Wednesday, 27 February 2013

અનંત અજ્ઞાની ની અવળી સવળી વાતો.....


અનંત અજ્ઞાની ની અવળી સવળી વાતો.....

કેટલા પાસે ને છતા કેટલા દૂર 
જેટલા દૂર એટલા જ પાસે "
~અજ્ઞાની
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

"હે  ઇશ્વર આતે કેવું . 
કે, તું વિના શર્તે આપે છે.
ને આ માણસ તો જો 
વાતે વાતે શરતો રાખે છે . " 
~અજ્ઞાની અનંત 
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

જીવનમાં સાચવી રાખવા જેવી બે ચીજ 
"અનુભવ અને અનુભુતી "
~અજ્ઞાની અનંત 

>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

"ઈચ્છા જો હોય પ્રબળ તો, ઈચ્છા મુજબ મળે છે. 
બાકી તો સૌને બસ સૌના ગજા મુજબ મળે છે.
સારુ કે ખરાબ જે કઈ મળે છે જીવનમાં "અનંત"
યાદ રાખજો એ બધુ આપણને દીધા મુજબ મળે છે
~અજ્ઞાની

>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

*શીખવા ચાહો તો *

જ્યાં સુધી શીખવા ચાહશો તે એકધારું શીખવશે . 
સારુ શું, ખરાબ શું જીવન તમને તમારુ શીખવશે .
જીવનના સૌથી ખરાબ અનુભવ જ "અનંત"
તમને જીવનમાં સૌથી વધુ સારામાં સારું શીખવશે ~અજ્ઞાની 

>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>


ત્રણ વસ્તુથી દૂર રહો 
ખોટો ભય ,અસંતોષ ,અને લાલચ
~અજ્ઞાની અનંત 

No comments:

Post a Comment