Wednesday, 9 September 2026

પૃથ્વી પર સ્વર્ગ નો અહેસાસ....

વર્ષો પહેલાં દૂઉર.. દૂઉઉઉર... 
ગયા પહેલા ભાઈબંધે એની કો'ક ચહીતી માટે લખેલી આ પંક્તિ.. 
મને વર્ષો બાદ છેક ગૈ કાલે રાતે અનંત ના જુના ઝર્ઝરિત કાગળિયા ઊથલાવતા હાથ લાગી... 
તારા થી દૂર જવાની લગીરે ઈચ્છા નથી.! 
છતાં તારાથી ખૂબ દૂઉર દૂઉઉઉર જાઉ છું., 
જાઉં છું, હાં હું મજબુર થઈને જાઉં છું.! 
તારા પ્રેમ માં તરબતર થઈને જાઉં છું..!
પાછો આવીશ કે નહીં એ વાત થી બેખબર થઈને જાઉં છું.!
હું મજબુર છું એ હકીકત છે., 
મગર તને મારી રાહ જોવા મજબુર નહીં કરૂ. 
સાચવી શકે તો મને તારી ભીતર સાચવી રાખજે.! 
"અનંત" હું તો તને મારી ભીતર લઈને જાઉં છું.! 
"અનંત" 
*બ્લાસ્ટ*
આ ગીત અનંત ને ખૂબજ ગમતું હતું. 
આ ગીત જોઈ અનંત કહેતો હતો કે, 
બસ્સ આજ એટલે કે પ્રેમ જ "અનંત" બ્રહ્માંડ નું પરમ ચરમ અખંડ અનંત અલૌકિક સત્ય છે.! 
પૃથ્વી પર સ્વર્ગ નો અહેસાસ.... 
આ પૃથ્વી પર ઈશ્વરે કરેલું અલૌકિક સર્જન એટલે, 
એક નર એક માદા, એક સ્ત્રી એક પુરુષ.! 
બંને જ્યારે પામે છે એકબીજાનો 
સુંવાળો સંગ 
હુંફાળો સ્પર્શ 
આલીંગન 
ચુંબન 
ત્યારે... 
બંને ને થાય છે પરમ પ્રેમ નો ચરમ અનુભવ... 
એને પછી તેઓને સ્વર્ગ માટે વલખાં મારવાની જરૂર જ નથી રહેતી.! 
કારણ કે "અનંત" પ્રેમ થકી તેઓને થાય છે.! 
આ પૃથ્વી પરજ સ્વર્ગ નો અલૌકિક અહેસાસ.... 
"અનંત" 



https://youtu.be/3NUPmNyPQdg?si=epUZ30WDdagXMVha

 https://youtu.be/Q-j3GWrEIjU?si=vStWrD0sKDd_ruu5

https://youtu.be/KW486We5S-8?si=N4RTShwKfWyp12PT


No comments:

Post a Comment