Tuesday, 4 August 2026

એક દિવસ તું પણ આવશે આ ખંડેર માં.!


"અનંતનું અદ્રશ્ય અલૌકિક બંધન" 

​વર્ષો પહેલાં...

ભાઈબંધ અનંતે એની કોઈ અકડૂ ચાહીતીને કહ્યું હતું કે:

​"આવવું જ પડશે..! અને તું આવશે..!"

​એક માજમ મધરાતે..!

તું પણ આવશે જ આ ખંડેરમાં..!

તારી મરજીથી.!

​અને પછી...

​તું જે નથી, તે હશે પછી,

તું જે હશે, તે નહીં રહે પછી!

​તું "અનંત" અદ્રશ્ય બંધનમાં બંધાઈ જશે.!

રહસ્યમય પ્રેમની આગોશમાં લપેટાઈ જશે.!

​બંધાઈ જશે "અનંત" અદ્રશ્ય સંબંધમાં.!

​તને બાંધવામાં નહીં આવે,

છતાં તું બંધાઈ જશે એક અલૌકિક બંધનમાં.!

​પછી... પાછું જવું મુશ્કેલ થશે..!

​"અનંત"







 

No comments:

Post a Comment