Sunday, 10 February 2013

સુખનો સરળ રસ્તો.....


છી..સ.. છી....સ છીસ... ઉઠ અલ્યા ઉઠ..!
કોણ..કોણ. ક્કોન છે... ?
હું..છું...!  ઉઠ ચાલ આપણાં મહોલ્લામાં ....
મહોલ્લામાં ....!
હાં .! એ જ મહોલ્લામાં જ્યાં આપણે ત્રણેય રોજ રાત્રે બેઠક જમાવતા યાદ છે ... ?
ફરી એજ ઘટના.  મધરાત છે.  મહોલ્લો સુમસાન છે...
અનંત દુખી છે ...
જ્યારે દુખી થાય અજ્ઞાનીને મળે મધરાતે ….
મધરાતે હું સાભળું, ને એ બન્ને વળગે વાતે ...
આ રહી  એમણે કરેલી વાતો ...
અનંત:- હું ખૂબ દુખી છું . મને સુખી થવું છે . કોઈ રસ્તો બતાવ અજ્ઞાની...     
અજ્ઞાની:- ધીમા છતાં ભારે અવાજે ..અચ્છા તો તને સુખી થવું છે ?
અનંત:- હાં .! હાં અત્યારે ને અત્યારે હું સુખી થઈ જાઉં એવો રસ્તો બતાવો મને ...!
અજ્ઞાની :- અત્યારે ને અત્યારે .!! ? હું તો તને લાંબા ગાળાના સુખની વાત કરતો હતો .
અનંત:- પણ .! મારે તો અત્યારે જ અબી હાલ સુખી થવું છે .!
અજ્ઞાની:- ઓહ..! એ તો સાવ કરતાં સાવ સરળ રસ્તે મળી જાય એમ છે ...!
અનંત:- તો પછી એ રસ્તો જ બતાવો ને..! જો થોડું ચાલવાથી જ સુખ પ્રાપ્ત થઈ શકતું હોય, 
તો  શાને લાંબા લાંબા રસ્તાની ચાલવું ...!
અજ્ઞાની :- હાં પણ રસ્તો જેટલો ટૂંકો સુખ એટલુ જ ઓછું અને ક્ષણિક હોય છે , પ્રથમ એ સમજી લેજે .!  
અનંત:- હાં યાર હવે લાંબુ ના ખેંચ મને જલ્દી બતાવ , સુખનો રસ્તો હું ખૂબ દૂ:ખી છું ..!
અજ્ઞાની :- તો એ રસ્તે સુખ મેળવવાની થોડી શરત છે,  બોલ માનીશ ?
અનંત:- શરત ? હાં ..હા માનીશ , જે પણ શરત હોય , બસ સુખ મળવું જોઈ .. 
અજ્ઞાની:- અચ્છા...  તો તારે ખોટું બોલવું પડશે ..! બોલ બોલી શકીશ ખોટું .?
અનંત :- અરે યાર એતો હું આમેય બોલું જ છું ...! બોલતા હોય એમાં બોલવાનું શું ..!
અજ્ઞાની :- અચ્છા ... પછી ખરબ થવું પડશે .! બોલ થઈ શકશે ... ?
અનંત:- અરે યાર એ તો હું પહેલે થી જ છું..! હોય જ એમાં થવાનું શું.. !
અજ્ઞાની :- તારા વિચારો પણ સાવ નીચલી કક્ષાના  હોવા જરૂરી છે .. શું એ પણ છે ...???
અનંત:- હાં .. હાં..હાં.... યાર કેમ નહીં નવરા બેઠા સારા વિચાર આવે જ ક્યાં છે .!
સતત ખરાબ જ વિચારતા જ હોય એમાં વળી વિચારવાનું શું..!
અરે અજ્ઞાની તું  જે જે કહે છે,  એ બધુ તો હું પહેલેથી કરું છું . તો પછી હું સુખી કેમ નથી ...?
અજ્ઞાની :- અચ્છા .. તો તું ક્યારેય સુખી નહીં થઈ શકે ... ?
અનંત :- કેમ ?
અજ્ઞાની:- કેમકે તું બિલકુલ ખોટું નહીં બોલી શકે ..!
તારામાં ખરાબ થવાની કે ખરાબ વિચારવાની ક્ષમતા  બિલકુલ  નથી..!
અનંત:- યાર શું વાત કરો છો..!? એવું તમે કઈ રીતે કહી શકો .. ?
અજ્ઞાની :- એવું મે નથી કહ્યું. ..! હું કશું જ કહેતો નથી..
અનંત:- તો...?
અજ્ઞાની :- તે જ કહ્યું , તું જ બોલે છે . તુજ બોલ્યો છે.
મે જે કઈ કહ્યું તારી વાતના આધારે જ કહ્યું .!
અનંત:- પણ મે તો તમે સુખ મેળવવા જે જે જરૂરી છે , તે બધુ જ મારામાં છે એવું કહ્યું છે.
જેમ કે હું ખોટું બોલી શકું છું, હું ખરાબ છું, ને હું ખરાબ વિચારું છું ...!
અજ્ઞાની  :- બસ, એટલે જ ..! મે કહ્યું .. સમજ્યો ..?
અનંત:- ના હું કશું જ નથી સમજી શકતો , મેતો  જે હતું તે સત્ય જ કહ્યું છે .. તો ..પણ.. તમે....?
અજ્ઞાની :- યાદ કર મે પહેલા જ કહ્યું હતું તારે ખોટું બોલવું પડશે .. કહ્યું હતું ને...?
અનંત:- હાં..  હાં...હા... પણ ...અનંત જરા ચિડાઇ ગયો ..
અજ્ઞાની:- પણ..!  તે શરૂવાત જ સત્ય થી કરી ,  તું જ હમણાં બોલ્યો ને કે તે જે સત્ય હતું તે જ કહ્યું...! 
હા અનંત તે શરૂવાત જ સત્ય થી કરી ..! તું જરીકેય ખોટું  ના બોલી શક્યો... !
અનંત:- ઓહ.. મારી ભૂલ થઈ ગઈ તો શું  હું ક્યારેય સુખી નહીં થઈ શકું...?
અજ્ઞાની :- ના.. તું ક્યારેય સુખી નહીં થઈ શકે ....!
અનંત:- કેમ એવું.... ?
અજ્ઞાની:- કેમકે તું દૂ:ખી છે જ નહીં ... !
અનંત:- ના ..ના.. ના.. એવું નથી એ તારો ભ્રમ છે , કે હું દુખી નથી ..!
અજ્ઞાની :- ના અનંત ના એ તારો ભ્રમ છે , કે તું દુખી છે . કેમકે તે પહેલેથી જ લાંબા સમયના સુખનો મારગ અપનાવી લીધો છે, તું જે દુખ વેઠીને ચાલી રહ્યો છે , તેજ આખરે સુખના રસ્તે જાય છે .. તે જ સાચો રસ્તો છે ... ક્લાયણ ભવ….
હરામ બરાબર જો મને એ બન્નેની વાતમાં કઈ સમજાયું હોય તો....  
     

   

No comments:

Post a Comment