Tuesday, 30 October 2012

ખાલી નથી આવ્યા

વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે કહ્યું હતું કે, 

લાવ્યા નથી તો લઈ જવાનું શું ?
કશું હોય નહીં તો ગુમાવવાનું શું ?

"અનંત" કઈ જ નથી તો ખૂટે છે શું?
જે ખૂટે છે એજ માત્ર પામવાનું હતું ..!

"અનંત" 

અને પછી ભાઈબંધ 

અજ્ઞાની એ કહ્યું હતું કે, 

 કંઈજ લઈ નથી આવતું અહીં કોઈ,તેમ છતાં જતા જતા કેટ કેટલુ છોડી ને જવુ પડે છે. 

"અજ્ઞાની" 

ભરી ભરી આવ્યા છે ફરી ભરી જવાના.

ફરી ફરી આવે છે ફરી ફરી જવાના. 

ખાલી નથી આવ્યા ખાલી નથી જવાના. ખુદના નથી થયા એ કોઈના નથી થવાના.

સતત બદલવાના છે જેવા આવ્યા એવા નથી જવાના. 



1 comment:

  1. Lai ne j aavya chhiye..... paN jagat nari aankhe je dekhaay teTlu j jue chhe, teTlu j maape chhe paN evu ghaNu chhe je joi saktaa nathi chhata paase hoy chhe ane jaishu tyare paN lai ne jaishu

    ReplyDelete