Wednesday, 9 January 2013

"અનંત"ના પ્રેમ પત્રો.....


"અનંત"ના પત્રોમાંથી... 
~~~~~~~~~~~~~~~  
પ્રેમને આખરે સ્પર્શની જરૂર પડે છે. ...! 
~~~~~~~ ~~~~~~~~~~~~~~~~~
શું પત્ર સુધી જ સીમિત રહેશે આપણો પ્રેમ.?   
શું સ્પર્શ સુધી નહીં પહોચી શકે આપણો પ્રેમ.?

હાં તારા એ પત્રોમાં લખેલ શબ્દોમાં પણ...! 

મને તો સ્પર્શની અનુભૂતિ થાય છે. શું તને પણ..???

હાં તારા શબ્દોમાં મને સ્પર્શની અનુભતી થાય છે.

અને તેથી જ ઈચ્છા આગળ વધે છે.  

અને બસ વધતી જ ચાલે છે.  

હાં ઈચ્છા...! અપેક્ષા નહીં.! 

કેમકે ઈચ્છા સ્વાવલંબી હોય છે. 

અને અપેક્ષા પરાવલંબી હોય છે. 

છતાં પ્રેમમાં પરાવલંબી થવું ગમે...!   

મારી ભીતર જે સતત વધે છે. કદાચ તારી ભીતર પણ...!  

તે ઈચ્છા જે કદાચ પૂરી ના પણ થાય.

પણ એ વધે તો હું શું કરું ? અને એમાં ખોટું શું ?

બે શરીર એક સ્ત્રી એક પુરુષ. 

બે ચહેરા બન્ને આકર્ષક.  

ખબર ક્યારે પડીખબર ત્યારે પડી. 

કે બન્ને ચહેરા પર ચોંટેલી છે બબ્બે આંખો. 

જે સુખ કે દૂ:ખનું પણ..! કારણ બને છે.  

અને બસ એ આંખો થકી જ સર્જાયું જગત. 

અઢળક વાર્તા નું કારણ આકર્ષણ ને આંખો. 

કેમકે આંખો જુવે છે. આંખોએ જોયું

જે જોયું તે સુંદર જોયું,(સુંદરતા જ પ્રેમની શરૂવાતનું કારણ.... )

એટલે મન આકર્ષાયું મનને ગમ્યું.

આકર્ષણનો સિધ્ધાંત પણ જન્મ જાત”  

ગમ્યુ તેથી જાગી ઈચ્છા, તો એમાં શું ખોટું છે.?

ઇચ્છાથી જ તો જગત જનમ્યું.           

ને જગતમાં જન્મ્યા એક સ્ત્રી અને એક પુરુષ.  

ઈચ્છા થકી જન્મ્યા એટલે. 

ઈચ્છા નામનો ગુણ કહો યા અવગુણ,

એ તો સૌને વારસામાં જ મળ્યો પામવાની ઝંખના. 

ને બીજું ઘણું બધુ એવું.         

ઈચ્છા યાને ઝંખના જેનામાં નથી એ જીવતો છે જ નહીં.

મરેલો છે એ..! 

જેનામાં કોઈ ઝંખના નથી. 

અને હું જીવું છું...!  

અગર જો તું પણ જીવતી હોય, યા જીવવાની તીવ્ર ઈચ્છા હોય.          

મને મળવાની તને પણ.! હોય જો તીવ્ર, "અનંત" ઝંખના હોય તો...!  

તો એક બીજાના તન મનને સ્પર્સી શકે..! 

આપણો પ્રેમ....  


અગર એ શક્ય નથી તો મારા અક્ષરોમાં હું હયાત છું.

ગમે ત્યારે મન પડે ત્યારે સ્પર્શી  લેજે અક્ષરમાં મને તું.   

પણ હાં એ રીતે સ્પર્શ કરજે કે મને  એવી અનુભૂતિ થાય ,

કે જાણે તું મારા તન મનને સ્પર્શી હોય ...

અને જ્યારે તું મને પત્ર લખશે ને..! 

ત્યારે હું પણ તારા પત્રમાં પ્રેમ વ્યક્ત કરતાં તારા મરોડદાર અંગ સમા અક્ષરોને આંખોથી સ્પર્શી લઇશ જેની અનુભૂતિ પણ તને થશે જ ...!

થઈ કે નહીં ? કહેજે ..! કહેવું પડશે  ..!

કેમકે આપણા સંબંધને હવે સ્પર્શની જરૂર છે....! 

એક સરખી તીવ્ર ઝંખના જો હશે...! 

તો જરૂર પહોંચી જશે...!

આપણો સંબંધ શબ્દથી  સ્પર્શ સુધી...........   
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
અનંત”   


No comments:

Post a Comment