Wednesday, 27 February 2013

ચહેરાની ચોપડી,,,,


"
ફેસ બુક યાને "ચહેરાની ચોપડી "



અહી બધાએ પોતાના ચહેરા ચીપકાવેલ છે. 
કોઈએ અસલ તો કોઈએ ઉછીના યાને અન્યના. 
ચહેરા પોતાના હોય કે અન્યના 
ભીતરની  લાગણી ; ભીતરની ઝંખના પોતીકી જ છે. 
અને એ લાગણી.... એ ઝંખના લગભગ બધાની એક જેવીજ છે. 
અને એ એજ કે, 
નવા નવા મિત્રો બનાવવા... 
તેમની સાથે પોતાની લાગણી 
પોતાના સારા સારા વિચારોની આપલે કરવી . 
અહી ચીપકાવેલ ચહેરા મૌન છે . 
કિન્તુ બધાની આંખો બોલકી છે .
આમતો આ જગ્યાને મોકળું મેદાન પણ કહી સકાય. 
કેમકે અહી ખરેખર મન મોકળું કરી શકાય છે . 
અહી વિચારો ને તરતા મૂકીએ ત્યારે 
એક અલૌકીક આનંદ થાય છે . 
મારા પ્યારા મિત્રો,
આપ તો ઘણા સમયથી આ મેદાનમાં હશો 
પણ " હું આઠ ચોપડી પરાણે પાસ" 
અહી સાવ નવો નિશાળિયો છું 
હજુ મને આ ચહેરાની ચોપડી બરાબર ખોલતા પણ નથી આવડતી. 
માટે ભૂલથી મારાથી કઈ ગલત થઈ જાય એટલેકે 
અજાણતા કોઇના બ્લોગ પર 
મારાથી કઈ આવી જાય તો માઠું ના લગાડશો પ્લીઝ."

No comments:

Post a Comment