હાસ્ય, કરુણા, પ્રેમ, આનંદ વ્યંગ, સઘળું ગઝલમાં."
@@@@@@@@@@@@@@@@@@@@@
બસ એકવાર ભાન ગુમાવી દે..! અને બેભાન થઈ જા.
ડાહ્યા રહેવામાં કઈ મજા નથી
પાગલ સમાન થઈ જા.
એ રોજ બદલતી રહેવાની દુનિયા
છે. તું ખોજ નવી,
દુનિયા. અને પછી તુંજ એ
દુનિયાનો સુલતાન થઈ જા.
થઈ શકે તો મદદ કર, નહીં તો છોડ ફિકર આ જગની,
સૌ પોત પોતામાં મસ્ત છે, તુંય તારામાં ગુલતાન થઈ જા.
જો દર્દ તરફ ધ્યાન જશે તો
વધુ ઉગ્ર થશે, તેથી કહું છું,
તું હર એક ગમ-ઑ દર્દથી બે
ખબર , બે ધ્યાન થઈ જા.
હુમલો કોઈ સામી છાતીએ નહીં
કરે હવે. બદલાઇ ગયો,
છે જમાનો પ્યારે ચોતરફ જો
અને તું સાવધાન થઈ જા.
લોકો જે કરે કરવા દે, એ છો કરે કેવળ વાતો. જો
તારે
કરવું હો કઈ નક્કર તો બસ
તારા પ્રત્યે સભાન થઈ જા.
હાસ્ય, કરુણા, પ્રેમ, વ્યંગ, સઘળું
ઠાંસીને ભરીદે ગઝલમાં,
"અજ્ઞાની” બધા સમજી જશે ..!તું બસ, નાદાન થઈ જા.
પછી તારીયે વાહિયાત વાતોની
વાહ વાહ થશે ”અનંત”
બસ તું કોઈ કામ કરી જા એવું
ને હસ્તી મહાન થઈ જા.
@@@@@@@@@@@@@@@@@@@@@@@
"અનંત"

No comments:
Post a Comment