Wednesday, 27 February 2013

ચશ્મા...


ચશ્મા...
~~~~~


મને બિલકુલ નથી આવ્યા .
આ ચશ્માને આવ્યા છે નંબર...

એક વાર સાવ અમસ્તો જ ગયો તો’, 
હું ચશ્માની દુકાનની  અંદર .....

મને બિલકુલ નથી આવ્યા .
આ ચશ્માને આવ્યા છે નંબર...

દુકાનમા ગોઠવેલ અનેક ચશ્મા. 
એનકમાંથી એક ચશ્મા મારા તરફ આકર્ષાયા...

હસીને મને કહે મને,
તારી આંખો ખૂબ સુંદર ....

મને બિલકુલ નથી આવ્યા .
આ ચશ્માને આવ્યા છે નંબર...

ચશ્મા બોલ્યા .....

મને તારી આંખો ગમી ને તારા નાકનો લાગ્યો મોહ.
મને ટેકવ તારા મસ્ત બન્ને કાન પર......

મને બિલકુલ નથી આવ્યા .
આ ચશ્માને આવ્યા છે નંબર...

ને ઉત્સાહમાં આવી બોલ્યા ચશ્મા... 

મને જોરદાર મન થાય છે... કે, તારી બન્ને આંખોને.....
એક સામટી છુપાવી દઉં હું મારી ભીતર .....  

મને બિલકુલ નથી આવ્યા .
આ ચશ્માને આવ્યા છે નંબર...

હું તો થઈ ગયો ખૂબ રાજી અંદર અંદર.... 

કે મને બિલકુલ નથી આવ્યા .
આ ચશ્માને આવ્યા છે નંબર...

પણ છેલ્લે છેલ્લે ચશ્મા જે બોલ્યા...
એ એવું જોરદાર બોલ્યા કે બોલ્યા.  

એ સાંભળી મને આવી ગયા ચક્કર....

મને બિલકુલ નથી આવ્યા .
આ ચશ્માને આવ્યા છે નંબર...

છેલ્લે એને કહ્યું કે...

તારી ભીતર મને દેખાય સઘળું ધૂંધળું ધૂંધળું. 
લે તું પહેરી મને બહાર જો .....

તને દેખાશે બધુ સાફ સાફ દેખાશે બધુ. 
ને હું તારી ભીતર જોઉ કેટલું સાફ સૂથરું.....

કે આ ચશ્માએ મને ભીતર ઢંઢોળ્યો ...
હવે મને એમ બોલતા લાગે ડર...

"અનંત" કે........  

મને બિલકુલ નથી આવ્યા .
આ ચશ્માને આવ્યા છે નંબર...
~~~~~~~~~~~~~~~~~~~
"અનંત" 

No comments:

Post a Comment