Monday, 19 March 2012

તું વાંચે છે ને ???


***તું વાંચે છે ને ???***
************************
આ પાગલને હજુ પાગલ બનાવ પ્રેમથી.
પ્રેમ શું ચીજ છે ! તું મને સમજાવ પ્રેમથી.
તારા પ્રેમમાં જો ખરી કશક હો'તો,દૂરથી-
આ હ્રદયને તું સ્પર્શી બતાવ પ્રેમથી.
યા એ અસર હું પૈદા કરી દઉં તારામાં.
તું એક વાર જો મારી પાસે આવ પ્રેમથી.
આ હ્રદયમાં ઘાવ ઘણા છે ! દર્દ થોડું-
ઓછું થાય, એકા’દ જો તું રૂજાવ પ્રેમથી.
હવા પણ ! આપણી વચ્ચેથી પસાર ના-
થઈ શકે ! એમ મને ગલે લગાવ પ્રેમથી.
હ્રદય તારું પણ ભારે ભારે થયું છે ને ?
તો, તુયે રડ,ને મને પણ રડાવ પ્રેમથી.
હું ભીંજવું આંશુથી ઓઢણી તારી.ખભો-
મારો તું તારા આંશુંથી ભીંજાવ પ્રેમથી.
“અનંત” મારે યુગોનો પ્રેમ કરી લેવો છે.
ક્ષણમા.તું એક ક્ષણ પાસે આવ પ્રેમથી.
&&&&&&&&&&&&&&&&&&&&&&
"અનંત"
LikeShow more reactions
Comment
47 comments
Comments
Manish Joshi wah !!!!!પાગલને હજુ પાગલ બનાવ પ્રેમથી.
પ્રેમ શું ચીજ છે મને સમજાવ પ્રેમથી.
Rita Thakkar પાગલને હજુ પાગલ બનાવ પ્રેમથી.
પ્રેમ શું ચીજ છે મને સમજાવ પ્રેમથી. ...MAGNETIC...!!!
Ajay Mahendra આ હ્રદયમાં ઘાવ ઘણા છે. દર્દ થોડું.
ઓછું થાય એકા’દ જો તું રૂજાવ પ્રેમથી.
Ajay Mahendra Wah wah ......dil khush thai gayu......
Manish Joshi ભાઈ !!!!! સાચે જ પાગલ થઇ ગ્યો.......
Katira Paresh જી'' Ram Ahir બધુ બધુ ને બધુ જ વેમ છે આ આવવું ને જવું એ પણ .. છતાં વેમમાં જીવવાની મજા નોખી .... બસ ભ્રમ જેવુ જ ... આ બધુ હે ને વ્હાલા ??
આહિર રામ આહિર ના રડવુ અને ભેટવુ ઈ માં પ્રેમ કેયા ....હસ્તા ભેટે ઈ પ્રેમ રડિને ભેટે ઈ તો ભુલ હો...
Rajendra Dave Priya Chauhan shared YoU aRe My LiFe's photo.

Wall Photos...See More
આહિર રામ આહિર ભુદેવ આવડુ બધુ વિદેશિ વાણિ માં ના ફાવે હો
Katira Paresh જી'Ram Ahir' વ્હાલા બધુ અરસ પરસ હોય છે. હસવું રડવું બધુ જ .. ખાલી ખાલી હસવું એ પણ જીવન ક્યાં વ્હાલા .... ખરા સમયે જો આંખ ભીની ના થાય તો પણ જીવ્યૂ એળે ગણાય વ્હાલા .......
Katira Paresh જી'' Rajendra Dave વ્હાલા મને અંગ્રેજી નથી આવડતું .... હા ગુજરાતી અંગ્રેજી હોય તો આવડે પણ પ્યોર અંગેજી ના આવડે .. મને દૂ:ખ હું આપની રચના માણી ના શક્યો ......
આહિર રામ આહિર પણ જવાનિ માં રડવાનુ આવે ઈ તો પ્રેમ નહિ હો ઈ તો ભુલ કા તો એક બિજા ને ચાબખા મારિ ને પપળાવા માં લાગણિ ના પાણિ પળે બાકિ ઈ તો ભુલ ભુલ ને ભુલ...
આહિર રામ આહિર કુંજલ તમે આવ્યા.........એમ...કે
Rajendra Dave MANE TO AA GAMYU.....Paresh Katira જી'Ram Ahir' વ્હાલા બધુ અરસ પરસ હોય છે. હસવું રડવું બધુ જ .. ખાલી ખાલી હસવું એ પણ જીવન ક્યાં વ્હાલા .... ખરા સમયે જો આંખ ભીની ના થાય તો પણ જીવ્યૂ એળે ગણાય વ્હાલા ....
Katira Paresh જી'' વ્હાલા .. હશે બીજું શું ..... ચાલો આપ કહો છો તો પ્રેમથી હું પણ ભૂલ ગણી લઉં હે ને વ્હાલા ???
આહિર રામ આહિર ના કુજં ગલિ નિ ગોપિ ઈ તમને ના સમજાય જે એક બિજા નિ ભાવના ના ભાથા માં ભોગ આરોગે ઈ રડાવે નહિ...ઈ ને પ્રેમ કેવાય...મે કોઈ દિ મારિ પરણેતર ને ચોરિ ફેરા ફરયા તેયા લગણ જોઈ નોતિ અને અમારિ સગાઈ ધોડિયા માં હતા તે દિ થઈ હતિ પણ અમે આમ તો આજ લ્ગન બે દાયકા થયા તોય આમ અમે રોય નથિ હો...
Katira Paresh જી''Kunjal Pradip Chhaya.. આપને હેરાન નહીં કરું ... મને અંગ્રેજી ના આવડે એ મારી સજા ..અને હુજ ભોગવું શાને કોઈને પરેશાન કરું ......
Rajendra Dave Nice.........Kunjal
આહિર રામ આહિર કુંજલ આમ વિદેશિ વાણિ ના વાપરો...ઈ તો બોલિ મારા ગામ માં ફરતા ફેરિયા ને અને ગામ ના ભેહ ના ગોવાળ ને આવડે હો....
Katira Paresh જી'' વ્હાલા સાવ આમ ના ચાલે ..... !વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ રડવું જીવનમાં એટલુ જ જરૂરી જેટલું હસવું .. આપણે આ દુનિયામાં આવતા વેંત જ રડ્યા હતા અને જો ના રડીએ તો સ્વજનો ધબ્બા મારી મારીને રડાવે.. અને પેલા કબીર સાહેબે કહ્યું જ છે ને તું એવું કામ કરી જા કે તારા આવતા તું ભલે રડે પણ તું જા ત્યારે જગ રડવું જોઇયે હવે કહો શું જરૂરી શું નહીં .... બાકી મરજી આપની ... આમાં પરાણે કશું જ ના હોય .....
Rajendra Dave Vah..Rtambhai......Kunjal Ne Gujrati aavde 6 j....MAMU
આહિર રામ આહિર મોરબિ ના રાજા હુ ઈ રડવા નિ કે રાડયા પસે રડવા નિ કેયા ના પાડુ હુ બાપલા પણ હુ આમ બાથ ભરિ ને દુખિ થૈને રડવા નિ ના પાડુ મોરબિ નરેશ....?
Katira Paresh જી'' વ્હાલા એ હું ક્યાં ઇ તો ખાલી ફોટા....! પણ વખત આવ્યે હું આમ રડતાં ના સરમાઉ ડૂમો ભરાય તો હાડ બેહી જાય .. એના કરતાં રડી લેવું હારુ ... આપને ખબર છે બાયડી શું કામ જાજુ જીવે છે ? એ મન પડે ત્યારે ગમે ત્યાં ગમે ત્યારે રડી લ્યે છે માટે .. તો આપણે પણ ક્યારેક જાહેરમાં નહીં તો ખૂણામાં જઇને રડીયે લેવું.. અને જો હારો ખભો મળે તો એ રીતે પણ... રડવામાં શરમ ના રખાય આપણે ગમે ત્યારે ગમે ત્યાં હસવામાં શરમ રાખીયે છીયે ???
આહિર રામ આહિર જી ઈ રાધા હતિ ઈ રુખમણિ હતિ અને એનિ જોડે કાળિયો હતો...પણ આજ આધુ નિક સમય માં રાધા કે કાન કે ગોપિ કે ઈ કોઈ નથિ બેન બા તમારા નાના મન ના મગજ માં ધણુ ધરબિયુ હે ઈ હુ જાણુ હુ સખિ...
આહિર રામ આહિર હા મોરબિ ના ધણિ ઈ રડિયે તો કોઈ સાના ના રાખે બાયુ ને કોઈ પણ હાથ ફેરવિ સાનિ રાખે માટે રડવા નિ વાત મને ઓશિ ધળ પડે હો...
Katira Paresh જી'' વ્હાલા મન તો મન હોય છે હંધાયના મનમાં કાક ને કાક હૉય જ છે .. પણ ધારણા મુજબ ના પણ હોય પણ બધા પોત પોતાની રીતે ધારી લ્યે તો કોઈ રોકી તો ના જ શકે ને વ્હાલા ????
Katira Paresh જી'' વ્હાલા આપને ઘળ ના પડે પણ મને પડે કેમકે જ્યારે જ્યારે હું રડ્યો છું ભૂતકાળમાં મને છાનો રાખવા મારી પીઠે ઘણી ગોપિયું હાથ ફેરવી ગઈ છે ..
ભા આ વારતા નથી હકીકત છે .....
આહિર રામ આહિર હા ઈ તો સત્ય હછે પણ હુ ગોપિયુ નિ હામે રડુ એવો સજોગ નથિ થયો અને નારાયણ કોઈ દિ આવો અવસર ના આદરે....
આહિર રામ આહિર કુંજલ પ્રિય પાત્ર નો ખભો મળે પણ ઈ ખભા માથે માથુ ઢાળિ ને હળવુ થાવુ ઈ વેળા ને ઊભિ ના કર્વિ બાકિ તો સમય અને સજોગ સરજાય તે ધળિયે માયલા વલોપાત કરવો પણ પ્રિય પાત્રનિ હામે તો કઠળ જ રેવુ...રોઈ ને હળવુ થાય તો ઈ માં ખુમારિ નહિ હો
Katira Paresh જી'' વ્હાલા હું યે ઈશ્વરને પ્રાર્થના કરીશ કે મારા વ્હાલા દોસ્તને ગોપિયું હામે રડવાનો અવસર ના આપે .....
અને મનેય બચાવે ....
Katira Paresh જી'' વ્હાલા અજાણ્યા સામે તે થોડું રડાય અને આવે પણ નહીં .. એ તો કોઈ પોતીકું હોય એની હામે જ આંખ છલકાય .. .... અને અમારા મોરબીના તો રાજા પણ પ્રેમમાં રડતાં આ મોરબીમાં જે મણિ મંદિર ખરુને વ્હાલા ઇ મણિબાની યાદમાં બંધાયું છે. ઇ મણિ મંદિર અમારા મોરબીનો તાજ મહેલ છે ....
Haresh Vaja · Friends with JP Patel and 16 others
ભૂલી નથી હું રેશમી એ રાત ગઝલની,
માંડી હતી વરસાદમાં તેં વાત ગઝલની.

તેં હાથ મારો હાથમાં લીધો હતો અને,
લાગ્યું મને કે થઈ ગઈ મુલાકાત ગઝલની.

ચહેરેથી હટાવી હતી તેં ઝુલ્ફ રેશમી,
આમ જ થતી હશે ને શરૂઆત ગઝલની.

કંપી ઉઠેલા હોઠ હથેલી ઉપર મૂક્યા,
આથી સરસ હોય શું રજૂઆત ગઝલની.

દીવો થઈને ઝળહળ્યાં તારી ગઝલનાં શેર,
આંખોમાં રોશનીએ રચી ભાત ગઝલની.

- તુષાર શુક્લ...
Dinesh M Parmar Dear aapelu Upnam pagal & halat bane saraka che.
Dalsukh Dhumal "JAB AAYO TU JAGAT ME,JAG HASE TU ROI,
AESI KARNI KAR KE CHALO,TU HASE JAG ROI". SAHEB KABIR.
Bharat Pambhar · Friends with Amita Vasavada
માગી ને મેળવવુ એ પ્રેમ નો કહેવાય એ તો થઇ જાય, અને નો થાય તો એને જવા દેવાય .
Rita Thakkar magnetic words indeed
Katira Paresh Kunjal Pradip Chhaya...

............................आंया...

No comments:

Post a Comment