Thursday, 14 February 2013

અનંત ની રચનાઓ માથી ...







                             


મને તો પહેલા પણ ખબર નહોતી 

અને આજે પણ કઈજ ખબર નથી .. 

વર્ષો પહેલા ખબર નૈ આ વાત ભાઈબંધે કોને લખી 'તી 

હશે કોઈક ,કોઈક તો હશેજ એની ચહીતી ...

અમસ્તો અમસ્તો તો એ કઈ લખતો હોયજ નહી... 

વર્ષો પહેલા અનંતે તેના પ્રેમને ઝંખતી 

એ ચહિતીને કહેલું કે , 

છૂટવાથી બહેતર હોય છે બંધાઈ જવું . 
તૂટવાથી બહેતર હોય છે સંધાઇ જવું . 

જોઈએ છે તારે "અનંત"જેવુ .
કોઈ તો હશેજ જગતમાં એવું . 

જા શોધ એને એ તને મળશે જરૂર. 
અગર એ મળે તો , 
બહેતર છે એના માટે લૂંટાઈ જવું  . 
"અનંત"

આવું વર્ષો પહેલા અનંતે... 
અનંત પ્રેમ ઇચ્છતી  ...
અનંત હુંફ ઝંખતી...  
પરમ ચરમ પ્રેમ માટે તડપતી. 
એની  કોઈ ચહિતીને કહેલું . 
કે, 
હું મીઠો ઝરીયો છું,  હું ખારો દરિયો છું... 
"અનંત" મંજીલ નથી હું કઠીન રસ્તો છું ..

"અનંત" ઠોકર ખાધા પછી પણ પ્રેમના રસ્તે ...

તું પણ ભટકે છે .!  હું પણ ભટકતો છું ..!  

દરિયો ખારો ખારો છે ના પીવાય છે,  ના તરસ બુજાય છે. 

"અનંત"ઝરણાની એક બુંદથી પણ તરત તરસ છીપાય છે. 

ચાહે તો તું બુંદ બુંદ પી લે  મુજે ... 

મીઠા જલ હું જીંદા રખુંગા તુજે ... 

તું ચાહે અગર તો 
 બુંદ બુંદ મુજે  પી લે...  


હાં તું ભી..! ચાહે અગર તો આ જી લે .. 


"અનંત" બુંદ બુંદ મુજે પી લે ... 


હાં ડૂબવું હોય તો  ક્ષણિક ડૂબી શકાય... 


અનંત પ્રેમના દરિયામાં ...  

તરવાનું ભૂલીને છેક તરિયામાં ..

બ્લાસ્ટ :- 


"અનંત..." ઊંડા પ્રેમમાં ડૂબીને જ્યારે શ્વાસ રૂંધાય છે ,જીવ ગૂંગળાય છે ... !


ત્યારેજ ..! બસ ત્યારેજ અનંત...
ચરમ પ્રેમના પરમ તેજ સુધી પહોંચી શકાય  છે ..! 


આવું બધુ નાદાન અનંત જગતને સમજાવતો રહેતો હંમેશા ... 


પણ ખુદ કશુજ જાણતો સમજતો નહીં.!


જો કે પછી મજબૂર અનંત ... 

અનહદ મજૂબૂર હતો અકલે દૂર દૂર ચાલ્યો ગયો હ્રદયમાં પ્રેમની ધગધગતી આગ લઈને ... 

અને હું ઉકેલું છું આજ પણ રાતભર અનંતના અઢળક પ્રેમ પત્રો તગતગતી આંખ લઈને ... 

અનંત... ખૂબ દૂર દૂર નીકળી ગયો ...


"અનંત" પાતાળમાં યા અનંત આકાશમાં ઓગળી ગયો...


અને હું આજે પણ થીજેલો છું ..! 


ખૈર... 


અને અનંતના ગયા પછી પેલી તેની યાદમાં ગાતી રહી ...


આ ગીત ... 




આંખ તગતગે છે....

હાં જ્યારે પણ હું અનંતના વર્ષો પહેલા લખેલા કાગળિયા ઉકેલું  છું ... 

ત્યારે મારી આંખ પણ તગતગે છે ..! 


કેમકે હું વેદના બંનેની  સમજુ છું કદાચ ... 


એકલેજ મારી આંખો પણ આ ગીત સાંભળીને  તગતગે છે.... 


 અનંત... એકલે કે અનહદ ... ચોધાર....  આંખ છલકે છે એમ .! 






એક ચક્કર .. ખંડરની અંદર ....

ઇધર ઉધર...ઉધર ઇધર.... 

સાગર સાગર ... ભવર ... ભવર... 

સંવર સંવર.... બીખર બીખર ... 

એક ડૂબકી મે લગાવી

 સાવ અંદર.... આવ અંદર....

એક ડૂબકી તું પણ લગાવ અંદર.... 

આવ અંદર....સાવ અંદર...

આવું બધુ અગાવ અકલે કે વર્ષો પહેલા ભાઈબંધે લખેલું ... 

જે મે સાચવીને ખંડેરની દીવાલો પર ચારેકોર લખી મૂકેલું .. 

તે આજે ફરી ખંડર અંદર ચક્કર લગાવતા હાથ લાગ્યું 

ને હૈયે વાગ્યું ... 

અકલે ...   

બ્લાસ્ટ :- 

"અનંત..." ઊંડા પ્રેમમાં ડૂબીને જ્યારે શ્વાસ  રરૂંધાય છે,  જીવ ગૂંગળાય છે ... 
ત્યારેજ ..! બસ ત્યારેજ અનંત ...ચરમ પ્રેમના પરમ તેજ સુધી પહોંચી શકાય છે ..! 

"અનંત"

અને પછી મહોલ્લામાં રહેતી અનંતની ઍક ચહિતી 

આ ગીત વારંવાર  ખુદ સાંભળતી અને ,

અનંતને પણ સંભળાવતી ...  

ખબર નૈ શા માટે તે અનંતને આ ગીત વારે વારે સંભળાવતી હતી . .. 

કદાચ...,,,, 

No comments:

Post a Comment