Wednesday, 30 January 2013

"અનંત" ની રચનાઓ માથી.....


અનંતઅધૂરા અરમાનો લાંબુ જીવાડે છે.
તેથી હુ તો હવે માણું અધુરપમાં મધુરપ.

******************************** 
સંપૂર્ણ કોઈ જ નથી..!પૂર્ણની તલાસ જરૂરી છે.
જીવનમાં અજીબ અજીબ કઈ પ્યાસ જરૂરી છે.

એમાં જ ખરી મજા છે જીવનની સઘળું મળ્યા
પછી પણ.! એવું લાગે કે હજુ તલાસ અધૂરી છે.      

મારા માટે, તારું અહી હોવું ખાસં ખાસ જરૂરી છે.
સતત તારું હોવું મારી જ આસ પાસ જરૂરી છે.

“અનંત” હો સંબંધ છોને હજુ નામ વિનાના પણ,
તેમ છતાયે આ સંબંધમાં પણ વિશ્વાસ જરૂરી છે. 

"અનંત"



No comments:

Post a Comment