Tuesday, 26 March 2013

જેને જેમાં આનંદ આવે , એ કરે...


એક દિવસ મે અજ્ઞાની ને પૂછ્યું અલ્યા તું ક્યારેય મંદિરે જાય છે કે નહીં ?

તેણે સ્પષ્ટ કહી દીધું ના...!
અને પછી એણે જરા થંભીને કહ્યું .... 
હું જાઉં કે ના જાઉં એ મારી અંગત ઈચ્છાની વાત છે.
કેમકે હું જાણું છું . કે ત્યાં જવા કે ના જવાથી મને કશો જ ફર્ક નથી પડતો ....
કિન્તુ અગર કોઈને ફર્ક પડતો હોય,
અગર કોઈને એમ લાગતું હોય કે મંદિરે જવાથી એમને કઈક ફર્ક પડે  છે.

તો...
હું એમને ના રોકું . 
અને હુ શા માટે રોકું ?

આખરે માનવ માત્ર સુખ શાંતિ શોધે છે.
ચાહે કોઈ પણ રીતે, કે કોઈ પણ રસ્તે એ સુખ શોધે ,
તો એ એમનો અબાધિત અધિકાર છે .શરત માત્ર  એટલી જ કે...  
કોઇને દૂ:ખ દઈને સુખ ના લેવું ..!

અને પછી એણે આ રચનામાં પોતાના વિચારો વર્ણવેલા ....  
ના...! હું મંદિરે નથી જતો ....! 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
કોઈ મને એ તો કહો જરા ! કે મંદિરે ના જતાં હોય તેથી કેટલા દૂ:ખી થાય છે.?
અને એ પણ કહો ભલા કે જે મંદિરે જતાં હોય છેએમાના કેટલા સુખી થાય છે?

હાં ! અગર જો કોઈને દંભ કે દેખાડા જ કરવા હોયતો વાત જ નોખી છે. 
બાકી તો શ્રધ્ધા જો હોય ઈશ્વરમાં. તો..!  ઈશ્વર તો ઘરમાંયે મળી જાય છે. 

તો એ ઈશ્વર સુધી પહોંચી ગયા સમજો , આટલું અગર જો સમજાય જાય તો ...
બીજે કશે. જવાની જરૂર જ નથી એને ,માણસ જે માણસના અંતર સુધી જાય છે.  

 ઘણાની આ સ્થિતી પણ મે જોઈ છે, કે કોઈ સૂતા સૂતા પણ સુખ મેળવે સઘળું.
અને કોઈ કરે છે. દિવસ રાત મહેનત સખત તેમ છતાં પણ એ દૂ:ખી થાય છે. 

અરે ભઇલા હું શું કહું તને ? કે આ સુખ કે દૂ:ખ આમ તો કર્મને આધીન જ હોય છે.   
દીધું લીધું જેણે જેણે જે જે. તે તે. મળે હિસાબથી ,અંતે બધાની રોજનીશી લખાય છે. 

કહો તો ખરા જરા આ જગમાં ભલા અમર કોણ રહ્યું છે ? હવે કોઈ નહીં બોલે....!
સત્ય બસ આટલું જ છે અંતે, કોઈ દફન થાય ધરામાં, તો કોઈ અગ્નિમાં બળી જાય છે.  

બીજું તો શું કહું હું, શ્રધ્ધા નો વિષય છે .જેને જેમાં આનંદ આવે એ પ્રમાણે વર્તે એ તો,  
એમાં તારે કે મારે શું ? હું તો બસ જોયા કરું, તું પણ જો ! શાણો શાનમાં સમજી જાય છે.

મંદિરે જે, તે, જતાં હોય નિસદિન સાંજ સવાર, અંતે તો એ બધા પણ ઉકલી જાય છે.
અને હાં અજ્ઞાની ના જતાં હોય જે જે મંદિરે, એ બધા પણ અંતે તો ગુજરી જાય છે.

"અજ્ઞાની"

Tuesday, 19 March 2013

"અનંત"નું સપનું .....





હજુ તો આંખ મીંચણી ત્યાં.... 

એ મારી ઝંખના મુજબ સજી ધજીને મારી સામે આવી . 

સુંદર સાડીમાં સજ્જ ... 

કપાળે લાલ ચટક ચાંદલો . 

પગમાં ઝાંઝરી આંખો માંજરી.... 

ગોરું કાંડું કાચની રંગબી રંગી ચૂડીથી ભરચક ભરચક. 

‘એ અસસ્લ મારી ઝંખના મુજબ આવી મારી સામે થઈ સજ્જ  


નમણી નમણી મસ્ત રમણી આંખમાં કાજલ  હોઠ ગુલાબી. . 

એ અદ્દલ મારી ઝંખના. 

શરમાતી લજવાતી આવી એ માથે પાલવ ઓઢી. 

"અનંત” એક કવિતા મારી સાથે. કોરા કાગળની પથારીમાં પોઢી.

ને હું સફાળો જાગી ગયો .... 
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"અનંત"ના સાહિત્યમાથી....


આજે બન્ને દોસ્તોની એક જ રચના .....


સાહસથી ડરી જવું છટકી જવું . 


મંજીલ એટલે કે અટકી જવું..... !

********************************* 

મે તો પહેલાજ કહ્યું હતું ને...? તું ના જેલ મને. 

એવું પણ કહ્યું તું દૂ:ખી થશે..!પડતો મેલ મને. 



હું ‘અનંત’કાળથી ભટકતો‘અજ્ઞાની’છું.’ને મને 

ભટક્વા દે...! એવું પણ મે એક ‘દી કહેલ તને. 


સતત ભટકવું છે.અટકવું નથી તેથી જ કહું છું.

તું ભટકવા દે બસ. મંજીલ તરફ ના ધકેલ મને. 


મંજીલ હાથ વેંતમાં છે. પણ મારે જોઈતી નથી. 

ચડાવ ઉતાર ગમે છે. ના ગમે રસ્તો સહેલ મને. 


મારી આ દશા જોઈ કોઈ પાગલ કોઈ ઘેલો કહે. 

છોને કહે.કોઈ મુફલિશ કે પછી માથા ફરેલ મને. 


“અનંત” વણ ઉકેલ્યો કોઈડો છું. હું મને જ ક્યાં, 

ઉકેલી શક્યો છું. તું જો ઉકેલી શકે તો ઉકેલ મને. 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

"અજ્ઞાની " "અનંત"




આ તો ભાઈ "અજ્ઞાની" છે. તને જો ફર્ક કશો ના પડે......


તને જો ફર્ક કશો ના પડે...... 
~~~~~~~~~~~~~~~~~~~~ 
ભૂખ્યાએ અન્નપાન કીધું તોય શું ના કીધું તોય શું. 
આવું બ્રહ્મ જ્ઞાન તે લીધું તોય શું ના લીધું તોય શું. 

તે જે જે દાન દીધું તે તો તે કહી દીધું. ચોરે ચૌટે. 
હવે દાન એવું તે દીધું તોય શું. ના દીધું તોય શું. 


મન સતત બકબક કર્યા કરે છે તારું તો. મૌન વ્રત,
એવું ઓ મૂરખ તે લીધું તોય શું. ના લીધું તોય શું. 

અને પછી બમણા રડાવ્યા ગરીબોને ‘ને લોહી પીધું. 
એક આંસુ ગરીબનું પીધું તોય શું. ના પીધું તોય શું. 

હવે ફરી પાછું મળવાનું નથી તો આવજો જતાં જતાં. 
એમ તે આમ પ્રજાને કીધું તોય શું ના કીધું તોય શું.

“અજ્ઞાની” શું ફરક પડશે હવે ?તારા જુઠાડા વચનથી. 
વચન કોઈ પણ તે દીધું તોય શું .ના દીધું તોય શું.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"અજ્ઞાની"
 

"અનંત" સાગર .... નહીં...... ઝરણું.......


જ્યાં સુધી મને ઓળખી ના લ્યો..... 
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
સાગર નથી હુયે માંગતો ઝરણું જો આપો તોય ચાલશે. 
ડૂબી રહ્યો છું હું હવે છેક. તરણું જો આપો તોય ચાલશે. 

તમન્ના તો છે બિછાવી દઉં આ હ્રદય હું આપના ચરણે. 
હાં પાથરી આ દીલને પાથરણું જો આપો તોય ચાલશે. 

તેજ ગતિથી ધડકી રહ્યું છે હ્રદય મારૂ, મૂકી જો હાથ. 
આ સ્પંદનોને આંબવાને હરણું જો આપો તોય ચાલશે. 

પ્રેમ"અનંત"છે.મારા પ્રેમની શુધ્ધતા માપવા ના આવશો. 
વેદનાઓ ગાળવાને ફકત ગરણું જો આપો તોય ચાલશે. 
~~~~~~~~~~~~~~~~~~~~~~~



સાગર નહીં ઝરણું તો આપો. 
ડૂબી રહ્યો છું છેક તરણું તો આપો. 

"અનંત"મારા પ્રેમની શુધ્ધતા માપવા , 
ના આવશો વેદનાઓ ગાળવા ગરણું તો આપો.   
"અનંત"
 


જ્યાં સુધી મને ઓળખી ના લ્યો..... ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ સાગર નથી હુયે માંગતો ઝરણું જો આપો તોય ચાલશે. ડૂબી રહ્યો છું હું હવે છેક. તરણું જો આપો તોય ચાલશે. તમન્ના તો છે બિછાવી દઉં આ હ્રદય હું આપના ચરણે. હાં પાથરી આ દીલને પાથરણું જો આપો તોય ચાલશે. તેજ ગતિથી ધડકી રહ્યું છે હ્રદય મારૂ, મૂકી જો હાથ. આ સ્પંદનોને આંબવાને હરણું જો આપો તોય ચાલશે. પ્રેમ"અનંત"છે.મારા પ્રેમની શુધ્ધતા માપવા ના આવશો. વેદનાઓ ગાળવાને ફકત ગરણું જો આપો તોય ચાલશે. સાગર નહીં ઝરણું તો આપો. ડૂબી રહ્યો છું છેક તરણું તો આપો. મારા પ્રેમની શુધ્ધતા માપવા ના આવશો. “અનંત” વેદનાઓ ગાળવા ગરણું તો આપો. "અનંત"

"અનંત" ની બસ એજ જૂની રચના......



*ખૂલાસો* 
****************************
અંદરથી જુદો,સાવ જુદો જ બહારથી લાગુ . 
સારો કે ખરાબ સૌને સૌના વિચારથી લાગુ 

અલગ અલગ છો' ને.! સૌ વિચારે મારા વિષે 
પણ બુરો ઈર્ષાથી.'ને ભલો હું પ્યારથી લાગુ . 

મારા કહેવાનો ગૂઢાર્થ જો સમજો "અર્જુનો" 
તો બની શકે.! હું પણ આપને સારથી લાગુ . 

સૌની ઈચ્છા મુજબ ક્યારેક હું ના પણ વર્તી 
શકું, બની શકે! ત્યારે હું આપને સ્વાર્થી લાગુ . 

મને કબુલ મંજુર છે.અભિપ્રાય આપ સૌના 
"અનંત"કોને ખબર કોને કેવો ક્યારથી લાગુ.
*******************************
"અનંત"






"અનંત" ના પ્રેમ પત્રો માંથી....


ભીનો ભીનો કાગળ ......
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
જુદા પડતી વેળાએ..!


હાં ! જુદા પડતી વેળાએ ...

મને હાથો હાથ જે તું આપી ગઈ... 

એ કાગળ આમ તો સાવ કોરો જ હતો. 

પણ એમ સાવ કોરોય ન હતો. 

કેમકે.... 

જ્યારે તે કાગળ મારા હાથમાં મૂક્યો.... 

ત્યારે એક અજીબસી ભીનાસ મને મહેસુસ થયેલી. 

અને તારા ગયા પછી....!

જ્યારે મે તારો એ અંતિમ કાગળ ખોલ્યો. 

મારી અખોમાં ઝાકળ બાજી ગઈ. 

તારો આપેલો એ અંતિમ કાગળ આમતો સાવ કોરો જ હતો. 

પણ હું બધુ જ સમજી ગયો. 

હવે મને સમજાયું કે તે જ્યારે મારા હાથમાં,

અંતિમ કાગળ મૂક્યો ત્યારે મને ભીનાશ .... 

શાને મહેસુસ થઈ..... 

કેમકે તારો એ કોરો કાગળ .... 

“અનત”

તારા આંસુઓથી ભીંજાયેલો હતો....!
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
-!!!!!-
--!!--
--!--