Saturday, 27 April 2013

"અનંત" ની રચનાઓ માંથી ...

આજે મે જોયુ . 

દ્રશ્ય એવું. 


કે... 

ઘેઘૂર વૃક્ષ પર, 

આંખો બંધ કરી, 

ચપોચપ , 

પથરાઈને ,

સૂતી છે , 


એક ખિસકોલી ... 


અને હું જોઉ છું. 

એ  વૃક્ષમાં  ... 

મને હું જોઉ છું.   

ને  ખિસકોલમાં ...!


તને હું જોઉ  છું.  


એ વૃક્ષ એ હું. 


ને ખિસકોલી એ તું . 

આંખ બંધ કરી, 

વૃક્ષ પર ચપોચપ ચીપકીને, 

સૂતેલી ખિસકોલી માફક જ 

રોજ પ્રભાતે  તું પણ...! 

આંખ બંધ કરી , 

મારી  છાતી પર.

મને ચીપકી ને સૂતી હો . 

ને પછી જ આંખો  મારી ખૂલતી હો . 

તો  કેમ રહે  ?


















 હેં  ખિસકોલી  કેમ રહે..???     

@@@@@@@@@@@@@@@@@@@@@
જરા ધ્યાનથી  જો ..!  

ઉપરની તસવીરમાં જે રીતે વૃક્ષ પર ખિસકોલી સૂતી છે ,
એજ રીતે નીચેની તસવીરમાં પ્ર્રેમી પર છોકરી  સૂતી  છે . 
અંદાજ બન્ને ના બિલકુલ  સરખાજ છે . 

કે નૈ ?

No comments:

Post a Comment