Thursday, 28 February 2013

***ભ્રમ***



***ભ્રમ*** 

*********************************

ઓહો દીનુ તુ !અરે વીજુ તુ !

ઘણા વર્ષો પછી હુ અને દીનુ એક ટ્રેનમા, 

સફર દરમ્યાન ભેગા થઈ ગયા ,

શું ચાલે છે વીજુ ?એણે મને પુછ્યુ,

બસ વહી રફતાર જ્યાં હતો ત્યાજ છુ,

નામા લખુ છુ ને જલસા કરુ છુ,પણ !

પણ! પણ શુ ? દીનુએ પુછ્યુ,

મે સાંભળ્યુ છે! તુ હવે બહુ મોટો માણસ થઈ ગયો છે?

અને એ નિસાસો નાખતા બોલ્યો,.. મોટો માણસ !!!

હા, હુ મોટો માણસ થઈ ગયો છુ !અને 

હવે એ આખુ,ગામ જાણે છે,પણ ! 

એના અવાજમા વ્યથા જણાતી હતી ,

પણ !શું દીનુ ?મારા પશ્નનો ઉત્તર આપવાને બદલે,

તેણે વાત બદલવાની કોશિષ કરતો હોય એમ,જવાદે યાર ,

એ બધી વાતો’ એ કહે તારા બૈરી છોકરા કેમ છે ?

અરે!મંગલ મંગલ તો ‘કે’ મે હરખાઈને ઉતર આપ્યો, 

ટ્રેન ઝડપથી આગળ વધી રહી હતી,

તારે કેમ છે? મે પણ પુછ્યુ, 

એના ચહેરા પર ફરી વ્યથા દેખાઈ આવી ,નિસાસા સાથે ,

બસ ચાલે છે ,જિંદગી , 

કેમ એમ બોલે છે ?મે પ્રશ્ન કર્યો, 

કઈ નહીં જવાદે બસ ચાલે છે,

મારાથી રહેવાયું નહીં, મે કહ્યુ, દીનુ મારા સાંભળવા મુજબ જો,

હોય તો હવે તારે કશું દુઃખ હોય એ માનવામા નથી આવતુ,

દીનુ કહે,' તને જ નહી વીજુ !કોઈને પણ માનવમા ના આવે કે !

એક ધનાઢ્ય માણસને પણ કઈક ખુટી શકે છે જીવનમા, 

એનો અવાજ ભારે ભારે થઈ ગયો ,

"હુ મનોમન વિચાર તો હતો કે,

પૈસાદાર એટલે સૌથી સુખી પણ મારો, 

આ ભ્રમ જાણે ભાંગી ગયો દિનુની સ્થિતિ જોઈને" 

શું ખુટે છે દીનુ હવે?,બંગલો,ગાડી, નોકર,ચાકર,

બધુ બધુ ને બધુ જ છે હવે તો તારી પાસે ,

અને હવે તો તુ સુતો પણ મખમલી બિસ્તર પર હોઈશ...ને?

મે 
પુછી પણ લીધુ ને કહી પણ નાખ્યુ, 

આ બધુ જ તો છે તારી પાસે! છે ને ?

હા ! વીજુ હા ! એ બધુજ છે મારી પાસે પણ !!

એનો અવાજ ,તરડાઇ ગયો જાણે ગાળામા ડૂમો બાજી ગયો, 

આંખો લાલ થઈ ગઈ, પણ !પણ શું દીનુ ?મે 
પુછ્યુ

પણ રોજ રાત્રે !!! મારી આંખો !!!!!!
! ! ! ! ! ! !
! ! ! ! ! !
! ! ! ! !
! ! !
! !
!
મારી આંખો મને કણા જેવો,

ખટકતો સવાલ કરે છે ! આ !!

અમારી નીંદર ક્યાં ????????

@@@@@@@@@@
"અનંત"
"

No comments:

Post a Comment