Sunday, 28 April 2013

"અનંત"ની રચનાઓ માંથી.. એક ક્ષણ પ્રેમ ભરી....


એક ક્ષણ પ્રેમ ભરી....

આપણે જે આપીએ છીયે, લઈએ છીયે, એક બીજાને જે કઈ પણ ..!  

એ ઉધાર છે કે જમા.....?

આપણને ક્યાં ખબર છે.??? 

 કદાચ મારી થોડીક જિંદગી તારી પાસે ઉધાર હોય શકે ! 

અને કદાચ તારી બંદગી મારી પાસે જમા હોય શકે !

 કદાચ તારી થોડીક જિંદગી મારી પાસે ઉધાર હોય શકે !

અને કદાચ મારી બંદગી તારી પાસે જમા હોય શકે ! 

 કારણ વિના કશું જ નથી બનતું. 

જેમ સવાલના ગર્ભમાં જ જવાબ હોય છે . 

તેમ કારણની ભીતર જ નિવારણ છુપાયું હોય છે. 

અંતે આ સઘળા કોઈ જૂના હિસાબ હોય છે. 

 અને હિસાબ આખરે હિસાબ હોય છે. 

લેણા હો કે દેણા ચૂકતે કરવા જ પડે.

 હું કે તું અહી બસ જમા ઉધાર જ કરીયે છીયે ! 

 હું ક્ષણને ચાહનારો.... 

ક્ષણમા આપું. 
ક્ષણમા પામું.  
'ને ક્ષણથી જ 
ક્ષણને માપુ.
ફર્ક બન્નેનો તુરંત સમજાઈ જશે !  
 એક તરફ પલ્લામાં આખે આખી જિંદગી રાખ. 
 ને એક પલ્લામાં માત્ર એક ગમતીલી ક્ષણ નાખ. 
 પછી જો ! પલ્લું કઈ તરફનું નમે છે.   

'ને પછી હ્રદય પર હાથ મૂકી કહે તને શું ગમે છે ?  

પલ્લાને ગર, કર નજર અંદાજ તો એ કહે તું કઈ તરફ નમી ?

"અનંત"સાવ સાચું કહે ! 

કે ના ગમતા સાથે આખી જિંદગી ગમી ? 

કે ગમતા સાથે એક ક્ષણ ગમી ??
 "અનંત"     

No comments:

Post a Comment