Thursday, 14 March 2013

"હુંફ" "અનંત"ના પ્રેમ પત્રો માંથી....



"હુંફ" 

શીયાળા ની સવાર... 


ચો તરફ... 



ધુમ્મસ ધુમ્મસ .... 



દૂર દૂર હું ને તું .



સ્પ્સ્ટ ના દેખાય કશું . 



મને તું તને હું. 



દ્રશ્ય ધૂંધળું. 



ધૂંધળું જીવન.



તન મન દજાડે ઠંડો પવન. 



ધીરે ધીરે ચાલ નજીક આવીએ. 



થોડો પ્રકાશ થાય. 



ચાલ હુંફ મેળવીએ. 



ગરમ શ્વાસોમાં શ્વાસ સળગાવીએ.



હાડ થીજાવતી ટાઢમાં તન મન તાપીએ. 



દ્રશ્ય થોડું થોડું સ્પ્સ્ટ થાય... જીવનનુ પણ..! 



ને હું ને તું એક બીજાને સ્પ્સ્ટ જોઈ શકીએ.. 



ધીરે.... ધીરે..... 


ચાલ નજીક એટલા આવીયે . 


મારા નાકના ટેરવાંને તારા નાકનું ટેરવું સ્પર્શે..... 



ચાર આંખો વચ્ચેનુંય અંતર ઘટે.



ને પછી આવીએ એટલા પાસે પાસે. 



કે પછી ફરી , દ્શ્ય તને મારૂ મને તારું . 



સાવ ધૂંધળું ધૂંધળું ભાસે...



આ કુદરતી ધુમ્મસ્માં આપણે ઓગળી જઇયે. 



 ચાલ આપણે બન્ને પણ ધુમ્મસ ધુમ્મસ થઈએ. 



અનંતધુમ્મસમાં ધુમ્મસ થઈ આપણે બેઉ . 



એક મેકમાં ઓગળી જઇયે બસ ઓગળી જઇયે...... 
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"અનંત


No comments:

Post a Comment