Wednesday, 24 April 2013

તરસ "અનંત"ની રચનાઓ માંથી.... અરસ પરસ તરસ જો હોય સરખી.




‎"અરસ પરસ તરસ જો હોય સરખી....."

*********************************** 
એવું કોણે કહ્યું કે કાયમ તરસ્યા હોય તે જ પાણી માંગે. 
તો શું પાણીને કદી પણ કોઈ પ્યાસાની તરસ ના લાગે?

અહી તરસ્યો એટલે નર, ને નારી એટલે પાણી સમજવું.
જો આટલું સમજાઈ જશે તો સરળતાથી રચના સમજાશે

કોઈ પોતાની તરસ જાહીર ના કરી શકે એ વાત અલગ છે. 
હોય જો તરસ ખરી. તો પાણી પણ ! તરસ્યાની પાસે આવે.

આ વરસતા વરસાદને જોઈ લાગે છે ચોમેર પ્રેમ નીતરે છે.
આ નભથી નીતરતા પ્રેમને પણ કોઈ તરસ્યાના ઓરતા જાગે. 

વાત પ્રેમની  તરસની છે, જે હોય છે બધાને, તો પછી  શાને
શ્વિકારમાં શરમ ? શરમ રાખે એની પ્યાસ છિપાતા ભવ લાગે.   

સતત પીધા કરીયે તો પણ તરસ્યા રહીએ પ્રેમમાં એવિ તરસ
હોવી જોઇયે. તરસ પ્રેમની મટી જાય તો જીવન નીરસ લાગે.  

ણી શુધ્ધ પ્રેમમાં બન્નેનું પ્રતિબિંબ સાફ સાફ દેખાય છે.  
પ્યાસની માફક ભૂખ પણ હોય છે પ્રેમની જે  પ્રેમ થકી જ ભાંગે 
અનંત 
તરસ અરસ પરસ હોય સરખી. તો છીપાતા લાગે ના વાર.
જો બન્ને થાય પ્યાસા ને બન્ને પાણી પાણી થઈને તરસ છીપાવે. 


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

"અનંત"


No comments:

Post a Comment