હાં, હું “અનંત” છું.! મગર જ્ઞાની નથી..!
&&&&&&&&&&&&&&
હાં હું અનંત છું અને અનંત યુગોથી છું.
મારુ અસ્તિત્વ અનંત યુગોથી છે.
હું યુગોથી હતો, છું, અને રહીશ...
અનંત યુગો સુધી...
હાં હું અનંત યુગો થી છું...!
જવા કે આવવા નો તો સવાલજ નથી ..!
અને, આવવાનું તો એને હોય જે ગયું હોય,
જાય એ જે આવ્યું હોય, આવે એ જે ગયુ હોય ,
જે જાય એ આવે,
આવે એ જાય
મગર હું તો ગયોજ નથી યુગોથી અહીંજ છું ..!
હાં મારા રંગ, રૂપ, કદ, આકાર
મારા શબ્દો મારા વીચાર
સમય સમયે સમય પ્રમાણે બદલાતા રહે છે.
કિન્તુ મારૂ ભીતર એનું એજ રહે છે.
મારી ભીતર અઢળક અનુભવ,અઢળક જ્ઞાન ભર્યું છે.
કિન્તુ તેમ છતાં હું જ્ઞાની નથી.....
અ ..હ..હ... ચોંકો નહીં.
જ્યાં સુધી હું મારી પૂર્ણ ઓળખ ના આપું,
આપ કોઈ જ પૂર્વા અનુમાન કે ધારણા ના બાંધો.
કેમકે મારી સંપૂર્ણ ઓળખ પહેલા,
આપ લોકોએ મારા વીશે કરેલુ અનુમાન,
કે ધારણા સાવ ખોટી પડી શકે છે.
આપ જે સમજો છો, એ હું નથી...!
અને હું જે સમજુ એ પણ.,હું નથી...!
હાં મારી ભીતર દુનિયા ભરનું જ્ઞાન ભંડાર્યું છે.
ગીતા. કુરાન, બાઇબલ બધુ જ મારી ભીતર છે,
મારે હૈયે છે, પણ હોઠે નથી...
કેમકે મારી પાસે વાચા નથી. માત્ર શબ્દો જ છે.
હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ ઈતર
હું બધી જ કોમના લોકોના ઘરમાં રહું છું.
હું દુનિયાની તમામે તમામ ભાષા જાણું છું.
હાં હું અંધ જનોની ભાષા પણ જાણું છું.
ભલ ભલા મહાન માણસો મારા શરણે આવે છે.
અરે... ઘણા બધા તો મારા શરણે
આવ્યા પછીજ
મહાન થયા છે.
અગર જો આપ એમ સમજી રહ્યા હો કે,
કે હું ઈશ્વર છું
તો ,પણ આપ ગલત છો. કેમકે...
હું ઈશ્વર નથી.!
મગર હાં, હું ઈશ્વરના સર્જનોના હાથનું સર્જન છું.
ઈશ્વરના સર્જનો તો આપ જ છો. હાં આપ જ છો.
હાં મારી ભીતર એટલુ બધુ જ્ઞાન છે કે.
મોટા મોટા ડોક્ટરો, વૈધો, વકીલો,
સંતો ,સૂફીઓ , જ્ઞાનીઓ વૈજ્ઞાાનિકો
તમામે તમામ મારા શરણે આવ્યા છે.
તમામ ને મારા શરણે આવવું જ પડ્યું છે.
તમામ મોટા મોટા ડોક્ટરો, વૈધો, વકીલો,
સંતો ,સૂફીઓ , જ્ઞાનીઓ વૈજ્ઞાાનિકો
તમામે તમામ મારા
શિષ્યો છે.
તેમ છતાં હું એ કોઈનો ગુરૂ નથી.
મગર હાં એ હકીકત છે કે
સંતો ,સૂફીઓ , જ્ઞાનીઓ વૈજ્ઞાાનિકો
તમામ ના જે ગુરૂ છે.
તે ગુરૂ પણ મારા શરણે આવ્યા પછીજ
એ સૌના ગુરૂ બન્યા છે.
કેમકે એ ગુરૂઓએ પણ મારા શરણે આવી,
અઢળક જ્ઞાન મેળવ્યું છે.
દુનિયાનું એવું કોઈ જ જ્ઞાન
એવુ નથી જે મારી પાસે ના હોય.
બસ શોધવાનું હોય છે કેવળ તમારે જ..!
મારે શરણે આવીને.
મારા શરણે આવનારનો આત્મા કદિ મરતો નથી.
એ યુગો સુધી જીવંત રહે છે મારી ભીતર.
મારી ભીતર અઢળક જ્ઞાન હોવા છતાં ...!
હું દુનિયા ભરની બધી જ ભાષા
જાણતો હોવા છતાં.!
હું ખુદ કદિ મારી ઓળખ નથી આપતો.
તેમ છતાં ઓળખનાર મને ઓળખી જ જાય છે.
હું ક્યારેય બોલતો નથી.!
હું સદૈવ મૌન રહું છું.!
તેમ છતાં મારા મૌનની ભાષા સમજનાર
મને સમજી
જાય છે,ઓળખી જાય છે
જે મને સમજી લે છે,
જે મને ઓળખી લે છે તે ખરા જિજ્ઞાસુ હોય છે.
અને જે જિજ્ઞાસુ હોય છે,
તે જ મારા શરણે આવે છે.
જિજ્ઞાસુઓ મારા મૌનની ભાષા સમજી શકે છે.
અને પછી એ સમજણ ને લઈ
ઘણા પંડિત પણ થઈ જાય છે.
બાળક થી લઈ બુઢા સુધી
બધા ને મારા શરણે આવવું જ પડે છે.
બાળકમાં સમજણ આવે કે તે ચાલતા શીખે
એટલે તુરંત સમજુ માં બાપ
પોતાના બાળકને મારા શરણે મૂકી જાય છે.
કેમકે એમના માં બાપે પણ , એમને કોઈ સમયે મારા શરણે મોકલ્યા હોય છે.
જે મારા શરણે આવે છે,
તે સૌ પોત પોતાના ગજા મુજબનું જ્ઞાન પ્રાપ્ત કરે છે.
અને જે નથી આવતા તે અભણ રહી જાય છે.
કદાચ હવે તમારું અનુમાન થોડું થોડું સાચું પડતું હોય એવું તમને લાગશે.
પણ કદાચ જ ..!
કેમકે મારી પૂર્ણ ઓળખાણ
હજુ મે આપી જ નથી ને, માટે,
હાં તો, મારા શરણે આવીને જ્ઞાન લઈ જનાર
કઈ બધા જ મહાન નથી બનતા.
અને જે મહાન થઈ જાય છે
તે કેવળ મારી ભીતર નું જ્ઞાન લઈ મહાન થઈ,
બેસી નથી રહેતા, અને મને ભૂલી પણ નથી જતાં,
કિન્તુ મારામાં રહેલા જ્ઞાન થકી મહાન બનેલી
એ હર એક વ્યક્તિ, હરેક હસ્તી
મારા દ્વારા પ્રાપ્ત થયેલ
જ્ઞાનમાં
પોતાના અનુભવોનો અને જ્ઞાન નો ઉમેરો કરી,
ભેટ પ્રસાદ રૂપે શબ્દ સ્વરૂપે
મારા ચરણે ધરી જાય છે.
હાં,હું અનંત યુગોથી છું.!
હું બધીજ ભાષા જાણું છું.!
મારા શરણે આવી લોકો જ્યારે
જ્ઞાન પ્રાપ્ત કરે છે
ત્યારે મને પણ અતિ આનંદ પ્રાપ્ત થાય છે.
પણ...પણ...પણ...,
મને ત્યારે ખૂબ વેદના થાય છે,
અતી પીડા થાય છે.
હું રડી પડું છું ખૂબ રડું છું.
જ્યારે મારી છાતી પર હાથ મૂકીને
અદાલતોમાં કોઈ ગુનેહગાર જૂઠી કસમ ખાય છે.
કોઈના ખૂનથી, ખરડાયેલા પોતાના હાથ જ્યારે કોઈ ખૂંખાર ખૂની
મારી છાતી પર મૂકે
છે,
અને કહે છે કે,
હું જે કૈ કહીશ તે સાચુજ કહીશ
સત્ય સીવાય બીજુ કૈજ નહી કહું.
ત્યારે મારી છાતીમાં
હજારો છૂરા ભોંકાયા જેવી વેદના થાય છે.
મારી છાતી પર હાથ મૂકી,
જૂઠી કસમ ખાઈ કોઈ ખૂંખાર ખૂની,
જ્યારે આબાદ છૂટી જાય છે,
અને કોઈ નિર્દોષ ફાઃસી પર લટકી જાય છે,
ત્યારે ...
જી હાં !ત્યારે.....
મારી ભીતર ખૂબ વેદના થાય છે.
'ને હું રડી પડું છું.
મગર મારા આંસુ કોઈ જોઈ નથી શકતું.
હાં ! કોઈને પણ મારી વેદના દેખાતી સમજાતી નથી.
પણ મારુ ભીતર આંસુથી ભીંજાય જાય છે.
અરે..જ્યારે તમે સાચા જ છો,
તમારે સાચું જ બોલવું છે,
તો,,,તો.,,તો ,પછી મારી છાતી પર હાથ રાખી
જુઠી કસમ ખાવાની જરૂરજ ક્યાં છે.
હાં.... હાં... હાં....
હું ગીતા છું, કુરાન છું, બાઇબલ છું,
હું એક ગ્રંથ છું.
હું પુસ્તક છું.’
“અનંત” યુગોથી છું.
જ્ઞાન મારી ભીતર છે.
મગર હું જ્ઞાની નથી.!
હું મૌન છું.
હું બોલતો નથી.
અને હું કદિ બોલીશ પણ નહીં..
છતાં સૌ મને વાંચે છે.
વાંચશે,સાંભળે છે, ને સાંભળશે,
અને જ્ઞાની લોકો મારી કથા
મારી ગાથા આખા જગતને સંભળાવશે ...
“અનંત”...... યુગોથી,
"અનંત"..... યુગો સુધી.
હાં..હાં..હાં.. હું “અનંત” છું..!
અનંત યોગોથી છું !
હું ગ્રંથ છું
હું પુસ્તક છું. "
"અનંત"
*બ્લાસ્ટ*
લોકો જ્યારે મને વાંચે છે .
ત્યારે હું પણ લોકોના મન વાંચું છું .
હાં "અનંત" "અજ્ઞાની" લોકોની મૂંગી વેદનાને
હું યુગો યુગોથી વાચા આપું છું ..!
"અજ્ઞાની"
“અનંત”
*બ્લાસ્ટ*
જ્યારે જ્યારે કાગળ અને કલમ વચ્ચે
સંબંધ બંધાય છે.સંભોગ થાય છે.
ત્યારે ત્યારે "અનંત"
એક નવા પુસ્તકનો જન્મ થાય છે.!
"અનંત"



No comments:
Post a Comment