Sunday, 10 March 2013

પળમાં કેટલું બદલાય છે . "અનંત" ની રચનાઓ માંથી ......




જો ને !એક ભવમાં કેટ કેટલા ભાવ બદલાય છે.
ક્ષણ ક્ષણ અહી ! માનવીના સ્વભાવ બદલાય છે.

હસતાં હસતાં રડી પડે ! ને રડતાં રડતાં હસી પડે , 
ઘટના બદલાતા, આખે આખો બનાવ બદલાય છે.  

ખરે ખરા કલાકાર છે, કળી ના શકાય,કોણ સુખી,
કોણ દૂ:ખી, પળ પળ ચહેરાના, હાવ ભાવ બદલાય છે.

પ્રસંગો પાત બદલે છે મહોરા, સૌ  ઉપર ઉપરથી , 
ભીતરથી ક્યાં અહી કદી કોઈ સાવ બદલાય છે ?


જ્યારે ખુદના વાણી, વર્તન અને વ્યવહારમાં બદલાવ આવે છે.  
ત્યારે આપો આપ કોઈનો આપણી પ્રત્યેનો લગાવ બદલાય છે. 

અંતર ધીરે ધીરે ઘટતું ગયુંએક જ ગામમાં બોલી,
  બોલાય અનેક. કે' છે, બોલી બાર ગાવ બદલાય છે.        

   પાણી જ્યાં દેખે ત્યાં જ જાય પંખી, પ્યાસ બુજાવવા ,   
પાણી સુકાતા પંખી, નદી, નાળા,તળાવ બદલાય છે.

 ખરા સંતના સાનિધ્યમાં ,ભવ બદલાય જાય ક્ષણમા,  
"અનંત” ભીતરના પણ સઘળા જૂના ભાવ બદલાય છે.  
"અનંત"



 પાણી જ્યાં દેખે ત્યાં જ પંખી જાય પ્યાસ બુજાવવા   
પાણી સુકાતા પંખી, નદી, નાળા,તળાવ બદલાય છે.


પ્રસંગો પાત બદલે છે મહોરા ઉપર ઉપરથી સૌ.
ભીતરથી ક્યાં અહી કદી કોઈ સાવ બદલાય છે ?


હસતાં હસતાં રડી પડે ! ને રડતાં રડતાં હસે છે.   
ઘટના બદલાતા આખે આખો બનાવ બદલાય છે.  




જ્યારે તારા પ્રત્યે કોઈના લગાવમાં બદલાવ જણાય, ત્યારે... તું ભીતર ઝાંક્જે .
“અનંત” નિજના વાણી,વર્તન,વ્યવહાર થકી જ !કોઈના લગાવમાં બદલાવ આવે છે .  







No comments:

Post a Comment