Friday, 8 March 2013

"મારૂ તો બસ આવું જ છે જીવન "..



"મારું તો બસ આવું જ છે જીવન"
​જીવન જીવવાની આ જ અસ્સલ રીત છે,
ગુંજે છે મારી અંદર એ ખુશીનું જ ગીત છે.
​ગમતું ના જે આપણને, કોઈકને એ હોય એ ગમતું,
ગમવું, ગમાડવું બધું જ એ જ તો સાચી પ્રીત છે.
​આનંદમય, મંગલમય લાગે બધું! બધું! બધું જ એને,
તન-મન-આત્મા જેનો સ્વચ્છ, શુદ્ધ જેનું ચિત્ત છે.
​પકડવા કરતાં છોડીને છૂટું છું, "વશમાં રાખું છું મન!"
તેથી લાગે મને બહારથી બહેતર ભીતરનું જીવન.!
​આપે માંગ્યા વીણ જે અઢળક, એ સાચો મનમીત છે.
​મારી આદત છે "અનંત" સતત પ્રયાસ કરતા રહેવાની,
સતત પ્રયાસ કરું છું, ના ફીકર છે મને હારવાની કે જીતવાની.
​"મનથી હારે એની જ હાર, બાકી જીત જ જીત છે!"
​ "અનંત"


No comments:

Post a Comment