Tuesday, 19 February 2013

"અનંત"ના પ્રેમ પત્રો માંથી......





અનંતએક નિર્દોષ, નિખાલશ, નિર્વિકાર પ્રેમી જીવ હતો. સુંદરતા નો પૂજારી હતો . 

અને એતો જગત આખું સુંદરતાનું જ પૂજારી હોય એમાં કઈ નવાઈ નહીં.

અસુંદર પણ સુંદરતા ઝંખતા હોય છે , તો એ તો સુંદર હતો જ !

રૂપાળા  ભલા  ભોળા માસૂમ  ચહેરાનો એ માલિક હતો. તેથી જ એ મેલો ઘેલો ભર્યો હોય 

છતાં છોકરીઓ એના તરફ આકર્ષાતી હતી. પણ તેમ છતાં પ્રેમમાં તેને હર વખતે,  

નિષ્ફળતા મળી . કેમકે છોકરીઓ ની ઈચ્છા જુદી રહેતી. આ એકને પ્રેમ કરે પેલી 

અનેકને પ્રેમ કરે .. જે વાતની આ ભોળા ને પછીથી ખબર પડે.

તો ભાંગીને ભુક્કો થઈ જાય ... આમ છોકરીઓ આવે ને જાય ... અને પછી....      

એને જ્યારે સાચી પ્રેયસી મળી ત્યારે તે એને સમજી ના શક્યો , અને જ્યારે એ ખરી 

પ્રેયસી કોઈ અન્ય ની થઈ ચૂકી ત્યારે આ ભાઈને જ્ઞાન થયું સાલું બહુ મોટી ભૂલ થઈ 

ગઈ . પણ હવે શું થાય !

એ પછી અનંતે આ પત્ર તેની પ્રેયસીને લખેલો.....  

પ્રિયે ....

આમ તો જોકે હવે ઘણું મોડુ થઈ ગયું .

તેમ છતાં હજુ એટલું મોડુ નથી થયું. 

જ્યારે તું મને પ્રથમ વાર મળી, તું જ હો ..

હાં તું મને પ્રથમ વાર મળી પણ હું તો તને વારંવાર મળતો.....

મારી કલ્પનામાં ....

અને હાં ખોટું બોલવું મને નહીં ફાવે તો સાવ સાચું જ કહી દઉં. કે તું કદાચ મને,  મને 

હો.! હાં મને તું કદાચ પ્રથમ વાર મળી. પણ હું ઘણી બધી છોકરીઓને પહેલા પણ 

મળતો જ, પણ એ છોકરીઓના ઈરાદા જુદા હતા જેને હું પ્રેમ સમજી બેસતો....

બસ એ જ કારણ કે તું જ્યારે મને મળી , હું તને પણ એમાની જ સમજી બેઠો .

અને જ્યારે તે મને જીવન ભર સાથે રહેવાનુ કહ્યું. મે તારી એ વાતની અવગણના કરી. 

તું સાચે જ મને ચાહતી હતી .પણ વારંવાર છેતરાયેલો હું હવે છેતરાવા નહોતો ઇચ્છતો. 

કેમકે ખૂબ તૂટી જવાતું હોય છે , જ્યારે કોઈ પ્રેમના નામે છેતરી જાય છે.   

બસ તેથી જ !તે વારંવાર પૂછ્યું પણ હું મારા આગલા અનુભવને લઈને ડરી ગયેલો.

તેથી જ મે તારી વાત પર વિશ્વાસ ના મૂક્યો.

અને તું ખરેખર કોઈ અન્યની થઈ ગઈ.

અને હું ફરી સાવ એકલો અટુલો રહી ગયો .

પણ આજે મને એમ થાય છે. કે....

મે તારો ભરોશો કર્યો હોત તો....

તું તો મને ચાહતિ જ હતી કદાચ હું પણ તને ચાહતો જ હતો પણ ઊંડે ઊંડે રહેલો ડર 

મને તને ખરા દિલથી ચાહવા નહોતો દેતો.

જો મે એ ડર ના રાખ્યો હોત તો....

આજે હવે મને સતત એમ થાય છે કે જો.....  

એ જૂના અનુભવોને ભૂલી હું તારી ખરી ચાહતને સમજી શક્યો હોત તો ....

આવા તો કઈ કેટલાયે તો આજે મને ડંખ મારે છે.

એ જાણવા છતાં કે હવે એ શક્ય નથી કે તું મારી થઈ શકે. તો પણ મને એમ થાય છે , કે 

હું તને થોડા સવાલ પૂછું, હું જાણું છું કે મારા એ હર એક સવાલના અંતે તો તો ની 

તોતિંગ અને મજબૂત દીવાલ ચણાઈ જવાની છે. 

જેને ના તું ઓળંગી શકશે, ના તોડી શકશે. તો પણ..! આજે જ્યારે તું સામે આવી છે,  તો 

તને એ સવાલ પૂછ્યા વિના હું નહીં રહી શકું. જે મને સતત મનમાં ઊઠે છે.   કારણ કે 

મને આજે મારી ભૂલ સમજાઈ ગઈ છે , કે તને ગુમાવી મે ઘણું ગુમાવ્યું છે. એક તું જ 

હતી જે મને અને મારા વિચારોને ખૂબ સારી રીતે સમજી શકતી હતી. કોણ જાણે કેટલા 

યુગો પછી આપણે મળ્યા હોઈશું ... અને કોણ જાણે હવે ફરી કેટલા યુગો પછી ફરી 

મળીશું.

જોકે અહી મારી દ્રઢતા મને એમ કહે છે . કે બસ હવે એક જ ભવનું છેટું છે.

પણ ત્યાં સુધી મારે તારા વિના જીવવું કેમ... ?

બસ આ પ્રશ્ને જ મને , તને કઈક એવા સવાલ કરવા મજબૂર કર્યો છે.

કે જેના જવાબ જો મારી ઝંખના મુજબ હોય તો આ ભવ તારા એ જવાબને ભીતર 
સાચવી , આવતા ભવ લગી એ ઝંખના લઈ જીવન પસાર થઈ જાય. તો મને અને મારા 

આત્માને આ ભવ પૂરતી શાંતિ થઈ જાય, કે ભલે હું આ ભવમાં તને સમજી ના શક્યો, 

તને પામી ના શક્યો. તેમ છતાં તું મારાથી નારાજ નથી. અને આવતા ભવે, મને 

મળવાની, અને મને પામવાની ઝંખના તને પણ છે જ !  તો.....

મને એમ થાય છે કે.

કેવું સુંદર અને અલૌકિક  જીવન હોત ,  જો તું મને પહેલા મળી હોત તો.....

અગ્નિ સાથે મારે પનારો. મહેનતન મારૂ કામ. પરસેવે લથબથ મારૂ શરીર,

અને પરસેવે નીતરતો ચહેરો જો તું મારી સાથે હોત તો તારી સાડીના પાલવથી મારા 

ચહેરાનો પરસેવો લૂછત કે નૈ.? 

હું કામેથી ખૂબ થાકીને, સીધો ઘરમાં પ્રવેશી પલંગ પર લાંબો થઈ સૂઈ જાઉ.

તો તું મને પ્રેમથી, વઢીને પહેલા હાથ મો ધૂવો પછી પલંગ પર સૂવો. હું હમણાં તમને 

પગ દાબી આપું છું.  જો તું મારી સાથે હોત  તો એમ કહેત કે નૈ ..?

તું જાણે છે કે હું પ્રકૃતિ પ્રેમી .મને પ્રકૃતિ સાથે જીવવું ખૂબ  ગમે.

મને ખુલ્લા આકાશને જોવું ગમે. આકાશે આમ તેમ ઉડતા પંખી, અને મને જોવી ગમે 

આકાશે ઉડતા પંખીની લાંબી કતાર,

સંધ્યા સમયે આકાશના બદલાતા રંગ મને જોવા ગમે, ને મને જોવા ગમે પળ પળ 

બદલાતા વાદળાઓના આકાર...   

હું સવાર સાંજ જ્યારે પણ જાઉં અગાસી પર, જો તું મારી સાથે હોત તો’…

તું પણ તારા સઘળા કામ પડતાં મૂકી અગાસી પર આવત કે નૈ..?

મારી અગાસીની ફરતે રંગ બિરંગી ફૂલ ક્યારા...

મને એ રંગીન ફૂલો પર બેસતા પતંગિયા લાગે પ્યારા...

જો તું મારી સાથે હોત તો તને પણ ફૂલ પતંગિયા સાથે રમવું રહેવું ગમત કે નૈ ?    

તું પણ જાણે છે કે મને કલમ સાથે પ્રીત
 , મારે શબ્દોનો સંગાથ.

શબ્દો જાણે મારા સાવ અંગત સગા , એના વિના હું સાવ અનાથ.

શબ્દો મારી સાથે રમે સંતા કૂકડી ને શબ્દો રમાડે જ્યારે મને પકડ દાવ.

શું તું સાથે હોત તો લપાતા છુપાતા શબ્દોના પકડી ના શકત હાવ ભાવ?

જો તું મારી સાથે હોત તો..

કેટલું પ્રેમાળ અને આનંદ થી ભર્યું ભર્યું અલૌકિક જીવન હોત આપણું .  

અંતે રાત પડે ખૂબ થાકી જ્યારે હું આવું ઘરે. મારે કશું જ તને કહેવું ના પડે.

હું સ્નાન કરી નિકળું અડધો સૂકો અધડો ભીંજાયેલો.

લાવો લૂછી દઉં વાસો તમારો  એમ તું પૂછે કે નૈ ?  

ને પછી વગર કીધે ઘસી ઘસીને મારો વાંસો તું લૂછે કે નૈ ?

ટુવાલના ઘસરકાથી લાલ લાલ થયેલ વાસો જોઈ હસે કે નૈ ?   

હળવે હાથે પછી પ્રેમથી શરમાતી તું પાવડર ઘસે કે નૈ ?

ભીના ભીના વાળ મારા ઘસી ઘસીને કોરા કરે કે નૈ ?

આટલું પ્રેમથી કર્યા પછી, તારો સતત છલકાતો પ્રેમ.  

જો તું મારી સાથે હોય તો  આ રીતે મારા પર ઢોળતો રહે કે નૈ ?   

મારો પ્રિય ખોરાક બસ ખિચડી તું એ પણ જાણે ને ? તેથી જ તો...   

પ્રેમથી ઘૂંટી ઘૂંટી તેલ ખિચડી તું પણ સાથે જમત ને મને પણ જમાડી દેત કે નૈ ?

જમ્યા પછી, ટુવાલ બુવાલ કઈ નહીં તારી સાડીના પાલવથી મારા હાથ મો લૂછી.

પ્રેમથી વાળમાં હાથ પસારી, મને તારા ખોળામાં પોઢાળી દેત કે નૈ ?

ચાદર બાદર કઈ જ નહીં મને તારી કાળી રેશમી જુલ્ફો ઓઢળી દેત કે નૈ ?

ખૂબ થાક છતાં મારે જાગવું હોય વહેલું. મારે જોવું હોય પ્રભાતનું કિરણ પહેલું.

તું જો મારી સાથે હોત તો’… મને તું પ્રેમથી ઢ્ંઢોળી વહેલો જગાડી દેત કે નૈ ?   

અનંતઆ ભવ તરી જવાને મારી પાસે બીજો કોઈજ ઉપાય નથી...

એ સિવાય કે તું મારા સવાલોમાં તારી હાં ભેળવી દે.  ને કહે કે....

હાં..હાં..હાં... આ બધુ જ થાત જો હું તમારી સાથે હોત તો ....’”

બસ એક વાર પ્રેમથી તું મને એમ કહી દે. તો.. આ ભવે તો કદાચ આ તોની તોતિંગ 

મજબૂત દીવાલ , તોડવી કે ઓળંગવી , કદાચશક્ય નથી !

કિન્તુ આવતા ભવે આપણું મિલન એમ થાય , કે પછી આ તોની દીવાલ જ ના ચણાય ....

જો તું મારા આ પ્રેમાળ અને અલૌકિક  વિચાર સાથે સહમત થાય તો ..

હું આવતા ભવ લગી એ શુકુન લઈને પ્રેમથી આ ભવ જીવી શકું .

જો તું બસ એક વાર મને કહીદે પ્રેમથી કે,

 “હાં...હાં...હાં.... હું તમારા પ્રેમાળ વિચાર સાથે સહમત છું...!

 પણ ધ્યાન રહે પ્રેમથીપરાણે નહીં જ નહીં ...!

તું જાણે જ છે ને ?  કે મને પરાણે કશું તસુ ભાર પણ ના ખપે..!

હાં તો વર્ષો પહેલા અનંતેએની પ્રેયસીને પૂછેલા સવાલો આજે હું તને પૂછું છું..!

બોલ તું શું કહે છે ? સહમત છે ???     

હું તને એમ પૂછું છું કે શું તને એમ થાય છે ? કે...... 

આપણે સાથે હોત તો આ ગીત ગાતા હોત..... 



No comments:

Post a Comment