Wednesday, 27 February 2013

વિચાર વિહાર.........


વિચાર વિહાર.........
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


વિચાર અને કલ્પનામાં અદભૂત અને અલૌકિક શક્તિ હોય છે.
જાણી શક્યા જે આ શક્તિને એ જગતની મહાન હસ્તી હોય છે.

લઘુતા ગ્રંથી વિકાસની આડે આવતી સૌથી મોટી બાધા હોય છે.   
ભીતર ઉતરી જો.! વિકસવાની બધામાં પૂરે પૂરી શક્યતા હોય છે.

સારું કે ખરાબ જે જે  સામે આવે છે, એ પોતાના જ ઊંડા વિચારોનું,
પરિણામ. ને પોતાની જ ભીતર છુપાયેલી સુષુપ્ત ઝંખના હોય છે.

એવા લોકો જીવનમાં સફળ થાય છે. ધારી સફળતા મેળવી શકે છે.
જેની કલ્પના મજબૂત ને, જેના વિચારોમાં ભારો ભાર દ્રઢતા હોય છે.     

આશ્ચર્ય ઉપજાવતી ઘટના પણ બને છે અચાનક જ એ સાવ સામે,
આવે છે. વિચાર જેના સતત,મનમાં સતત જેની  કલ્પના હોય છે.                 

યુગોથી બન્યા કરે છે મળીને છૂટા પડવું ' ને છૂટા પડીને ફરી મળવું.  
અલૌકિક લાગે. પણ આમ તો આ નિશ્ચિત સમયે ઘટતી ઘટના હોય છે.      

“કિન્તુ.! એ વધુ ઝડપથી ઇચ્છિત વ્યક્તિને મળી શકે છે,”અજ્ઞાની” જેનામાં
અરસ પરસ મળવાની ભરપૂર ઈચ્છા અને બન્ને તરફ તીવ્ર ઝંખના હોય છે. 
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~    
“અજ્ઞાની”


No comments:

Post a Comment