Sunday, 10 February 2013

ક્ષિતિજ ને પેલે પાર.....











વર્ષો પહેલાં... 
ભાઈબંધ અનંતે લખેલી રચના...
"શોધ" 
શોધે છે  તેને અચૂક રસ્તા હજાર મળે છે. 
હર એક દિશા માંથી નવા વિચાર મળે છે. 

મારો હર એક પ્રયાસ તને સફળતા તરફ લઈ જશે. 
તારો હર એક પ્રયાસ મને સફળતા તરફ લઈ જશે.

અગર તું એક ક્ષણ પણ જો પ્રયાસ કરવાનું છોડશે.
તો તારી નિષ્ક્રિયતા તને નિષ્ફળતા તરફ લઈ જશે. 

એક વધુ અનુભવ મળે છે..! 
જ્યારે તું નાપાસ થાય છે.

નાપાસ થયે કશુ ગુમાવવાનું નથી હોતુ.
નાસીપાસ જે થાય તેને કેવળ હાર મળે છે. 

શોધે છે  તેને અચૂક રસ્તા હજાર મળે છે. 
હર એક દિશા માંથી નવા વિચાર મળે છે. 

વારંવાર નાપાસ થયા પછી પણ 
જે હાર નથી માનતા. 

જગ્યા એની આજગતમાં ખાસ થાય છે. 

શોધાઈ ગયું હોય, એમાં શોધવાનું શું.? 
લખાઈ ગયું હોય, એવુ લખવાનું શું. 
બોલાઈ ગયું હોય, એવુ બોલવાનું શું. 
જે ખુલ્લુ હોય, એમાં ખોલવાનું શું.? 
 
ખોલવાનું ઘણું બાકી છે હજુ. 
શોધવાનું ઘણું બાકી છે હજુ.
લખવાનું ઘણુ બાકી છે હજુ. 
બોલવાનું ઘણુ બાકી છે હજુ. 

જે ખોલી શકે છે એને જ બંધ દ્વાર મળે છે .  
તું બોલ "અનંત" તને સાંભળવા કૈક કાન તરસે છે. 
તું લખ "અનંત" તને વાંચવા કૈંક આંખ તરસે છે. 

ઘણા કાર્યો એવા જે થઈ ના શકે એકલે હાથે. 
"અનંત" તું જોડાઈ જજે એની સાથે. 
આ જીવનની "અનંત" સફરમાં 
 તારા વીચાર સાથે જેના વિચાર મળે છે.  

ભીતર જો ઉતરતા આવડે તને. 
મનની આંખે જો નીરખતા આવડે તને. 

તો આ દુનિયાથી સાવ અલગ જ.! "અનંત"  
અલૌકિક દુનિયા, ક્ષીતીજની પેલે પાર મળે છે. 

શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે. 
હર એક દિશા માંથી નવા વિચાર મળે છે. 

"અનંત"

.   .   


.  


No comments:

Post a Comment