Friday, 1 March 2013

બસ જરાક જ !!!!!!!???


      બસ જરાક જ  !!!


સતત પ્રયાસ કરુ છુ .મને ક્યાં હજુ મારી જ સમજાઈ છે જિંદગી.
ક્યાંક તો હશે જ એ છુપાયેલી !બંધ આંખે જે દેખાય છે જિંદગી.

ઘણું મેળવી લીધુ તેમ છતા જરાકમાં જ અટવાઈ છે જિંદગી.

અઘરી છે ઘણી ભઇ...! એમ ક્યાં આસાનીથી સમજાય છે જિંદગી!


ના સમજાય તો પૂછો એમને ! આ 'જરાક જ' એમને શું ખૂટે છે ?
એજ સાચુ  કહેશે આ જરાક વગર કેટલી ગૂંગળાય છે જિંદગી.

જરાક ગમે ત્યા બંધાઈ જતા ને જરાકના ગમતા થતા છૂટાછેડા
જરાક અમથી સમજના અભાવે કેટ કેટલી નંદવાઈ છે જિંદગી. 


જરાકમા બંધાય નેજરાકમા જ છૂટે બસ જરાક અમથુ જો ખૂટે! 

જો આ 'જરાક' અમથી વાત જો હોય તો શા માટે? ઘુટાઈ છે જિંદગી. 

જરાક વધુ કે ઓછું પડે કડવું,ખારું,તીખું કે પછી સાવ મોળુ ફક્ક. 

ને પછી બે- ચાર વાસણના ઉછાળ સાથે ઉછળી જાઈ છે  જિંદગી. 


ને ઊકલી જાય માણસ આખો જરાક જો થાય ચૂપ હ્રદય ધક ધક. 

આ જરાકમાં અમથી પીડા થકી મોતમાં ક્યારેક પલટાઈ છે જિંદગી. 


જરાક જો જરાક્જ હોય તો શાને પીડા એની હોય આટલી ઝાઝી?

આ નજર પણ જરાક્જ મળે છે ને?પછી.. કેટલી રિબાય છે જિંદગી. 


અને તોયે હજુ આપણે કહીયે 'જરાક'! કેવું કહેવાય નૈ!!! કેજરાકમાં’;
વિનાશ કે વિકાસ પણ થાય ને! જરાક માં જ તો સર્જાઈ છે જિંદગી. 


કારણ સાવ જ નાનુ હતુ !બસજરાકતો ઝગડો કા? મોટો થયો?

પૂછે શું થયું?બસ જરાક મજાક કરી ! ને! એમાં જ અથડાઇ બે જિંદગી. 

આવે અગર આંચકો શું કહેશો બસ જરાક ધરતી હલી તી એમ ...?
યાદ કરો !જરાક અમથા એ આંચકમાં કેટલી હણાઈ છે જિંદગી. 


જરાક’!! નાનું, થોડું,કે પછી અણું અનંત એમાજ સમાયું છે ઘણું,
ભીતર જઈ જેણે જેણે વિચાર્યું એને જ ખરી સમજાઈ છે જિંદગી. 


કાં 'જરાક' ને પકડી લ્યો કાં 'જરાક'ને છોડી દ્યો મળે સુખ બન્નેથી!

અજ્ઞાની” આમ તો આ જરાકના આધારે જ !બંધાઈ છે જિંદગી.

"
અજ્ઞાની " 

  

No comments:

Post a Comment