Thursday, 14 February 2013

વાયડો ઘોઘો ....


ઘોઘો વાઇડીનો તો હતોજ ... 

ઘોઘો વાતે વાતે અર્થના અનર્થ કરતો પછી ,

ઘોઘાના કરેલા અર્થના અનર્થમાથી ફરી એક નવો  અને ખૂબ ઊંડો અર્થ નીકળતો ... 

પણ ઘોઘીને ઊંડો તો શું છીછરો અર્થ પણ ક્યારેય સમજાતો નહીં . 

ઘોઘીના સવળા સવાલોનો ઘોઘો ક્યારેકજ સવળો જવાબ આપે , 

બાકી સીધું બોલવું કે સીધી વાતનો સીધો જવાબ આપવો એ ઘોઘાની ફિતરત નહોતી . 

ઘોઘો ઘોઘીના સીધા સરળ સવાલનો મોટા ભાગે,
 અવળો , અઘરો અને અધૂરો જવાબ જ આપતો . 

જે ઘોઘીને ક્યારેય સમજાતો નહીં . 

અને અકલે ઘોઘીને ઘણીવાર ગુસ્સો પણ આવતો , એ પણ સખત ..! 

પછી જ્યારે બૌ ગુસ્સો આવે ત્યારે ઘોઘી ઘોઘાના ગાલ પર જોરદારના ચિંટીયા ભરે , 

અને ઘોઘાના  ગાલ લાલ લાલ કરી મૂકે.  

જોકે ઘોઘાના અવળા જવાબોમા ક્યારેક ક્યારેક,

 મોટી અને ગહન ખીલોસોફી ખીલતી. 

જેની સુગંધ ઊંડા ઊંડા સ્વાસ લઈ ઘોઘી જીલતી . 

જી હા હું જાણું છું કે ખીલોસોફી નહીં ,ફિલોસોફી કહેવાય ... 

પણ ફિલોસોફી એટલે શું એ આજ સુધી મને ખબર નથી . 

અને ફિલોસોફીનું ખીલોસોફી કરી બોલવું મને બૌ ગમે છે  એટલે બોલું છું તારે શું  !  

આવું ઘોઘા એ ત્યારે ઘોઘીને કહેલું જ્યારે ઘોઘો ફિલોસોફીને બદલે ખીલોસોફી બોલેલો .

ઘોઘો ફિલોસોફીને બદલે ખીલોસોફી બોલ્યો એટલે ઘોઘીએ  ઘોઘાને કહ્યું ...  

અક્કલ વગરના ખીલોસોફી નહીં ફિલોસોફી બોલ ! ફિલોસોફી ... 

અકલે ઘોઘાએ કહ્યું મારે જે બોલવું હોય એ બોલું એમાં તારે શું ..?

તું  પણ મનગમતો અર્થ કાઢ ને ! તને કોણ રોકે છે ..! 

ઘોઘાનો જવાબ સાંભળી ઘોઘી પોતાની હથેળી પોતાનાજ કપાળ પર ઠોકે છે ! 

અને બોલે છે , હે ! ભગવાન આનાથી બચાવ ...!   

અર્થ ના અનર્થ  કરી ઘોઘીને પજવવાની એને ભલી આદત ... 

ઘોઘી ઘોઘાના ઘરે આવે, જાય . 

ત્યારે ક્યારેક ક્યારેક જતાં જતાં કહે . 

ઘોઘા હું જાઉં છું આવજે . 

ઘોઘીના જતાં જતાં કહેલાં 'આવજે' નો જવાબ,
 ઘોઘો પોતાના મૂડ એવં મન અરજી મુજબ આપતો ... 

ક્યારેક ઘોઘીના "આવજે" નો અર્થ ઘોઘો આમંત્રણ કાઢતો તો ક્યારેક આગ્રહ ... 

પછી એ જાતે કાઢેલા મનઘડત અર્થ મુજાવ ઘીઘીના "આવજે" નો જવાબ આપતો .. 

એક વાર જતાં જતાં ઘોઘીએ ઘોઘાને કહ્યું હું જાઉં છું ,"આવજે "
ઘોઘો કહે ના !  તું તારે જા ! નૈ આવું ! 

અકલે જતાં જતાં પાછું ફરી ઘોઘા સામે જોઈ હોઠ મચકોડી 
"હુહ"
 એમ છણકો કરી ઘોઘી ચાલી જતી.. 

ફરી ઘોઘી આવે છે , આવીને જાય છે ... 

જતાં જતાં કહે છે . 

ઘોઘા હું જાઉં છું હોં , "આવજે"

તો ઘોઘો કહે હાં હાં તું જા હું આવું છું . 

 વળી  એક દિ ઘોઘી જતાં  જતાં કહે કે 

ઘોઘા હું જાઉં છું હોં , "આવજે"

અકલે ઘોઘાએ પૂછ્યું ક્યાં ? 

ઘોઘી કહે ક્યાય નહીં ! 

ટીપોયા પર પગ લંબાવી ,માથા પાછળ હાથ ટેકવી પડ્યો રે 'તું સોફા પર જ ! 

અકલે ઘોઘો છટક્યો ... 

ઘોઘો કહે એમ હે ! 

નૈ તો જાણે તું ગમે ત્યાં બોલાવે અને હું આવી જાઉં હે ! 

ના ઘોઘી ના ! એટલો  બધો હું ડાયો  નથી !  

એ પછી ઘોઘીએ જવાબમાં શું કહ્યું એ જાણવા ગઇકાલ સુધી રાહ જુવો ... 

આ બધી ઘોઘા ઘોઘી વચ્ચેની વાતો અને સંવાદ લીલા ,

 કઈ કેટલીય ગઇકાલ પહેલાની જ છે ...! 

*બ્લાસ્ટ*

"અનંત" એવું નથી કે એ મારા પ્રેમ પત્રો વાંચતી નથી . 
છુપાઈને પત્ર એ વાંચેજ છે !બસ જવાબ આપતી નથી. 

"અનંત" 



No comments:

Post a Comment