Saturday, 27 October 2012

પ્રેમ એક અલૌકિક અહેસાસ ...



"અનંત"ના  પ્રેમ ત્રોમાથી .... 

શ્બ્દ થી પ્રેમાળ સ્પર્શ ...  

શબ્દથી  પ્રેમની અભિવ્યક્તી , 

શબ્દથી પ્રેમની અલૌકિક અનુભૂતિ....

શબ્દોથી પ્રેમનો અલૌકિક અહેસાસ.... 

થઈ શકે છે ...! 

કેમકે શબ્દને પણ શૂક્ષ્મ દેહ હોય છે.

જ્યાં સુધી કે હું તને, કે તું મને સ્થૂળ દેહે સ્પર્શી ના શકીએ ....!

ત્યાં સુધી શબ્દ દેહે એક બીજાને સ્પર્શતા રહેશું ......!

આપણાં શબ્દોમાં રહેલી પ્રેમની ઉર્જા.... 

દૂર દૂર રહીને પણ આપણને બેઉને અલૌકિક અહેસાર કરાવશે પ્રેમનો ... 

આપના શબ્દો ધીરે ધીરે એક મેકમાં એમ ભળી જશે.

જેમ એક સ્ત્રી પુરુષને એના આલિંગનમાં સમાવી લ્યે ..
અને, જેમ એક પુરુષ સ્ત્રીને તેના ચુંબનમાં ઓગાળી દ્યે  ...  

અને પછી એકમેકમાં ઓગળી જાય બે શરીર.... 

બસ એજ રીતે , એમજ 

જ્યાં સુધી આપણે સદેહે એક બીજાને મળી ના શકીએ..!

આપણે શબ્દો થકી એક બીજાના મન અને આત્માને સ્પર્શતા રહેશું ...

એક બીજામાં ઓગળતા રહેશું પ્રેમાળ શબ્દો થકી .... 

રૂબરૂ ના મળીને પણ હું તને શબ્દોમાં સતત મળતો રહીશ... 
હું ઓગાળતો રહીશ તને અને, તારામાં હું ઓગળતો રહીશ...

જ્યાં સુધી કે ખુલ્લી આંખે ના મળી શકીએ આપણે ત્યાં સુધી. 
તું મળજે મારી માફક મને, હું તને બંધ આંખે મળતો રહીશ...   

અનંત શબ્દોના હાથે હું ક્ષણ ક્ષણ  તારી રૂહને સ્પર્શતો રહીશ.. 
અને તારા હૂંફાળા શબ્દોના સ્પર્શે હું સતત ઝણ ઝણતો રહીશ...    

એ સિવાય પણ રસ્તા ઘણા છે ના મળીને મળવાના ... 
રૂબરૂ ના સહી રૂહ રૂહ મળવાના રસ્તા અનેક છે ... 

એક બીજાને અનુભવવાના એક બીજામાં સતત ઓગળવાના .. 
તું ગીત જે સાંભળે તહી, એજ ગીત હું અહી ગણ ગણતો રહીશ...

પ્રેમનો કોઈ અંત નથી !  પ્રેમ સત્ય,  પ્રેમ પુજા, પ્રેમ અનંત છે... 
અંત સુધી હું "અનંત" તારી યાદમાં લખતો રહીશ લખતો રહીશ... 

અંત સુધી હું "અનંત... તારી ચાહમાં લખતો રહીશ બસ લખતો રહીશ ...        


હું શબ્દો ધ્વારાતારી રૂહને સ્પર્શતો રહીશ ...
તુંય પ્રેમાળ શબ્દોથી મને ઝણ ઝણાવજે ...

પછી તને રૂબરૂ મળવાની ઈચ્છા થશે..!  
"અનંત" ઈચ્છા થાય ત્યારે જણાવજે..!     

હું આવી જઈશ શરીર સમેત તારી પાસે.. 
યા તું શરીર સમેત મારી પાસે આવજે ...  

"અનંત" 
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"અનંત"

No comments:

Post a Comment