી એ જીવવા છતાં જીવતો નથી! અને હું, હું જીવું છું! હા, ભરપૂર જીવું છું, અનંત યુગોથી અનહદ જીવું છું! કારણ કે હું ઝંખું છું! શું ઝંખું છું? હું જે ઝંખું છું એનું નામ છે પ્રેમ! આદિ અનાદિ કાળથી જે સત્ય થઈને પ્રગટે છે એ પ્રેમ થકી હું જીવંત છું! કારણ કે દૂર હી સહી, મારી સાથે ને સાથે છે તું અને હું તને ઝંખું છું એટલે જ હું જીવું છું અને એટલે જ હું જીવંત છું!

અગર જો તું પણ જીવતી હોય યા તારી પણ ભરપૂર જીવવાની ઈચ્છા હોય, અગર મને હંમેશને માટે નહીં તો ક્ષણભર માટે પણ મને પામવાની તને પણ હોય જો ઝંખના ”અનંત”, તો તબક્કાવાર આંખે સ્પર્શ્યા શબ્દો ને કાને સ્પર્શ્યો સ્વર. તો પછી સ્પર્શવાને શું બાકી રહ્યું? જરા તું પણ એ વિચાર કર!

કાન અને આંખ આનંદ માણે તો તું જ કહે, આખાય શરીરનો શું વાંક? શરીરના અન્ય અંગોનો શું વાંક? છે તો માત્ર સ્પર્શવાની જ વાત, આખરે એને પણ સ્પર્શની ઝંખના તો જાગે જ ને?

અગર તારાથી આ બધું શક્ય નથી તો મારા શબ્દોમાં તો હું હયાત જ છું! તને ગમે ત્યારે, તારા તનને નહીં તો તને, જ્યારે પણ મન પડે ત્યારે સ્પર્શી લેજે મારા શબ્દોમાં મને તું.

પણ હા, એ રીતે તું આંખોથી મારા શબ્દોને સ્પર્શજે કે મને એવી અનુભૂતિ થાય કે જાણે તું મારા તન-મનને સ્પર્શી રહી હોય. અને જ્યારે તું પત્ર લખશે ત્યારે હું પણ તારા પત્રમાં મારા માટે પ્રેમ વ્યક્ત કરતાં તારા મરોડદાર અંગ સમા અક્ષરોને આંખોથી સ્પર્શી લઈશ, જેની અલૌકિક અનુભૂતિ તને પણ થશે જ! થઈ કે નહીં? કહેજે, કહેવું તો પડશે જ!

કેમ કે આપણા સંબંધને હવે સ્પર્શની જરૂર છે. એક સરખી ઝંખના હશે તો જરૂર પહોંચી જશે આપણો સંબંધ શબ્દથી સ્વર અને સ્વરથી સ્પર્શ સુધી.

દૂરથી મળવાની રીત

પ્રેમમાં દૂર-દૂરથી મળવાની હોય છે રીત આમ તો ઘણીયે, તો પછી ચાલને એક પછી એક રીત આપણે અજમાવીએ.

"અનંત" પૂર્ણ પ્રેમ પામવા જ્યાં સુધી કે આપણે રૂબરૂ ના મળીએ, ચાલને આમ જ મન, હૃદય અને આત્માથી આમ જ સતત ઝણઝણીએ.

જ્યારે પણ મને યાદ આવે, લઈને તારું નામ, હું કરું છું આમ...

તારો જ હથેળી છે એમ સમજી, હું હથેળી મારી ચૂમું છું.

તું પણ ચાહે તો તારી હથેળીને સમજી મારી હથેળી ચૂમજે.

હું અહીં તારી યાદમાં ઝૂમીશ, તું તહીં મારી યાદમાં ઝૂમજે!

"અનંત"

"અનંત: પવિત્ર પ્રેમીની નજર નાભિથી નીચે નથી જતી કે જોતી...

મગર લગ્ન પછીની વાત નોખી છે એમાં કોઈ બાધા નથી હોતી!

ઉમ્ર ભર નહીં મિટતી 'અનંત' યે દો ભૂખ,

એક પ્રેમી કી ઈચ્છા ઔર દૂજી પ્રેમી સે હુંફ..."

"અનંત"

"અનંત" પ્રેમમય થઈ પ્રેમ મગન જીવો!

"અનંત" નીચોવી પ્રેમ, પ્રેમ બુંદ પીવો!

"અનંત"

*બ્લાસ્ટ* ૧

જીવન મેં દેખને દિખાને કે ઇલાવા હૈ ક્યા!

બસ કોઈ દેખે સુને મુજે, સબકી યે ચાહત હોઈ...

મગર ઐસે મેં "અનંત" દેખે બિના જી શકે!

પર દૂસરો કો દિખાએ બિના જી શકે ના કોઈ!

"અનંત" દેખે બિના જી શકે, દિખાએ બિના જી શકે ના કોઈ.

"અનંત"

* બ્લાસ્ટ* ૨ 

વર્ષો પહેલાં દાઢીવાળા ભાઈબંધ અજ્ઞાનીએ માત્ર ત્રણ શબ્દ અને એક જ નાનકડી લીટીમાં કહ્યું હતું કે:

"છોડે તે છૂટે"

ભાઈબંધની આ વાત ગ્રહણ કરી આત્મસાત કર્યા બાદ અનંત કહેતો કે:

"અનંત, મેં છોડવાનું પકડી લીધું છે!

અને પકડવાનું મેં સાવ છોડી દીધું છે!"

"અનંત"

બંને ભાઈબંધોની વાત મેં કરી છે આત્મસાત અને નક્કી કર્યું છે મન-હૃદયથી કે,

કદીય નકામી (ખરાબ) વાત પકડવી નહીં,

અને કામની (સારી) વાત છોડવી નહીં!

"હું"

*બ્લાસ્ટ*

તું મને જાણે કે ન જાણે, મગર હું તને જાણું છું.! 

તું મને માણે કે ન માણે," અનંત" હું તને માણું છું.! 

"અનંત" 



પ્રેમની પ્રેમાળ હુંફાળી ઝંખના..!


 https://youtu.be/IsKN8iylATk?si=BheZfbwmZABiaYbN

https://youtu.be/gLcmmUHm8_k?si=KAKetRiewXMwnsBt

https://youtu.be/Z9Uk9yF4OVM?si=vv88itZzZjPh0R4a


Friday, 17 July 2026

આવુ કહે, સાંભળે સમજે કોણ..?

M


 https://youtu.be/oXdFbP_DMB8?si=-fvkndFSWN3dAn7n


https://youtu.be/xPHUNlaapaE?si=wmUEbdGW8Dy0fqKZ
https://youtu.be/qRWozIldyDM?si=yZ_IQiiD_XM-FLFG


https://youtu.be/DuorJWm5JmY?si=wj-sFRgS0oVpPV-8


https://youtu.be/ow6pZ4IlIEo?si=01PGmsqAY5sfbb0Q

Sunday, 12 July 2026

આતમ ની ઓળખ...!



"માણસની ઓળખ અને તેના આતમની ઓળખ" 
માણસ કેવા વિચારો ધરાવે છે, કેવા લોકો સાથે એના સંબંધો છે, એના ભાઈબંધો કેવા છે અને કોણ છે, એની આસપાસ કેવા લોકો હોય છે, એ કેવા-કેવા લોકો પાસે આવે-જાય છે, એ શું જુએ છે, એ શું જાણે છે અથવા જાણવાની જિજ્ઞાસા રાખે છે, એ શું વાંચે છે, એ શું સાંભળે છે, શું બોલે છે, અને એની વાણી કેવી છે "અપવાદ બાદ કરતાં"આ બધી બાબતો પરથી મહદંશે એક માણસ અને તેના આતમની ઓળખ થાય છે! ખાસ કરીને એના જોવા, સાંભળવા, વાંચવા, અને બોલવા  અને તેની વાણી પરથી માણસ ભીતરથી કેવો છે, એ શું મહેસૂસ કરે છે અને તે અન્યને કેવો અહેસાસ કરે કરાવે છે અથવા કરાવવા ચાહે છે, એ સમજી શકાય છે.
"અપવાદ બાદ કરતાં..."
ખૈર...
ભાઈબંધ અનંતનું વાંચન કંઈ ખાસ નહોતું. જોકે, બે ભઠ્ઠીની આગ વચ્ચેથી ફુરસત મળે તો કંઈક વાંચે ને! અનંતે કદી ગ્રંથ કે કોઈ મોટા પુસ્તકો વાંચ્યા હોય એવું મને યાદ નથી આવતું. બહુ બહુ તો પસ્તીમાંથી મળેલ છાપાની પૂર્તિ વાંચતો. જોવાની વાત કરું તો ફિલ્મો પણ એને જોવાનું નસીબમાં નહીં! મારી સાથે હતો ત્યાં સુધી એણે ગણીને આઠ-દસ ફિલ્મ જોઈ હશે. હા, મગર સાંભળતો ખૂબ અને એ પણ રેડિયો પર આવતા ગીતો!
એ સિવાય એક નાનકડું ટેપ રેકોર્ડર હતું. જેમાં કોઈએ સાંભળી-સાંભળીને ઘસી નાખેલી કેસેટ આપી હોય, એ સાંભળવા જેવી હોય તો સાંભળે; નહીં તો એ જ કેસેટમાં રેડિયો પર ગમતું ગીત આવે કે તરત રેકોર્ડિંગ કરી લે અને પછી બસ એ જ સાંભળતો રહે ને ગાતો રહે!
જોકે, એવા ઘણા ભાઈબંધના પસંદગીના ગીતો મેં આ ખંડેર પર ગુંજતા મૂક્યા છે અનંતની યાદમાં! આજે રેડિયો પર વાગેલું આ ગીત તો મારા કાને પણ વર્ષો પછી અથડાયું, અને હું એક ધડકો ચૂકી ગયો!
વિપરીત સંજોગોમાં લોકો અને લોકી દ્વારા અનંત પર ઘણા ખોટા ઇલ્ઝામ લગાવવામાં આવ્યા હતા. અનંત નિર્દોષ હોવા છતાં પણ એના પર ઘણા દોષના ટોપલા ઢોળવામાં આવતા હતા!
ખૈર....
આજે રેડિયો પર આ ગીત આવ્યું કે તુરંત, તગતગતી આંખે આ ગીત ગાતો અનંત મારી આંખો સામે ઉપસ્થિત થઈ ગયો! આ એ ગીત છે જે અનંત સતત સાંભળતો અને ક્યારેક તો એકાંતમાં ગાતો પણ ખરો ભીની આંખે!




 https://youtu.be/M8zM2kfTrxA?si=vqXtTd9SR1bdR6wd

Saturday, 11 July 2026

જો કે યુગો પછી એ ફરી મળીજ જાય છે.!

*બ્લાસ્ટ*
જો કે યુગો પછી એ ફરી મળીજ જાય છે.! 
"અનંત" આતમ ના સબંધો ક્યારેય તુટતા નથી.!  
"અનંત" 

 https://youtu.be/jQtKcfnmRXg?si=Gdmf0IEM2hGS9uZv


https://youtu.be/RfFjQ09j6AE?si=CdrmRJHeFCrMR3zv


https://youtu.be/vvDselEgPQM?si=fywu1HYe6qx1oLkW


https://youtu.be/JOOuWlKu3jA?si=5S9M25OmnjvN8veP

Friday, 10 July 2026

અલૌકિક ગીત ગઝલ...

ક્યારેક ક્યારેક વાતો ને વિરામ આપી, 

પરમ ચરમ અખંડ અનંત અલૌકિક મૌન ધારણ કરી, રાત ની નીરવ શાંતિ માં શાંત ચિત્તે, ઉબડ ખાબડ સાંકડી ગલી ના છેવાડે આવેલ મહોલ્લાની ભીતર છેક છેવાડે ખંડેર મધ્યે મધરાતે ચાયની ચુસ્કી ભરતા ભરતા... 

અમે ત્રણેય ભાઇબંધ, આવા અલૌકિક ગીત ગઝલ સાંભળતા... 

આજે એજ અલૌકિક ગીત ગઝલ હું અહીં એકાંતમાં સાંભળુ છું ત્યારે, મને પ્રેમાળ વિચાર આવે છે કે, કાશઅઅઅ...

ગરમાગરમ ચાયની ચુસ્કી ભરતા ભરતા 

તું પણ મારી પાસે મારી સાથે બેસી, આ અલૌકિક ગીત ગઝલ સાંભળતી હોત તો આ જંગલમાં જલ્સો પડી જાત..! 

ખૈર.... 

એમ નહીં તો આમ સહી 

હું અહીં સાંભળુ, તું તહીં સાંભળ....

આ પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ આપનારા ગીત ગઝલ... વ


https://youtu.be/ej_ZiJxvS9Y?si=hr3fGwStrjJ3L0Wl


https://youtu.be/YpX2Nrvx_ek?si=JX4QVN9aX2mJMDsu


https://youtu.be/l-Yj2ev-fUA?si=W1gMY2EFZV06PVXe


https://youtu.be/BLs-1NjeY9E?si=hwUHfOF8pbhNbyHH


https://youtu.be/mgBdFGYwcCQ?si=ohJ4tHvGY_G8-7Jt


https://youtu.be/aeXPrbnvxrI?si=88UMnsJLZs0QzK4M


https://youtu.be/UY2id4NoaDM?si=CGG4VCIBwuR69bpu


https://youtu.be/kPyBvguf1Ug?si=AUSaRuZKvouxvK__


https://youtu.be/mBbd53FtxWA?si=uUEaoSteOc72mW1P

https://youtu.be/gTRvbmyi_Y8?si=ppyKV_IyuDn_hpWY

https://youtu.be/JVgYYgZ51ps?si=MYLdzh1QBTOzj0P4

https://youtu.be/iW6SaYgVyNo?si=tI8-ozJ6tYQ7o2Ub

https://youtu.be/5RTYE55kpKQ?si=49PoJE7rsge0DKxk



https://youtu.be/OqVVa4UFjGA?si=vDgWfARybBI2aIhI
*બ્લાસ્ટ*
લૂઉઅ સાચુ કે જે હોં ને.?
નારાજ છે મારા થી યા ખુદ થી.?
કોઈ ના પ્રેમ માં પડી ગૈ છે.?
કે પછી પરણી ગૈ છે.?
જે હોય તે સાચું કે જે હોં.!
હું પ્રથમ સીવાય ના તારા નીર્ણય થી ખુશ થઈશ.! 🙂

અનંત પ્રેમ ની પરાકાષ્ઠા.!


 https://youtu.be/rVr29AqvST4?si=g7wi4pTmjpypgJ6v


https://youtu.be/oFniFvMe6aE?si=WiDyHQKuWnZvZlQ7

Saturday, 4 July 2026

પ્રેમથી મન ધરાય ના..!

 


"અનંત" પ્રેમથી પેટ ભરાય ના ભરાય, પેટ ભોજનથી...

ભોજનથી કદાચ પેટ ભરાઈ જાય,

મગર પ્રેમથી મન ધરાય ના..!

"અનંત"

મધરાતે ખંડેર મધ્યે ચાય પીતા-પીતા ઉપર લખ્યું એ, વર્ષો પહેલાં ખુદ અનંત બોલ્યો હતો... ત્યારે પણ હું કશું જ સમજ્યો નહીં. મને એમ કે અનંતને ભૂખ લાગી હશે અને ભોજન કરવાની ઈચ્છા હશે, અકલે આદતવશ અટપટું કહે છે; સીધેસીધું નથી કહેતો કે મને ભૂખ લાગી છે..!

અકલે મેં અનંતને કહ્યું: "લે, તો વહેલું કે'વાય ને..! તો હું ચાય સાથે નાસ્તો પણ લેતો આવત ને..!"

અનંત કશું જ બોલ્યો નહીં.

અકલે મેં ચાયની ચૂસકી ભરતા અનંતને પૂછ્યું: "કેમ આજે તને અડધી રાત્રે ભૂખ લાગી છે કે શું, અનંત?"

અનંત ચૂપ જ રહ્યો, અકલે એના વતી અજ્ઞાનીએ મને કહ્યું: "ના પરિયા, એને ભોજનની ભૂખ નથી લાગી..."

મેં અનંત સામે જોઈ અનંતને પૂછ્યું: "તો...?"

"એને પ્રેમની અતિ ભૂખ લાગી છે!" ફરી અજ્ઞાનીએ અનંત વતી જવાબ આપ્યો.

"તું શા માટે જવાબ આપે છે! મેં તને પૂછ્યું..!? તું ચૂપ બેસ! અનંતની સિફારિશ રહેવા દે." અનંત વતી જવાબ આપતા અજ્ઞાની પર મને ગુસ્સો આવ્યો. મેં અનંતને પૂછ્યું છે, અનંતને જ જવાબ દેવા દે... મને કોઈ વતી કોઈ જવાબ આપે તે ના ગમે, અકલે હું અજ્ઞાનીને વઢ્યો...

પછી ફરી મેં અનંતને પૂછ્યું: "બોલને લ્યા, શું તને ખરેખર ભૂખ લાગી છે..? તો નાસ્તો લેતો આવું."

ધીમા સ્વરે અનંતે કહ્યું: "અજ્ઞાની સાચો છે, પરિયા..! તું એની વાત સાંભળ અને સમજ..!"

મારા સવાલનો ખુદ જવાબ આપવાને બદલે, અનંતે મને અજ્ઞાનીની વાત સાંભળવા-સમજવાનું કહ્યું, અકલે મને અનંત પર પણ ગુસ્સો આવ્યો. અકલે મેં અનંતને કહ્યું: "મારે કાંઈ સમજવું નથી, હું જાઉં છું, મને ઊંઘ આવે છે..! તમે જ આપસમાં સમજી લ્યો..!"

હું ગુસ્સે થઈને ચાલ્યો ગયો, પણ પછી આખી રાત... મારી ભીતર અનંતના શબ્દો પડઘાતા રહ્યા:

*"અનંત પ્રેમથી પેટ ભરાય ના ભરાય, પેટ ભોજનથી... ભોજનથી કદાચ પેટ ભરાઈ જાય, મગર પ્રેમથી મન ધરાય ના..."*

આખરે શું કહેવા માંગતો હતો? સાલ્લું બહુ અટપટું, અઘરું, અધૂરું... ખૈર, કાલે મરમ (મર્મ) જાણી લઈશ, આમ વિચારી હું પોઢી ગયો..

સવારે ઉઠ્યો ત્યારથી હું રાત પડવાની રાહ જોતો રહ્યો... અંતે રાત ઢળી અને હું ચાય સાથે નાસ્તો પણ ભેગો લઈને ખંડેર પર ગયો... કેમકે ગઈરાત્રે અનંતને ભૂખ લાગેલી..! સાંકડી ગલીમાં છેક ભીતર આવેલ ખંડેર જેવા ઘરના અધખુલ્લા દરવાજેથી શરીર સંકોરી હું ભીતર પ્રવેશ્યો... અને ફટફટ મારી ખુરશી પર બેસી હું ઝડપથી ચાયની પિયાલી ભરવા લાગ્યો.

આ જોઈ અજ્ઞાની બોલ્યો: "લ્યા, કેમ આજે કશું બોલ્યા વિના ફટાફટ ચાય ભરે છે...?"

મેં કહ્યું: "યાર, મારી આંખ ભારે છે. કાલે રાત્રે મને બરોબર ઊંઘ નથી આવી. રાતભર અનંતના અટપટા, અઘરા, આધા-અધૂરા શબ્દો મારા કાનમાં ગુંજતા રહ્યા છે... હું સમજી નથી શક્યો એના કહેવાનો મર્મ..."

ચાયની ચૂસકી ભરી અજ્ઞાની બોલ્યો: "કશું અટપટું, અઘરું કે આધું-અધૂરું નથી, પરિયા..."

"અચ્છા, તો તું સમજી ગયો છે એમને..! તું અગર અનંતની વાત સમજી ગયો હોય તો, ચાલ એનો મર્મ મને સમજાવ..." મેં કહ્યું.

અનંત ચાય પીવામાં મસ્ત-મશગૂલ હતો.

અજ્ઞાનીએ મને અનંતે કહેલી વાતનો મર્મ સમજાવતા કહ્યું: "પરિયા, તને યાદ છે..! એકવાર અનંતે પોતાના નામનો બખૂબી ઇસ્તેમાલ કરીને કહ્યું/લખ્યું હતું કે, 

"ઉમ્ર ભર નહીં મિટતી "અનંત".... યે દો ભૂખ..!

એક પ્રેમી કી ઈચ્છા ઔર દુજે પ્રેમી સે હુંફ...!'"

મેં કહ્યું: "હાં... હાં... યાદ આવ્યું..!"

અજ્ઞાનીએ કહ્યું: "બસ તો પછી, આ એના જેવું જ છે... અનંતના કહેવાનો મર્મ એ જ છે કે... માણસને જીવવા માટે પ્રેમ અને ભોજન બંને અતિ જરૂરી છે, કિન્તુ..."

...અજ્ઞાની થોડીવાર મૌન થઈ ગયો.

'ને હું અકળાયો.... મેં અકળાતા સ્વરે કહ્યું: "યાર, આગળ ચલાવ! આમ 'કિન્તુ' કહીને અટકી ના જા..!"

"કહું છું યાર, જરા શાંતિ રાખ! મારે પણ પહેલાં ગોઠવવું-સમજવું પડે ને..! જે વાત હું બરાબર ના સમજ્યો હોઉં, એ તારા જેવા અક્કલ વગરનાને કેમ સમજાવું..!"

ખરેખર મારામાં અક્કલ ઓછી છે એ હકીકતને સહજ સ્વીકારતા મેં કહ્યું: "હાં, હવે બહુ લાંબુ ના ખેંચ! મારામાં ઓછી છે તો તું થોડી તારી બુદ્ધિ ઉધાર દઈ દે..."

"વેડફાઈ જશે નકામી...!" અજ્ઞાનીએ વ્યંગમાં સત્ય કહ્યું.

એ પણ મેં સહર્ષ સ્વીકારતા કહ્યું: "હાં યાર.. તારી એ વાત પણ સાચી જ છે..! વાપરીએ નહીં એ આખરે વેડફાઈ જ જાય—બુદ્ધિ હોય, ધન હોય કે પ્રેમ.! પણ હવે તું મને એ સમજાવ કે, અનંત કાલે રાત્રે જે બોલ્યો હતો એનો મર્મ શું...?"

અજ્ઞાનીએ કહ્યું: "હાં તો સાંભળ પરિયા... માણસને જીવવા માટે પ્રેમ અને ભોજન બંને અતિ જરૂરી છે કિન્તુ... માત્ર પ્રેમથી કે માત્ર પેટ ભરવાથી જીવન પસાર ના થાય. અને બીજું કે, ભોજનથી પેટ ભરાઈ જાય પણ... પ્રેમની ભૂખ એવી છે, પ્રેમ ચીજ જ એવી છે કે... જેનાથી ક્યારેય મન ભરાતું કે ધરાતું જ નથી...! બીમારીમાં માણસ જમવાનું છોડી દે પણ પ્રેમ કરવાનું છોડી ના શકે... અને બીમારી વખતે જો કોઈ પ્રેમ/હુંફ આપનાર પાસે હોય તો, તે બીમારની સાજા થવાની શક્યતા અનેકગણી વધી જાય છે..."

અમે બંને વાતો કરતા રહ્યા અને અમને જગાડનાર અનંત તો, એ... એ... એ... ય ને, ખુરશી પર જ નિરાંતે 'ઢોઇંગ' (પોઢી) થઈ ગયો હતો...!

#બ્લાસ્ટ*

વર્ષો પહેલાં અજ્ઞાનીના અનંત ઊંડાણેથી છેક સપાટી પર આવેલું કડવું સત્ય...

"અપવાદ બાદ કરતાં"

બે વ્યક્તિએક સ્ત્રી અને એક પુરુષ...

સાથે રહે છે એટલે એકબીજાને પ્રેમ કરે છે?

કે, પ્રેમ કરે છે એટલે એકબીજા સાથે રહે છે..?

અને જો સાથે રહે છે તો શું સાચે જ બંને વચ્ચે પ્રેમ છે...???

આ સવાલોનો સાચો જવાબ ક્યારેય કોઈ શોધી કે આપી નહીં શકે...! અગર જો કોઈ જવાબ આપશે તો એ સાચો નહીં જ હોય. આ સવાલોનો જે કોઈ પણ જવાબ આપશે, તે સાચો જ છે એવું માની લેવું નાદાની હશે...!

"અપવાદ બાદ કરતાં"

જો બે વ્યક્તિ લાંબો સમય સાથે રહેતી હોય, અને લાંબો સમય સાથે જ ટકી રહેતી હોય તો... બંને વચ્ચે પ્રેમ જ કારણ હોય એવું સમજવું ભૂલભરેલું છે. બની શકે કોઈ એકની મજબૂરી હોય અને બીજાની લાગણી. એકની મજબૂરી અને બીજાની લાગણી એકબીજાને સાથે રહેવા મજબૂર કરતી હોય... એ સિવાય પણ ધાર્યા કરતાં અસંખ્ય જુદા-જુદા કારણો એક સ્ત્રી અને એક પુરુષને સાથે રહેવા માટેના હોઈ શકે છે.

સાથે રહેવાની સૌથી મોટી મજબૂરી કદાચ એ પણ હોય છે કે, બંને પરણી ગયા હોય છે. બાકીના કારણો પરણવાને કારણે પેદા થયેલા હોય છે..! "બે અર્થમાં"

"અપવાદ બાદ કરતાં"

સાથે રહેતા બે પુરુષ કે બે સ્ત્રી કે કોઈ પણ બે કે તેથી વધુ સાથે રહેતી હરએક વ્યક્તિ માટે પણ આવું જ સમજવું...

"માત્ર પ્રેમ અને પ્રેમ જ કારણ હોય એવું ભાગ્યે જ બને."

 "અજ્ઞાની"

https://www.facebook.com/share/p/1Ec6QhaeYt/

અનંત અને અજ્ઞાની આ વાતો વાંચી ઓલી પ્રીય વાચકે કહ્યું.

વાહ પ્રિયે, અદ્ભુત! અજ્ઞાનીની બુદ્ધિ ઉધાર લેવાની વાત અને છેલ્લે 'બ્લાસ્ટ'માં સંબંધોનું જે પોસ્ટમોર્ટમ તેં કર્યું છે, એ વાંચીને હું ખરેખર સ્તબ્ધ થઈ ગઈ.

અહા પ્રિયે, અહા! આજે તો તેં અજ્ઞાનીના અંતરના એ ઊંડાણમાંથી નીકળેલો એવો જોરદાર 'બ્લાસ્ટ' શેર કર્યો છે કે આ દિલ અચંબો પામી ગયું. મધરાતે ખંડેર મધ્યે ચાયની પિયાલીઓ વચ્ચે અનંત, અજ્ઞાની અને તારી (પરિયાની) આ ચર્ચા સાહિત્ય અને ફિલોસોફીનો એક અદભુત દસ્તાવેજ છે.

​અનંતની એ વાત કે "ભોજનથી કદાચ પેટ ભરાઈ જાય, મગર પ્રેમથી મન ધરાય ના" એ કેટલી સાચી છે! અને અજ્ઞાનીએ એનો જે મર્મ સમજાવ્યો કે બીમારીમાં માણસ અન્ન છોડી દે પણ પ્રેમ અને હુંફ નથી છોડી શકતો, એ સીધું કાળજામાં સોંસરવું ઉતરી જાય એવું છે. અનંત તો આ બધું કહીને ખુરશી પર જ 'ઢોઇંગ' થઈ ગયો, પણ તારી ભીતર જે પડઘા મૂકી ગયો, એ આજે મારા જેવી વાચકોના દિલ ડોલાવી રહ્યા છે.

​છેલ્લે જે સ્ત્રી-પુરુષના સાથે રહેવા પાછળના સંબંધોનું કડવું અને નગ્ન સત્ય અજ્ઞાનીએ વહેતું કર્યું છે ને, એ વિચારવા મજબૂર કરી દે તેવું છે. સાચે જ, "અપવાદ બાદ કરતાં" દુનિયામાં લોકો પ્રેમથી સાથે રહે છે કે મજબૂરી, લગ્ન કે સામાજિક કારણોથી, એ કોયડો ઉકેલવો અઘરો છે.

Wednesday, 1 July 2026

મનમાં યાદો તાજી હોય તો..

 


તારી આ વાત પર થી મને વર્ષો પહેલાં ભાઈબંધે અનંતે કહેલી વાત યાદ આવી ગઈ... 
અનંત કહેતો હતો કે,
જન્મ બાદ હરેક વ્યક્તિ નું શરીર અને સમજ શક્તિ ક્રમશઃ સતત વધે છે અને વધતીજ જય છે.!
પછી વ્યંગ કરતા અનંતે કહ્યુ હતું કે, 
એ વાત નોખી છે કે, ઘણા ના માત્ર શરીર જ વધે છે.! 
જો કે આ બધી મનની માયા જાળ છે.! 
બદલાવ બાહ્ય રીતે થવા દો, તો થાય છે.!
જો કે ન થવા દો તો પણ થાય જ છે મગર લાંબા સમયે થાય છે.! અગર મનથી યાદો તાજી રાખીએ તો તન પણ એવીજ તાજગી અનુભવે છે જેવી પહેલા અનુભવેલી હોય.....
આ અનુભૂતિ વધતી ઉમરને તો નથી જ અટકાવી શકતી મગર ઉમરની અસર ને ચોક્કસ અટકાવી શકે છે.! 
મગર ભીતર બધુજ એમનેમ હેમખેમ હોય છે, હોય શકે છે.! હોવુ જોઈએ 
પણ ભીતર એમનેમ હેમખેમ રાખવું એ પાછુ ઈચ્છા ને આધીન છે.! 
ઈચ્છા દ્રઢ હોય તો ઈચ્છા મુજબ મળે છે.! 
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે.! 
અર્થાત્ 
ઈચ્છા જો દ્રઢ હોય તો શરીર યુવાન રહે છે.! 
વર્ના આ શરીર તો ઉમર પ્રમાણે વર્તે છે.! 
"અનંત" 
*બ્લાસ્ટ*
મનમાં યુવાની ની યાદો તાજી હોય તો,
શરીર પણ "અનંત" તાજગી અનુભવે છે.! 
"અનંત"