Sunday, 10 March 2013

"અનંત"


ભીતર નથી બદલાતું કશું જ બહારના દેખાવ બદલાય છે.
દરિયો એનો એજ રહે છે. નાવિક બદલાય છે. નાવ બદલાય છે.     

બીજો ભવ કોને જોયો ? !એક જ ભવમાં કેટ કેટલા ભવ ભાવ બદલાય છે.
કે' છે કે પ્રાણ પ્રકૃતિ સાથે જાય, પણ હવે તો ક્ષણ ક્ષણ સૌના સ્વભાવ બદલાય છે. 

વાત વાતમાં ! હસતાં હસતાં રડી પડે ! ને રડતાં રડતાં હસી પડે છે.     
આમ જરાક અમથી ઘટના બદલાતા, આખે આખો બનાવ બદલાય છે.  

ખરે ખરા કલાકાર છે, કળી ના શકાય, કોણ સુખી છે,કોણ દૂ:ખી છે.  
ધૂપ છાંવ જેમ મૌસમની માફક, પળ પળ ચહેરાના હાવ ભાવ બદલાય છે.

હસે, રડે, બોલે ,ચુપ રહે, પ્રસંગો પાત બદલે છે મહોરા, સૌ  ઉપર ઉપરથી
સારું થવા યા સારું લગાડવા જ બસભીતરથી ક્યાં કદી કોઈ સાવ બદલાય છે ?

જ્યારે તામારા પ્રત્યે કોઈના લગાવમાં બદલાવ જણાય ત્યારે જરા ભીતર ઝાંક્જો  .
કેમકે તમારા વાણી,વર્તન,વ્યવહાર થકી જ !તમારા પ્રત્યે કોઈનો લગાવ બદલાય છે.   

અંતર ધીરે ધીરે કેટલું ઘટતું ગયું, અને આત્મીયતા વધી.  એક જ ગામમાં, બોલી,
 યાને ભાષા હવે તો અનેક બોલાય છે. નહીં તો કે' છે, બોલી બાર ગાવ બદલાય છે.        

   પાણી જ્યાં જ્યાં દેખે ત્યાં ત્યાં પંખી જાય પ્યાસ બુજાવવા, પાણી સુકાઈ જતાં જ !    પંખી ઊડી જાય બીજે,પાણીની શોધમાં.આમ પંખી નદી, નાળા,તળાવ બદલાય છે.

 દાખલા એવા અઢળક છે. કે ખરા સંતના સાનિધ્યમાં ,ભવ બદલાય જાય ક્ષણમા,  
"અનંતક્રૂર, પાપી દયાળુ થઈ જાય,એની ભીતરના સઘળા જૂના ભાવ બદલાય છે.
“અનંત”

No comments:

Post a Comment