Tuesday, 12 February 2013

જગ સર્જાયું પ્રેમ કાજે ....



જગ સર્જાયું  પ્રેમ કાજે....  
પ્રેમ કદિ ના પ્રેમ માપે...   

જે માપે તે આપે નહીં .
જે આપે તે માપે નહીં.   

જે સામે તે દેખાય નહીં.
જે દેખાય તે સામે નહીં .

ઓળખ મારી ખુદ આપું.
એ વાત મને જામે નહીં.

“અનંત” અઢળક લખ્યું છે. 
છતાં કઈ જ મારે નામે નહીં.    

તારો ઉધ્ધાર તું ખુદ કર.  

કોઈના દૂ:ખ કોઈ કાપે નહીં.    

"અનંત"    

No comments:

Post a Comment