Wednesday, 27 February 2013

અનંતની કલ્પના ...



તુ જ હતી...

આમ તો સાવ મારા ઘર સામે તુ હતી.
બીજુ કોઈ જ નહી, આખર સામે તુ જ હતી. 

આંખ ખુલી 'ને, મન ભટકી ગયું. નહીં તો, 
બંધ આંખે મારી નજર સામે તું જ હતી.

દ્વાર ખુલ્યા ને દર્શને ગોપીઓ આવી ચડી.
નહી તો ખરી ભક્ત, રાધાનામે તુ જ હતી.

ગાયોની વચ્ચે, વાંસળી વગાડતો હતો હું.
પનિહારીઓ વચ્ચે, ગોકુળ ગામે તુ જ હતી.

“અનંત” વાત વિશ્વાસની નહી શ્રધ્ધાની છે.
 સાચ્ચે બંધ આંખે નજર સામે તુ જ હતી. 

"અનંત"
 





2 comments:

  1. ખૂબ સુંદર સજાવટ કરી છે તે યાર....

    ReplyDelete